ભરૂચ # ભરૂચ અને વડોદરામાં મોંઘી બાઇકોની ચોરી કરી પોલીસના નાકે દમ લાવી દેનાર ટોળકીના ચાર સાગરીતોને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી ચોરી થયેલ ૧૫ લાખ ઉપરાંતની ૧૮ બાઈક રિકવર કરી છે.

ભરૂચ અને વાગરાના ચાર યુવાનોએ બે ગ્રુપ બનાવી એક બીજાને મળ્યા વિના અને ફોનથી નહિવત બરાબર સંપર્ક રાખી એક વર્ષમાં ભરૂચ અને વડોદરામાં ૧૮ જેટલી મોંઘી ગણાતી બાઈકની ચોરીઓ કરી પોલીસના નાકે દમ લાવી લીધું હતું.
ગઈકાલે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી કે એક બુલેટ વેચવા કે ગીરવે મુકવા બે શખ્સો ફરી રહ્યા છે. પોલીસે બાતમીદાર મારફતે ખરીદવા બાઈક જોવા મંગાવી બાઈક સવાર રિફત અને મુબારકની અટકાયત કરી બાઈકની તપાસ હાથ ધરી હતી.
જો કે, થોડા સમય અગાઉ ભરૂચમાંથી ચોરાયેલું આ બુલેટ હોવાનું બહાર આવતા બંનેની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવતા બંને પાસે ચોરી કરી બાઈક વેચવા આપનાર અંગે કોઈ વિગત ના હોવાનું બહાર આવતા પોલીસ મુંઝાઈ હતી.
આ ચાર શખ્સોની ગેંગમાં મુબારક ગ્રાહક શોધી લાવતો હતો અને આફ્રિકા રિટર્ન રિફત બાઈક વેચવા જતો હતો જયારે અલગ અલગ નંબર ઉપરથી ફોન ઉપર બાઈકની ડિમાન્ડ જાણી બાઈક ચોરી કરી મુબારક સુધી દીપક બારોટ નામના ઈસમને પહોંચાડતો હતો. દિપક સામેથી કોન્ટેક્ટ કરે તોજ મુબારક તેના સુધી પહોંચી શકતો હતો માટે પોલીસની તપાસ અહીં અટકી પડી હતી.
આ સમયે પોલીસે સઘન પૂછપરછ હાથ ધરતાં દિપકની તપાસ હાથ ધરી વાગરામાં ક્રુઝર જીપ ફેરવતા ડ્રાઈવરોના ડેટા એકત્ર કર્યા હતા. જેમાંથી દિપક નામના બે વ્યકિતઓને શોધી લીધા હતા. મુબારકે આપેલા વર્ણનને આધારે દીપકને ઝડપી મદદ કરનાર આસીફને પણ ઝડપી લીધો હતો.
આ ચારેયની સઘન પૂછપરછ કરતાં ૮ બુલેટ, ૪ એવેન્જર અને ૬ અન્ય બાઈક મળી ૧૮ વાહનો કબ્જે કરવામાં સફળતા હાંસલ થઇ હતી.. ચાર આરોપીઓની ગેંગના તમામ સાગરીતો એક બીજાને પોલીસ કસ્ટડીમાં પહેલી જ વાર મળ્યા હતા જેને લઈ પોલીસ પણ અચરજ પામી હતી.