Nidhi Dave, Vadodara: વડોદરા શહેરમાં ભાયલી ગામ ખાતે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાળમેળો ખાસ બાળકો દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. ભાયલી ગામના 9 વર્ષથી લઈને 15 વર્ષ સુધીના બાળકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણવાદી તથા શિક્ષક હિતાર્થ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ભાયલી ગામના તળાવ કાંઠે બાળમેળો યોજાશે.
બાળમેળામાં ખાસ લોકોને જાગૃતિ મળે તે હેતુસર પક્ષીઓ ઉપર પોસ્ટર, પેંટિંગ્સ બનાવ્યા છે. શહેરીજનો વધુમાં વધુ પક્ષીઓને ઓળખતા થાય અને ભાયલી ગામના બાળકોને એક પ્લેટફોર્મ મળે અને હાથમાં વિશ્વાસમાં વધારો થાય તે હેતુસર "બરોડા બર્ડ ફેસ્ટિવલ" શીર્ષક હેઠળ આ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાયલીનાંબાળકો દ્વારા આયોજિત આ મેળામાં ગેમ્સ, ખાણી પીણીતેમજ ડાન્સ પર્ફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું છે.તદુપરાંત મેળામાં સ્ટોલ પણ લગાવવામાં આવશે જેમાં ખાસ કરીને બાળકોએ બનાવેલ હેન્ડમેડ કાનના જુમખા, કિચેન, પેઇન્ટિંગસ વેચવા માટે મુકશે. અને જે લોકો ગેમ્સમાં જીતેશે એને ગિફ્ટ પણ આપવામાં આવશે.
છેલ્લા 15 દિવસથી આ બાળકો દ્વારા મહેનત કરવામાં આવી રહી છે. અને આ બાળ મેળામાંથી જેટલું ફંડ ભેગું થશે એનો ઉપયોગ આ બાળકોના આગળના ભણતર માટે જ ઉપયોગમાં લેવામાં આવશે. અગાઉ પણ આ બાળકોએ પણ એકત્રિત કરીને એક છોકરીની ફી ભરી હતી. બાળકો દ્વારા સ્વનિર્ભર બનવાનો આ એક ઉત્તમ પ્રયાસ છે.
આ બાળમેળામાં વડોદરા શહેરના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ અને અવેરનેસ એક્ટિવિસ્ટ વિશાલ ઠાકુર, મેનેજમેન્ટ અને એચ.આર. નિષ્ણાંત અને પક્ષીઓના નિષ્ણાંત એવા અવી સબાવાલાની ઉપસ્થિતિ રહેશે.
તેમનોબસ એક જ ઉદ્દેશ્યછે કે, આપણાંતળાવો સ્વચ્છ રહે અને આપણા પક્ષીમિત્રો આપણાંથી ક્યારેય દૂર ન જાય. ચાલો આપણે સૌ જોડાઈ જઇયે તેમની આ મુહિમમાંઅને તેમને પ્રોત્સાહિત કરીએ.