બાળકોની પહેલ ઉદાહરણરૂપ
વનમંત્રીએ જણાવ્યું હતું કે, વડોદરાના બાળકોએ એક નવી પહેલ કરી છે, જે બીજા શહેરોમાં ઉદાહરણ રૂપ છે અને બાકીના શહેરોમાં પણ આવી પહેલ થવી જોઈએ. મુખ્ય વન સંરક્ષક (વાઈલ્ડ લાઈફ) સુધીર કુમાર ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, જો વેટલેન્ડ માટેનો આંતરરાષ્ટ્રીય સેમિનાર બંધ હોલમાં પૂરો થઇ જશે અને તેની અસર શૂન્ય ગણાશે. ભાયલીના બાળકોની જેમ સંવાદને જળ પ્લાવિત ભૂમિ સુધી પહોંચાડવો પડશે.
ગત માસ દરમિયાન ગીર ફાઉન્ડેશન તરફથી બાળકોના ગુરુ હિતાર્થ પંડ્યાને તેમના વણકરવાસ નજીક આવેલ પક્ષી મિત્ર તળાવને પુનર્જીવિત કરવા અને બચાવવાના પ્રયાસો માટે સન્માનિત કરવાનું આમંત્રણ મળ્યું હતું.પરંતુ તેમણે તેમના વિદ્યાર્થીઓને સાથે જ રાખવાની વાત કરી હતી. જે આયોજકોએ સહર્ષ સ્વીકાર કરી હતી.
પક્ષી મિત્ર તળાવ બચાવવા ઘણો સંઘર્ષ કર્યો છે
છેલ્લા ચાર વર્ષથી વગર થાકયે અને હાર્યે ઝઝૂમી રહેલા બાળકોની સેનાના સેનાપતિ નંદની વણકરે પોતાની આ યાત્રાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા માટે સફાઈ કરવી અને અમે જે કરી રહ્યા છે, તેમાં આસમાન જમીનનો ફરક છે. અમે ચાર વર્ષ પક્ષી મિત્ર તળાવ બચાવવા ઘણો સંઘર્ષ કર્યો છે અને કરી રહ્યા છીએ. અમારા વિસ્તારમાં સામાજિક દુષણ અને લોકો હજી પણ કચરો તળાવ કિનારે નાખે છે. પરંતુ અમે હાર માનવના નથી અને પક્ષીઓ વિષેનું અમારું જ્ઞાન હજી પણ વધારીશું અને તળાવની સફાઈ કરતા રહીશું.
શાળામાં પર્યાવરણ ભણાવવાની પદ્ધતિ બદલવી પેડ છે
ચોથા ધોરણમાં ભણતી માન્યાએ તો મંચસ્થ મહાનુભાવોથી લઇને આમંત્રિત લોકોના દિલ પોતાની વાકછટાથી જીતી લીધા હતા. મારો એક વીડિયો જેમાં હું પક્ષીઓના ગુજરાતી નામો કડકડાટ બોલી રહી હતી. એ હિતાર્થ સરે સોશિયલ મીડિયામાં મુક્યો હતો અને તેના લીધે હું ઘણી પ્રસિદ્ધ થઇ ગઈ છું. પણ મારે તો બસ એટલું જ કેહવું છે કે, જે લોકો એ મારો વીડિયો પસંદ કર્યો છે, તેમણે ભાયલીમાં આવી તળાવને બચાવવાની અમારી લડતમાં સામેલ થવું પડશે. શાળામાં જે પદ્ધતિથી બાળકોને પર્યાવરણ ભણાવાઈ રહ્યું છે તે બદલવાની જરૂર છે.
બાળકોએ ત્યાં જ 100 થી વધુ પક્ષીઓને જોયા
હિતાર્થે પંડ્યાએ જણાવ્યું હતું કે, એક તરફ જયારે મોટા વેટલેન્ડ જેમ કે વઢવાણા ચર્ચામાં રહે છે એટલું જ મહત્વ આપણે શહેરમાં આવેલ નાના તળાવોને આપવું જોઈએ. મેક્રો વેટલેન્ડ્સનો એક નવો અભિગમ અપનાવવો પડશે જેમાં તેની આસપાસના લોકોને જોડી મેક્રો વેટલેન્ડ ઈકોસીસ્ટમને જાળવી રાખવી પડશે.
ભાયલીનું પક્ષી મિત્ર તળાવ કદાચ કોઈને નજરે નહિ ચઢ્યું હોય પરંતુ બાળકોએ ત્યાંજ 100થી વધુ પક્ષીઓને જોયા છે. સાચવવા અને વિક્સાવવામાં આવે તો લઘુ જળપ્લાવિત વિસ્તારો ઘર આંગણે પક્ષીતીર્થ બને અને પર્યાવરણ પ્રવાસનને વેગ મળે. વડોદરા વર્તુળના મુખ્ય વન સંરક્ષક અંશુમાન શર્મા અને વન્ય પ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક રવિરાજસિંહ રાઠોડે બાળકોની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Birds, Local 18, Save, Vadodara