વડોદરા: શ્રી ક્રિષ્ણમ ફાઉન્ડેશન દ્વારા "રીસાયકલ ધ સાયકલ" પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત નવા વર્ષે ફાઉન્ડેશન દ્વારા વડોદરા થી 130 કિલોમીટર દૂર છોટાઉદેપુર જિલ્લાના સનાડા પ્રાથમિક સ્કૂલમાં 35 જેટલી દીકરીઓને સાયકલ આપવામાં આવી અને 200 જેટલાં બાળકોને એડયુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.
આ નેક કાર્યમાં ફાઉન્ડેશનના સભ્યો અને સ્કૂલના પ્રિન્સિપાલ સંજયભાઈનો ખુબ સારો સાથ સહકાર મળ્યો હતો. વિદ્યાર્થીઓના મુખ પરનું સ્મિત જોઈને એક નવી ઉર્જા આગળ આવાજ નેક કાર્ય કરવા માટે મળી હતી. ફાઉન્ડેશન દ્વારા આવનારા સમયમાં આવી જ રીતે દૂરના ગામડામાં બાળકો માટે અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર