છ વર્ષ બાદ BCAની ચૂંટણી 27મી સપ્ટેમ્બરે યોજાશે, રૉયલ અને રિવાઇવલ જૂથ મેદાને

બીસીએની (BCA)ની ચૂંટણીમાં (Election) મેનેજિંગ કમિટી સહિત વિવિધ સબ કમિટીઓ માટે ઉમેદવારી કરવા 500થી વધુ ઉમેદવારી પત્રોનું અત્યાર સુધી વિતરણ થયું છે.

ankit patel
Updated: September 21, 2019, 6:34 PM IST
છ વર્ષ બાદ BCAની ચૂંટણી 27મી સપ્ટેમ્બરે યોજાશે, રૉયલ અને રિવાઇવલ જૂથ મેદાને
વડોદરા ક્રિકેટ એસોસિએશનનો લોગો
ankit patel
Updated: September 21, 2019, 6:34 PM IST
ફરિદખાન, વડોદરાઃ છ વર્ષ બાદ બરોડા ક્રિકેટ એસોસિએશનની (Baroda Cricket Association) મેનેજિંગ કમિટી (Managing Committee) સહિત વિવિધ સબ કમિટીઓના સભ્યોની ચૂંટણી આગામી 27 સપ્ટેમ્બરે યોજાશે. બીસીએની (BCA)ની ચૂંટણીમાં (Election) મેનેજિંગ કમિટી સહિત વિવિધ સબ કમિટીઓ માટે ઉમેદવારી કરવા 500થી વધુ ઉમેદવારી પત્રોનું અત્યાર સુધી વિતરણ થયું છે. રિવાઇવલ જૂથમાં પ્રણવ અમિન સહિત સત્યજિત ગાયકવાડ સક્રિય છે. તો રોયલ જૂથમાં મહારાજા સત્યજિતસિંહ ગાયકવાડ અને બીસીસીઆઇના પૂર્વ સચિવ સંજય પટેલ સક્રિય છે.

લોઢા કમિટી મુજબ બીસીસીઆઇ (BCCI)અને બરોડા ક્રિકેટ એસોસિએસન સહિત તમામ સ્ટેટ એસોસિએશનની ચૂંટણીમાં નવ વર્ષના હોદ્દેદારો ચૂંટણી લડી શકે નહીં. આ નિયમ કમિટીના સભ્યોને પણ લાગુ થાય છે. તેવો બીસીસીઆઇ દ્વારા બીસીએને ઇમેલ આવતા આ નિયમને બીસીએ સુપ્રીમ કોર્ટમાં (suprem court)પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે આ નિયમ માત્ર હોદ્દેદારોને લાગુ પડશે તેવો આદેશ કરતા મેનેજિંગ કમિટીના સભ્યો આગામી ચૂંટણાં ઉમેદવારી કરતા બંને જૂથો વચ્ચે ઉમેદવારીના સમીકરણો બદલાય તેવી શક્યતાઓ ઊભી થઇ છે. રૉયલ ગ્રુપમાંથી અંશુમાન ગાયકવાડ, જતીન વકીલ પ્રમુખ માટે ઉમેદવારી બની શકે છે જ્યારે રિવાઇવલ જૂથ પ્રણવ અમીનને બીસીએના પ્રમુખ પદ માટે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારશે.

આ પણ વાંચોઃ-Self watering tree-guard: પીંજરુ ઝાડને ઢોરથી બચાવશે અને પાણી પણ પાશે

જોકે, પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડ પણ રિવાઇવલ જૂથ તરફથી સબ કમિટીમાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે. પૂર્વ સાંસદ સત્યજિત સિંહ ગાયકવાડે ન્યૂઝ18 ગુજરાતી (News18Gujarati) સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બીસીએની ચૂંટણી સ્ટેડિયમ, બીસીએની અધ્યતન બનાવવામાં આવેલા કાર્યાલય જેવા મુદ્દાઓ પણ લડાશે.

ચૂંટણીની જાહેરાત પછી ઉમેદવારી પત્ર પાછો ખેંચવાની અંતિમ તારીખ 23 સપ્ટેમ્બર છે અને ત્યારબાદ માત્ર ત્રણ દિવસમાં જ 27 સપ્ટેમ્બરે 1800 સભ્યો ધરાવતી બીસીએમાં મતદાન યોજાશે એટલે સમય ઘણો ઓછો છે.
First published: September 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...