ભાઈ, આયુષ હજુ તો ઉગીને ઉભા થઇ રહ્યા છો...આ શોભે છે!

News18 Gujarati
Updated: August 14, 2018, 2:11 PM IST
ભાઈ, આયુષ હજુ તો ઉગીને ઉભા થઇ રહ્યા છો...આ શોભે છે!
આયુષ શર્મા અને તેની હિરોઇન વારીના હુસૈન

આ ભાઈ ફિલ્મ સ્ટાર સલમાન ખાનના બનેવી છે અને તેઓ પાંચમી ઑક્ટોબરે રિલીઝ થનારી તેમની ફિલ્મ "લવરાત્રિ"ના પ્રોમોશન માટે વડોદરા તેમની હીરોઇન વારીના હુસૈન સાથે આવ્યા હતા.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : નિયમ શા માટે બને છે? એટલ કે જ કે આપણામાં સ્વયંશિસ્તનો અભાવ છે. જ્યાં સુધી શિક્ષાત્મક કે દંડાત્મક કાર્યવાહી ન થાય ત્યાં સુધી કોઈ આપણું કશું જ બગાડી નથી લેવાનું એવા 'ફોર્મ'માં રહીને આપણે સહુ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોઈએ છીએ. 'રેગ્યુલેશન્સ' અને નીતિનિયમો ઘર, શાળા, કાર્યસ્થળ અને જાહેરજગ્યાઓ- તમામ સ્થળે લાગુ પડે છે. નીતિ-નિયમોનું ઉચિત પાલન થાય તે માટે તેનું પાલન કરાવનારા નીતિનિર્ધારકો, અમલદારો અને અધિકારોએ તો સાવચેતીપૂર્વક વર્તવું પડે છે; સાથે-સાથે જાહેરજીવનના લોકો, રાજકારણીઓ, સમાજના પ્રતિષ્ઠિત લોકો માટે તે પ્રમાણે વર્તવાની ખૂબ આવશ્યકતા છે. સામાન્ય લોકો તેમનું અનુકરણ કરીને અનુસરણ કરતા હોય છે.

પરંતુ આપણા દેશની સ્થિતિ ઉલ્ટી છે! અહીં બધા નિયમો સામાન્ય પ્રજા માટે છે અને સશક્ત-સત્તાવાન લોકો માટે બધું સરળ છે. વિજય માલ્યાઓ, નીરવ-લલિત મોદીઓ, સલમાન ખાનો કે કેટલાક કહેવાતા ધાર્મિક ગુરુઓ આ બાબતે આપવાદ છે; તે દેશ જાણે જ છે!

આ શ્રેણીમાં આયુષ શર્મા નામનું એક નવું પ્રાણી જોડાયું છે. કહેવાય છે કે આ ભાઈ ફિલ્મ સ્ટાર સલમાન ખાનના બનેવી છે અને તેઓ પાંચમી ઑક્ટોબરે રિલીઝ થનારી તેમની ફિલ્મ "લવરાત્રિ"ના પ્રોમોશન માટે વડોદરા તેમની હીરોઇન વારીના હુસૈન સાથે આવ્યા. અહીં સુધી તો વાંધો નહોતો. પરંતુ આ બંનેએ તેમના મળતીયાઓ સાથે સોમવારે સાંજે પાંચ કલાકે વડોદરાના હરણી એરપોર્ટથી સૂરસાગર તળાવ સુધી ખુલ્લા માથે ટુ-વહીલર્સ ચલાવીને સરેઆમ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું!

વડોદરામાં ફિલ્મના પ્રમોશન દરમિયાન આયુષ અને વારીના


આ ઉગતા સ્ટાર્સને જોવા પ્રજા પણ ઘેલી થઇ અને ટોળે વળી. આમ પણ, ટોળાશાહી આપણી સંસ્કૃતિ બનતી જાય છે! આયુષ-વારીના જાણે છે કે સત્તાતંત્ર બહુ-બહુ તો શું કરી લેશે? રૂ.5-25નો દંડ ફટકારશે. મોડે-મોડે આ બંનેની અને ફિલ્મ પ્રોમોટર્સની માનસિકતા એકદમ સાચી ઠરી.

હાલ ગુજરાત વડી અદાલતના હુકમને અનુસરીને રાજ્યના મોટા શહેરોમાં ટ્રાફિક અને ડિમોલિશન ડ્રાઈવ ચાલે છે. એટલે વડોદરા ટ્રાફિક પોલીસે આ બંનેની શરમ ન રાખી અને તેની હોટેલ ઉપર જઈને રૂ.100-100નો દંડ ફટકાર્યો! ચાલો, પોલીસને તેની કાર્યવાહી માટે સલામ ઠોકીયે, આવકારીએ અને અપેક્ષા રાખીયે કે કાયદાનું ભાન તમામને સમાન રીતે આજે અને આગામી દિવસોમાં કરાવતી રહે.
પત્ની અર્પિતા (સલમાન ખાનની બહેન) ખાન સાથે આયુષ


પરંતુ પેલા લબરમૂછિયા આયુષ અને બહેન વરિનાનું કોઈ સામાજિક ઉત્તરદાયિત્વ છે કે નહિ? સ્વયંને હજુ ફિલ્મ પહેલા જ સેલેબ્રીટી માનવા લાગ્યા? ચાલો, એવું માનવા લાગ્યા હોય તો, તો તેમની જવાબદારી બેવડાઈ જાય છે ! આ બંનેએ તો વધુ જવાબદારી સાથે વર્તીને નિયમનું પાલન કરી સમાજમાં દાખલો બેસાડવો જોઈએ. ચાલો, તેઓ તેમની જ્વાબદારીમાંથી ચુક્યા હવે પ્રજા નક્કી કરે કે તેમણે તેઓ જે ફિલ્મના સંવર્ધન માટે આવ્યા હતા તેને શો ચુકાદો આપવો જોઈએ?!
First published: August 14, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading