ધોરણ 10-12 પાસ માટે high-tech two અને three wheelerની તાલીમ મળશે

News18 Gujarati
Updated: August 26, 2019, 3:42 PM IST
ધોરણ 10-12 પાસ માટે high-tech two અને three wheelerની તાલીમ મળશે
પ્રતિકાત્મક તસવીર

આ સેન્ટર ખાતે કુલ 3 બેચમાં 60 જેટલા વિદ્યાર્થીઓને અતિ અદ્યતન એટલે કે હાઈટેક 2 અને 3  વ્હીલર ટેક્નોલોજી હેઠળ વાહનોની જાળવણી અને સમારકામની તાલીમ અદ્યતન ઉપકરણો અને સાધન સામગ્રી દ્વારા આપવાની વ્યવસ્થા છે.   

  • Share this:
યુવાનોને high-tech વ્હિકક 2 અને 3 વ્હિલર ટેકનોલોજીની તાલીમ મળશે વડોદરા: વ્હિકલ ટેકનોલોજીનું નિત નવીનીકરણ થઈ રહ્યું છે તેવા સમયે વડોદરાની તરસાલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે શરૂ કરવામાં આવેલું “ટુ વ્હીલર સ્કિલ એનહાનસમેન્ટ સેન્ટર” ઓછું શિક્ષણ અને કુદરતી કોઠાસૂઝ ધરાવતા  યુવાનો માટે રોજગારી અને સ્વરોજગારીના નવા દ્વાર ખોલશે એવી ઉજળી આશા બંધાઈ છે.

આ સેન્ટર ખાતે કુલ 3 બેચમાં 60 જેટલા વિદ્યાર્થીઓને અતિ અદ્યતન એટલે કે હાઈટેક 2 અને 3  વ્હીલર ટેક્નોલોજી હેઠળ વાહનોની જાળવણી અને સમારકામની તાલીમ અદ્યતન ઉપકરણો અને સાધન સામગ્રી દ્વારા આપવાની વ્યવસ્થા છે.   હોન્ડા મોટર સાયકલ્સ એન્ડ સ્કુટર્સ લિમિટેડના સહયોગ થી અંદાજે ૧૨ લાખ રૂપિયાના ખર્ચે સ્થાપિત આ ફુલ્લિ ઓટોમેટેડ ૨ વ્હીલર વર્કશોપની મદદ થી ધોરણ 8 પાસનું શિક્ષણ ધરાવતા યુવાનો માટે ટૂ વ્હિલર ઑટો રિપેર (જીસીટીવીટી) નો અને ધોરણ 10 પાસનું શિક્ષણ ધરાવતાઓ માટે 2 એન્ડ 3 વ્હિલર મિકેનિક (એનસીવીટી) ના કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે જે તેમને ઑટોમોબાઇલ સેક્ટરમાં નોકરી અને સ્વરોજગારીને લાયક બનાવશે.

પ્રધાનમંત્રી ના સ્કિલ ઇન્ડિયા અભિગમને સાકાર કરતી આ સુવિધા છે.ઉદ્યોગોને તેમની નવીનતમ ટેક્નોલજીઓ અને અપગ્રેડેશન થી જાણકાર માનવ સંપદા મળી રહે તે જરૂરી છે. એ જ રીતે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના પ્રશિક્ષિત યુવાનો આ એકમોની માનવ સંપદા માંગ સંતોષવા સક્ષમ હોય તે અનિવાર્ય છે.

આ બંનેના સમન્વય માટે પ્રધાનમંત્રી એ શિક્ષણ સંસ્થાઓ અને હાઈટેક એકમો વચ્ચે તાલીમના ક્ષેત્રમાં સહયોગની જે હિમાયત કરી છે, એ દિશાની આ વ્યવસ્થા છે.સંસ્થાના આચાર્ય પી.એ.પરમારે હોન્ડા મોટરસાયકલ્સના સહયોગી અભિગમને પ્રેરક ગણાવતાં જણાવ્યું કે અહીં તાલીમ મેળવનારાઓને મુખ્યત્વે કંપનીના સર્વિસ સેન્ટર્સ તેમજ ડિસ્ટ્રિબ્યુટર્સના વર્કશોપમાં રોજગારીની તકો મળશે.

આ તાલીમ થી તેમનામાં માત્ર સહયોગી કંપની ઉત્પાદિત જ નહીં પરંતુ અન્ય કંપનીઓ ઉત્પાદિત વાહનોની સાર સંભાળ અને સમારકામની કુશળતા કેળવાશે. એટલે તેઓ પોતાની ઓટો રીપેર શોપ કે વર્કશોપ દ્વારા સ્વરોજગાર મેળવે એ પણ શક્ય છે. તેમણે કંપનીને આ સૌજન્ય માટે બિરદાવી છે. તરસાલી આઈટીઆઇ ના પ્લેસમેન્ટ અધિકારી દિલીપ ગુર્જરે જણાવ્યું કે સરકારી ધારાધોરણો પ્રમાણે નિર્ધારિત સામાન્ય ફી ચૂકવી આ તાલીમ લઈ શકાશે.

અત્રે નોંધ લેવી ઘટે કે આ સેન્ટર  નવી ટેક્નોલોજીની કુશળતા કેળવાય અને પ્રેક્ટિકલ તાલીમ મળે એ માટે બે હાઇડ્રોલિક લોડર, સ્પાર્ક પ્લગ ક્લીનર અને ટેસ્ટર, બેટરી ચાર્જર અને ઓપરેટિંગ સિસ્ટમ, એર કોમ્પ્રેસર ચાલીત ન્યુમેટિક ગન ટુલ્સ તેમજ અદ્યતન ટુલ્સ અને ઈકવિપમેટ્સ થી સુસજ્જ છે. તાલીમાર્થીઓને સહયોગી કંપનીમાં ઓન જોબ તાલીમ આપવાની પણ જોગવાઈ છે.
First published: August 26, 2019, 3:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading