Home /News /madhya-gujarat /વિધાનસભાની ચૂંટણી પહેલા મધ્ય ગુજરાતથી મોટા સમાચાર, સાવલી ભાજપના નેતા કોંગ્રેસમાં જોડાયા

વિધાનસભાની ચૂંટણી પહેલા મધ્ય ગુજરાતથી મોટા સમાચાર, સાવલી ભાજપના નેતા કોંગ્રેસમાં જોડાયા

વિધાનસભા ચૂંટણીમાં સતત અવગણનાથી લીધો નિર્ણય.

Gujarat Politics: આજે સાવલી વિધાનસભા બેઠક પર એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે અહીં ભાજપ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા છે. ત્યાં જ વડોદરા ગ્રામ્યમાં કુલદીપસિંહ રાઉલજી ખુબ જ મજબૂત નેતા ગણાય છે.

    ચૂંટણી નજીક આવે એટલે પક્ષપલટો અને રાજીનામાની મૌસમ ખીલી ઊઠે છે. આ પરંપરા ગુજરાતમાં તો વર્ષોથી કોંગ્રેસ નિભાવી રહી છે. હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ પ્રથામાં હવે ભાજપના નેતા પણ સામેલ થઇ ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મધ્ય ગુજરાતથી મોટા સમાચાર સામે આવ્યા છે. સાવલી ભાજપના નેતા કોંગ્રેસમાં જોડાયા છે. બરોડા ડેરીના ચેરમેન કુલદીપસિંહ રાઉલજી કોંગ્રેસમાં જોડાયા છે. વિધાનસભા ચૂંટણીમાં પોતાની સતત અવગણનાથી આ નિર્ણય લીધો હોવાનું કુલદીપસિંહ રાઉલજી જણાવ્યું છે.

    આજે સાવલી વિધાનસભા બેઠક પર એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે અહીં ભાજપ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા છે. ત્યાં જ વડોદરા ગ્રામ્યમાં કુલદીપસિંહ રાઉલજી ખુબ જ મજબૂત નેતા ગણાય છે. રાઉલજીની સાથે મધ્ય ગુજરાતના આપના હોદ્દેદારો પણ કોંગ્રેસનો હાથ પકડ્યો છે.



    બરોડા, ખેડા અને આણંદના આમ આદમી પાર્ટીના આગેવાનો હવે કોંગ્રેસનો ખેસ ધારણ કરશે. આથી વિધાનસભાની ચૂંટણી પહેલા અહીં ભારતીય જનતા પાર્ટીને એક મોટો ફટકો પડ્યો છે. કુલદીપસિંહ રાઉલજી ચાર વખત બરોડા ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે. આ અગાઉ તેઓ 2012થી અપક્ષ ભાજપ સમર્થિત ડિરેક્ટર રહી ચૂક્યા છે. કુલદીપસિંહ રાઉલજી મધ્ય ગુજરાતમાં એક જાણીતો ચહેરો છે. ત્યાં જ કુલદીપસિંહ રાઉલજી અને કેતન કામદાર સાથે તેમનો ખટરાગ રહ્યો છે. તેઓ ક્ષત્રિય સમાજના એક દિગ્ગજ આગેવાન પણ કહેવાય છે.

    આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર એક્શન મોડમાં, AMCની ટીમ ચોવીસ કલાક ઢોર પકડશે

    ઉલ્લેખનિય છે કે, 2022ની ચૂંટણીના ગણતરીના મહિના પહેલા જ સૌરાષ્ટ્રમાંથી રીબડિયાએ પક્ષ પલટાની શરૂઆત કરી દીધી છે. જેમના પછી કોંગ્રેસમાંથી એક પછી એક રાજીનામા પડ્યા છે તો પ્રથમવાર ભાજપમાંથી પણ નેતાઓના પક્ષપલટાના સમાચાર હાલમાં ચર્ચા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Assembly elections, Gujarat Politics, Vadodara

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन