Royal Vs Revial : BCAની ચૂંટણી માટે આજે 10થી5 વાગ્યા સુધી મતદાન

મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ પ્રેરિત રોયલ ગ્રુપ અને ઉધોગપતિ પ્રણવ અમીન પ્રેરિત રિવાઇવલ ગ્રુપ વચ્ચે 6 વર્ષ બાદ ચૂંટણી જંગ જામી રહ્યો છે.

News18 Gujarati
Updated: September 27, 2019, 3:02 PM IST
Royal Vs Revial : BCAની ચૂંટણી માટે આજે 10થી5 વાગ્યા સુધી મતદાન
રિવાઇવલ વિરુદ્ધ રોયલ ગ્રૂપ. (ચિરાયુ અમીન, સમરજીતસિંહ ગાયકવાડ)
News18 Gujarati
Updated: September 27, 2019, 3:02 PM IST
ફરિદખાન, વડોદરા : 2000થી વધુ સભ્યો ધરાવતી બરોડા ક્રિકેટ એસોસિએશન (CBA)ની હાઈ-પ્રોફાઈલ ચૂંટણી આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ રહી છે. મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ (Samarjitsinh Gaekwad, Maharaja) પ્રેરિત રોયલ ગ્રુપ (Royal Group) અને ઉધોગપતિ પ્રણવ અમીન પ્રેરિત રિવાઇવલ ગ્રુપ (Revival Group) વચ્ચે 6 વર્ષ બાદ ચૂંટણી જંગ જામી રહ્યો છે.

રોયલ ગ્રુપ દ્વારા પ્રમુખ પદના ઉમેદવાર તરીકે જતીન વકીલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ક્રિકેટને છેલ્લા 6 વર્ષોમાં ભારે નુકસાન થયું હોવાના આરોપ સાથે મોટાભાગના આંતરાષ્ટ્રીય પૂર્વ ક્રિકેટરો રોયલ ગ્રુપને ટેકો આપી રહ્યા છે. મુખ્યત્વ અંશુમાન ગાયકવાડ અગ્રેસર રહી રોયલ ગ્રુપ સાથે છે. જ્યારે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ પણ સક્રિય છે.



ઉદ્યોગપતિ પ્રણવ અમીનના નેતૃત્વમાં રિવાઇવલ ગ્રુપે રોયલ ગ્રુપના તમામ આરોપો ફગાવી દીધા હતા અને પત્રકારોની વાતચીતમાં કહ્યું હતું કે છેલ્લા 6 વર્ષોમાં રિવાઇવલ ગ્રુપે ક્રિકેટના હિતમાં કામ કાર્ય છે. એટલે બીસીએના સભ્યો રિવાઇવલ ગ્રુપની પેનલના ઉમેદવારોને ચૂંટણીમાં વિજય અપાવશે.

અનેક વાદ અને વિવાદો વચ્ચે 6 વર્ષે બાદ બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે. બીસીએમાં બે જૂથો વચ્ચે આરોપ પ્રતિ-આરોપમાં વડોદરાવાસીઓને આંતરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ (Cricket Stadium) મળ્યું નથી ત્યારે આ ચૂંટણીમાં ક્રિકેટ સ્ટેડિયમનો મુદ્દો મુખ્ય મુદ્દો બન્યો છે.

27 સપ્ટેમ્બરે યોજાનારી આ હાઈ-પ્રોફાઈલ ચૂંટણીમાં રોયલ અને રિવાઇવલ ગ્રુપ વચ્ચે ભારે રસાકસી જોવા મળશે. બીસીએના આ ચૂંટણી જંગમાં 31 પોસ્ટ માટે 73 ઉમેદવારો મેદાનમાં છે. 10થી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન પક્રિયા જ્યોતિ ગાર્ડન ખાતે યોજશે. ત્યારબાદ આજે સાંજે જ સાત કલાકથી મતદાન ગણતરી શરૂ થશે. મતદાન કાઉન્ટિંગ LED પર લાઈવ જોવા મળશે.
First published: September 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...