વડોદરામાં EDએ સૌથી મોટી કાર્યવાહી કરી છે. 2654 કરોડના બેંક કૌભાંડ મામલે EDએ વડોદરામાંથી રૂપિયા 1 હજાર 122 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી છે. જેને લઈને વડોદરામાં ખળભળાટ મચી ગયો છે.
EDએ ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટક્ચરની 1122 કરોડની સંપતિ જપ્ત કરી છે. જેમાં ડાયમંડ પાવરની બિલ્ડીંગ અને મશીનરી જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ કંપનીના માલિક ભટનાગરનો બંગલો જપ્ત કરવામાં આવ્યો છે. તો ભૂજમાં 3 વાઈન્ડ મિલ અને સાથી કંપનીની બની રહેલી 3 માળની હોટલ પણ જપ્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે ખોટા દસ્તાવેજોના આધારે 2654 કરોડની લોન 11 બેંકોમાંથી લીધી હતી. જેથી આ સમગ્ર મામલે CBI અને EDની ટીમ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
EDની ટીમને તપાસ દરમિયાન અનેક મહત્વના દસ્તાવેજો મળ્યા હતા. અને આયકર વિભાગની ટીમે પણ તપાસ દરમિયાન મોંધી કાર જપ્ત કરી હતી. મહત્વનું છે કે 2654 કરોડની લોન લઈને ફરાર થયેલા ભટાનગર બંધુના બંગ્લોઝ, કાર, ફેક્ટરી સહિત અનેક નામી અનામી મિલકોત જપ્ત કરીને 1122 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી છે.
ભટનાગર બંધુઓ હાલ તો રિમાન્ડ પર છે. અને તેની પૂછપરછ EDની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. જેથી ભટનાગર બંધુઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
શું છે કેસ?
ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓના ખાસ ગણાતા તેમજ વડોદરાના ઉદ્યોગપતિ અમિત ભટનાગર (ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ટર લિમિટેટ કંપની) સંખ્યાબંધ બેંકોનું રૂ. 2654 કરોડનું કરીની ફરાર થઇ ગયા હતા. બેન્ક લોન અને ક્રેડિટ કૌભાંડમાં સીબીઆઇએ ક્રિમિનલ કેસ નોંધીને વડોદરામા આવેલી કંપનીની ઓફિસો, પ્લાન્ટ, અને નિવાસ સ્થાન પર દરોડા પાડ્યા હતા. જોકે અમિત ભટાનગર ફરાર થઇ ગયા હતા.
સીબીઆઇના અધિકારીઓએ કંપનીના અન્ય ડિરેક્ટર્સ અમિત ભાતનગરના પિતા સુરેશ ભટનાગર, ભાઇ સુમિત ભટનાગર, અમિત ભટનાગરના પત્ની મોના ભટનાગરની સઘન પૂછપરછ કરી હતી અને થોકબંધ દસ્તાવેજો કબ્જે કર્યા હતા. સીબીઆઇએ આ દરોડામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)ના અધિકારીઓ અને બેન્કના અધિકારીઓ પણ જોડાયા હતા.
ક્રેડિટ ફેસીલિટીથી મેળવેલા નાણાં ચાઉં
ઇન્ડસ્ટ્રિઅલ કેબલ અને ટ્રાન્સફોર્મરનું ઉત્પાદન કરતી ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ વર્ષ 2008થી સમયાંતરે બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક, સહિત જાહેર અને ખાનગી ક્ષેત્રની 11 બેંકો પાસેથી લોન અને ક્રેડિટના રૂપમાં કરોડો રૂપિયા લીધા હતા. આ આંકડો તા.29 જૂન 2019ના રોજ રૂ.2654.40 કરોડે પહોંચ્યો હતો. 2016-17માં બેંકોએ અમિત ભટનાગરની આ જંગી લોનને એનપીએ જાહેર કરી હતી. આ દરમિયાન બેંકોમાંથી લોન ઉપરાંત ક્રેડિટ લેવામાં બેક અધિકારીઓ સાથે મળીને ડાયમંડ પાવરના પ્રમોટરોએ કૌભાંડ આચર્યુ હતું. જેમા બેંકોના અધિકારીઓ સાથેના મેળાપીપણામાં ભટનાગરે તેમની ક્રેડિટ લીધી હતી.
અમિત ભટનાગરે કઈ બેંક અને ક્રેડિટ સોસાયટી સાથે કેટલી ઠગાઈ કરી?