Home /News /madhya-gujarat /વડોદરા MD ડ્રગ કેસમાં મોટો ખુલાસો, સલીમ દુબઈમાં બેઠો બેઠો ચલાવી રહ્યો છે નેટવર્ક
વડોદરા MD ડ્રગ કેસમાં મોટો ખુલાસો, સલીમ દુબઈમાં બેઠો બેઠો ચલાવી રહ્યો છે નેટવર્ક
600 કરોડના MD ડ્રગ કેસમાં મોટો ખુલાસો
મુંબઈનો ફરાર આરોપી સલીમ દુબઈમાં હોવાનુ આવ્યું સામે આવ્યું છે. સલીમ દુબઈથી હવાલા મારફતે રૂપિયા મોકલીને ડ્રગનો કારોબાર હેન્ડલ કરી રહ્યો હતો. સલીમ દુબઈથી MD ડ્રગ માટે ઓર્ડર આપી રહ્યો હતો, તે પ્રકારની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.
વડોદરા: છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ડ્રગ્સનો મોટા કારોબારો સામે આવી રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા જ વડોદરામાંથી 600 કરોડથી વધુનું MD ડ્ર્ગ્સ ઝડપાયું હતું. તે કેસમાં આજે મોટો ખુલાસો સામે આવ્યો છે. મુંબઈનો ફરાર આરોપી સલીમ દુબઈમાં હોવાનુ આવ્યું સામે આવ્યું છે. સલીમ દુબઈથી હવાલા મારફતે રૂપિયા મોકલીને ડ્રગનો કારોબાર હેન્ડલ કરી રહ્યો હતો. સલીમ દુબઈથી MD ડ્રગ માટે ઓર્ડર આપી રહ્યો હતો, તે પ્રકારની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.
આ સાથે, સલીમ દુબઈથી રૂપિયા મોકલતો હોવાનુ પણ સામે આવ્યું છે. સલીમના સાગરીતો મુંબઈમાં સક્રિય હોવાની પણ વાત સામે આવી છે. જેને લઈને મુંબઈમાં ATS દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે, આ સાથે જ, D કંપનીના કનેકશનને લઈને પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, આ મામલમાં અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.
શું હતો મામલો?
ગુજરાત ATSએ વડોદરામાંથી MD ડ્રગ્સની ફેકટરી ઝડપી પાડી હતી અને પહેલા 63 કિલો કરતા વધુ MD ડ્રગ્સના જથ્થા સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ 100 કરોડથી વધુનો ડ્રગ કબ્જે કરવામાં આવ્યો હતો. માહિતી પ્રમાણે, આ ડ્રગ્સનો જથ્થો મુંબઈ સપ્લાય કરવાનો હતો, પરંતુ તે પહેલા જ ગુજરાત ATSએ ડ્રગ્સનો મોટો જથ્થો કબ્જે કરી લીધો હતો. જણાવી દઈએ કે, મુખ્ય આરોપી શૌમિલ પાઠક આ ડ્રગ્સનો માસ્ટર માઈન્ડ હોવાંનું સામે આવ્યું હતું.
શૌમિલે આરોપી ભરત ચાવડાની મદદથી કેમિકલ ચોરી કરી કાચો માલ ભેગો કર્યો હતો, પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, અન્ય આરોપી વિનોદ નિઝામે કેમિસ્ટ શૈલેષ કટારીયાનો સંપર્ક કરાવો આપ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મુખ્ય આરોપી શૌમિલ પાઠક અને સલીમ ડોલા એક સાથે મુંબઇનો જેલમાં હતા, ત્યારે તેમણે MD ડ્રગ્સ બનાવવાનું નક્કી કર્યું હતું. શૌમિલ આ તમામ MD ડ્રગ્સનો જથ્થો મુંબઇનો ફરાર આરોપી સલીમને આપવાનો હતો. આ અગાઉ બે વખત શૌમિલે મુંબઈમાં ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. આરોપી વિનોદ નિઝામાં ફેકટરી દેખરેખ કરતો હતો. છેલ્લા સવા મહિનાથી આ ફેકટરી ચાલુ થઈ હોવાનું સામે આવ્યું છે. જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં 600 કરોડથી વધુનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે.