વડોદરાઃબાયોટોર કંપનીની 132 કરોડ રૂપિયાની મિલકતો ઈડીએ ટાંચમાં લીધી

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 10, 2017, 4:05 PM IST
વડોદરાઃબાયોટોર કંપનીની 132 કરોડ રૂપિયાની મિલકતો ઈડીએ ટાંચમાં લીધી
વડોદરાઃબોગસ દસ્તાવેજોના આધારે રાષ્ટ્રીયકૃત બેન્કો પાસેથી લોન મેળવીને 509 કરોડ રૂપિયાનું આર્થિક કૌભાંડ આચરનાર વડોદરાની બાયોટોર ઈન્ડસ્ટ્રીઝ કંપનીની 132 કરોડ રૂપિયાની મિલકતો ઈડીએ ટાંચમાં લીધી છે.શહેરના મકરપુરા જીઆઈડીસી તેમજ રામોલી અને પાદરામાં ચાર યુનિટ ધરાવતી બાયોટોર કંપનીના સંચાલકોએ વર્ષ 2007 થી 2009ના સમયગાળામાં વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કોમાંથી 509 કરોડની લોન લીધી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 10, 2017, 4:05 PM IST
વડોદરાઃબોગસ દસ્તાવેજોના આધારે રાષ્ટ્રીયકૃત બેન્કો પાસેથી લોન મેળવીને 509 કરોડ રૂપિયાનું આર્થિક કૌભાંડ આચરનાર વડોદરાની બાયોટોર ઈન્ડસ્ટ્રીઝ કંપનીની 132 કરોડ રૂપિયાની મિલકતો ઈડીએ ટાંચમાં લીધી છે.શહેરના મકરપુરા જીઆઈડીસી તેમજ રામોલી અને પાદરામાં ચાર યુનિટ ધરાવતી બાયોટોર કંપનીના સંચાલકોએ વર્ષ 2007 થી 2009ના સમયગાળામાં વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કોમાંથી 509 કરોડની લોન લીધી હતી.

ત્યારબાદ કંપનીના સંચાલકોએ બોગસ દસ્તાવેજોના આધારે લોનનાં નાણાં મેનેજમેન્ટ અને કંપનીના કલેકશન એજન્ટોના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા અને ત્યારબાદ બોગસ બેન્ક ખાતાં ખોલાવી તેમજ ડ્રાફટ બનાવી નાણાં સગેવગે કર્યા હતા.જે અંગેની ફરિયાદ વર્ષ 2011માં ધ બેન્કીંગ એન્ડ સિકયુરિટીઝ સેલે સીબીઆઈમાં નોંધાવી હતી.તે દરમિયાન કંપનીના તમામ યુનિટોમાં પડેલું રોમટીરીયલ્સ સહિતની મિલકતોને યથાવત પરિસ્થિતિમાં રાખવા કોર્ટે આદેશ કર્યો હતો.

જે આદેશનો કંપનીના ડિરેકટરો પી વી રાજકુમાર, ભરત કામલિયા, રાજેશ કામલિયા, દિનેશ કાપડિયા અને વાસંતી કાપડિયાએ ઉલ્લંઘન કરતા આસીસ્ટન્ટ એકસાઈઝ કમિસનરે વડોદરાના માંજલપુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.બાયોટોર કપંનીના કૌભાંડનો આંક વ્યાજ સહિત 1500 કરોડને આંબી જતા ઈડીએ કંપનીની મુંબઈ, અલિબાગ અને વડોદરાની મળી કુલ 132 કરોડની સંપતિ ટાંચમાં લીધી છે.

જેની બજાર કિંમત અંદાજિત 300 કરોડ જેટલી થાય છે.આ ઉપરાંત ઈડીએ અગાઉ 2014માં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટ હેઠળ કંપનીની 17 કરોડની કુલ 5 મિલકતો ટાંચમાં લીધી હતી.
First published: February 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर