BJP MLA મધુ શ્રીવાસ્તવાની ગુંડાગીરીનો Video, મીડિયાકર્મીને મારવા દોડ્યા, ગાળો ભાંડી

News18 Gujarati
Updated: January 24, 2020, 9:31 PM IST
BJP MLA મધુ શ્રીવાસ્તવાની ગુંડાગીરીનો Video, મીડિયાકર્મીને મારવા દોડ્યા, ગાળો ભાંડી
વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવાની ગુંડાગીરી!

વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. આ વખતે તો આ દબંગ નેતાએ મીડિયા કર્મીને જ મારવા લઈ લીધા.

  • Share this:
હંમેશા કોઇને કોઇ વાતને લઈને વિવાદોમાં રહેતા વાઘોડિયાના ધારાસભ્યએ ફરી એકવાર વિવાદ સર્જ્યો છે. આ વખતે તો તેમણે મીડિયા કર્મી પર જ હુમલો કરી દીધો. એક ન્યૂઝ ચેનલના મીડિયાકર્મી પોતાનું રિપોર્ટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન કોઇ વાતથી તેઓ ઉશ્કેરાઈ ગયા અને કેમેરામેન પર હુમલો કરી દીધો. એટલું જ નહીં તેમણે અપશબ્દો પણ બોલ્યા.

એક લોકસેવકનું આવું વર્તન કેટલું યોગ્ય છે ? પ્રજાના પ્રતિનિધિ અપશબ્દોનો ઉપયોગ કરે, દાદાગીરી કરે, ગુંડાગીરી કરે, મીડિયા કર્મીઓને મારે, તેમની પર હાથ ઉગામે, તો પ્રજાના કામ કરવાના નામે તેઓ લોકો પર કેવો રૌફ જમાવતા હશે તેનો અંદાજ લગાવી શકાય. શું આ નેતા પર મોવડી મંડળની કોઇ લગામ નથી ? શું ભાજપનું ઉપરી નેતૃત્વ તેમના આ વર્તનને લઈને તેમને સખત શબ્દોમાં શીખ આપશે કે પછી આંખ આડા કાન કરી દેશે. મોવડી મંડળની મધુ શ્રીવાસ્તવ પર કોઈ લગામ નથી?



વાત જાણે એમ છે કે, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવ પણ નારાજ હોવાની વાતો વહેતી થઈ હતી. જેની ખરાઈ કરવા મીડિયા કર્મીઓ તેમની પાસે પહોંચ્યા હતા. જ્યાં મીડિયાકર્મીઓના સવાલથી તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. પરંતુ તેઓ નારાજ કેમ છે તે પણ જાણવું જરૂરી છે.

વિકાસ સહિત મહેસૂલના અનેક કામો બાકી હોવાનો મધુ શ્રીવાસ્તવનો આક્ષેપ છે. આ મામલે જ તેઓ નારાજ હતા. એટલું જ નહીં તેમણે મહેસૂલ મંત્રી પ્રત્યે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં તેમણે રાજીનામુ આપીને રાજકારણ છોડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

વાઘોડિયામાં મંદિર બનાવવાના કામને મંજૂરી ન મળતી હોવાથી મધુ શ્રીવાસ્તવે મહેસૂલ મંત્રી પર પણ આક્ષેપ કર્યા. તો કૌશિક પટેલે કહ્યું કોર્ટના કહેવા પ્રમાણે અમે પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. તો આ સમગ્ર મામલે નીતિન પટેલે કહ્યું, કોઇ નારાજ નથી, અને માગે તે તમામને મળી જાય તે જરૂરી નથી.



અંતે મહેસૂલના કામની નારાજગીનો ઉકળાટ મધુ શ્રીવાસ્તવે મીડિયાકર્મી પર ઠાલવ્યો અને આખા મુદ્દાએ વળાંક લઈ લીધો. ત્યારે હવે આ મુદ્દે આગળ શું રાજનીતિ રમાય છે તે જોવું રહ્યું.

First published: January 24, 2020
વધુ વાંચો
अगली ख़बर