પાણીની સમસ્યાનાં વિરોધમાં વડોદરાવાસીઓ કોર્પોરેશનની ટાંકીમાંથી પાણી લઇને નાહ્યા

News18 Gujarati
Updated: September 19, 2019, 11:13 AM IST
પાણીની સમસ્યાનાં વિરોધમાં વડોદરાવાસીઓ કોર્પોરેશનની ટાંકીમાંથી પાણી લઇને નાહ્યા
સ્થાનિકોનો વિરોધ

વડોદરામાં (Vadodara) ઘણાં સમયથી પીવાનાં દૂષિત પાણીનો તો વકરતો પ્રશ્ન છે જેનો કોઇ જ ઉકેલ આવ્યો નથી. ત્યારે હવે શહેરીજનોને વાપરવા માટે પાણી યોગ્ય પ્રમાણમાં નથી મળી રહ્યું.

  • Share this:
ફરીદખાન પઠાણ, વડોદરા : શહેરમાં ઘણાં સમયથી પીવાનાં દૂષિત પાણીનો તો વકરતો પ્રશ્ન છે જેનો કોઇ જ ઉકેલ આવ્યો નથી. ત્યારે હવે શહેરીજનોને વાપરવા માટે પાણી યોગ્ય પ્રમાણમાં નથી મળી રહ્યું. શહેરનાં વારસિયા, ગાજરાવાડી, ખોડિયાર નગર અને સરદાર એસ્ટેટ વિસ્તારમાં સ્થાનિકોને પાણી જ મળતું નથી. જેથી સ્થાનિકોએ આજે સરદાર એસ્ટેટ પાણીની ટાંકીએ નાહવા જઇને તંત્રનો વિરોધ કર્યો હતો. આ વિસ્તારોમાં  લો પ્રેસર સહીત ગંદા પાણીની સમસ્યા યથાવત સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. સ્થાનિકોએ કોર્પોરેશન હાય હાયનાં નારા પણ લગાવ્યાં હતાં.

સ્થાનિક અજય ભરવાડે આ અંગે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ' તંત્રએ ફિલ્ટરેશ પાણી આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો પરંતુ સોસાયટી વિસ્તાર કે ઝૂપડપટ્ટીમાં પીવાનું ચોખ્ખું પાણી આપી શક્યા નથી. પાણી ઓછા પ્રેશરથી અને ઘણું જ દૂષિત આવે છે. લોકોને વાપરવા માટે કે નાહવા ધોવા માટે પાણી નથી મળતું. તેના વિરોધમાં અમે પાણીની ટાંકીમાં જ નાહવા આવી ગયા છે. કોર્પોરેશનની અણઘડત કામગીરીને કારણે લોકોને પાણી નથી મળી રહ્યું તો કોર્પોરેશન તૈયારી રાખે કે આજે થોડા જ લોકો આવ્યાં છે કાલથી વિસ્તારનાં બધા જ અહીં નાહવા આવશે.'

આ પણ જુઓ : VIDEO: અમદાવાદમાં આ રસ્તા પર કેમિકલયુક્ત પાણીથી પગમાં પડે છે ફોલ્લા

કોર્પોરેશન હાય હાયનાં નારા લગાવ્યાં


ગત વર્ષની સરખાણીએ 21 ટકા વધુ વરસાદ

મહત્વનું છે કે રાજ્યમાં સરેરાશ પડતા વરસાદની સરખામણીએ આ વખતે અત્યાર સુધીમાં 21 ટકા વધુ વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યના કુલ પાંચ તાલુકાઓમાં 200 ટકા કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. ભરૂચ જિલ્લામાં 153 ટકાથી વધુ વરસાદ પડયો છે. મળતી માહિતી પ્રમાણે અબડાસા, છોટા ઉદેપુર, ક્વાંટ, અંકલેશ્વર, ઉમરપાડા અને માંગરોળ તાલુકાઓમાં 200 ટકાથી વધુ વરસાદ પડયો છે. ત્યારે વડોદરામાં સ્થાનિકોને અત્યારથી જ પાણી માટે વલખા મારવા પડી રહ્યાં છે.
First published: September 19, 2019
વધુ વાંચો
अगली ख़बर