Home /News /madhya-gujarat /

વડોદરાની નિશીતા ગરીબ દીકરીઓ માટે ભરશે વર્ષે 1 કરોડની ફી

વડોદરાની નિશીતા ગરીબ દીકરીઓ માટે ભરશે વર્ષે 1 કરોડની ફી

    વડોદરાની 25 વર્ષિય નિશીતા રાજપૂતે શરૂ કરેલા બેટી બચાવો બેટી પઢાવોના અભિયાનને ભારે સફળતા મળી રહી છે. પાછલા સાત વર્ષોથી નિશીતા આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા પરિવારોની દિકરીઓના અભ્યાસ માટે શાળાની ફી ભરીને દીકરીઓને શિક્ષિત કરવાની નેમ શરૂ કરી છે. ત્યારે આ વર્ષે નિશીતા 10 હજાર વિદ્યાર્થીનીઓની કુલ એક કરોડ રૂપિયા જેટલી ફી વિવિધ શાળાઓમાં ભરશે. અત્યાર સુધીમાં અસંખ્ય દિકરીઓ આ અભિયાનને કારણે શાળામાં અભ્યાસ કરી શિક્ષિત બની રહી છે. જેના કારણે દિકરીના વાલીઓ પણ નીશિતાની આ કામગીરીને ખૂબ આવકારી રહ્યા છે.

    નીશિતા પોતાની આ કામગીરી દાતાઓની મદદથી આગળ વધારી રહી છે. જેમાં અભિયાનની શરૂઆતમાં ફંડની અછત અનુભવાતી હતી. પરંતુ ધીરે ધીરે નિશીતાને વિવિધ દાતાઓ તરફથી નાણાકીય મદદ મળતી ગઈ...ચેક સ્વરૂપે મળતી આ મદદને સીધી શાળામાં જમા કરાવવામાં આવે છે. એટલુ જ નહી દાતાઓની મળેલી રકમ કઈ શાળામાં કઈ દિકરીની ફી પેટે વપરાઈ છે તેની લેખિતમાં પણ જાણકારી આપવામાં આવે છે. દાતાઓ દ્વારા પણ દર વર્ષે વિદ્યાદાનની રકમમાં વધારો કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નિશીતાના આ ભગીરથ અભિયાનને વડોદરાવાસીઓએ ખૂબ બિરદાવ્યુ છે.

    અમારી આર્થીક સ્થિતી એવી ન હતી કે મારી બે દિકરીઓ છે એ શાળામાં આગળ અભ્યાસ કરી શકે નીશીતાએ મારી દિકરીઓની ફિ ભરી આજે અમને એક આશા બંઘાઇ છે અને મારી દિકરીઓ ઉત્સાહથી અભ્યાસ કરી રહી છે, આંમ બેટી બચાવ- બેટી પઢાવને સાચા અર્થમાં વડોદરાની એક દીકરીનાં અનોખા અભિયાનની મદદ થી પ્રોત્સાહન મળી રહ્યું છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Rs. 1 crore, Vadodara, Year

    આગામી સમાચાર