ગ્રામ્યવિસ્તારના પ્રજાજનોની રોગપ્રતિકારક શક્તિ સારી રહે તેમાટે આયુર્વેદનું વિતરણ
વડોદરા જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને રોગપ્રતિકારક શક્તિ સારી રહે તે હેતુસર COVID - 19 પ્રતિરોધક ઉકાળા પેકેટનું વિતરણ તથા આર્સેનિક આલ્બ (હોમિયોપેથી ઔષધ / Homeopathic Medicine) નું જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા વિતરણ કરવાનું શરુ કરવામાં આવ્યું છે.
વડોદરા: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં (Rural Area) કોરોના વાઇરસ (Corona Virus) સંક્રમણ સામે પ્રતિરોધાત્મક ઉપાય (Precautionary Measures) તરીકે નિયામક આયુષ કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (Primary Health Centre) પર ઉકાળા પેકેટ, સંશમની વટી તથા આર્સેનિક આલ્બનું કલેકટર એ. બી. ગોર અને જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલની સૂચનાથી જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોષી દ્વારા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.
ડો. સુધીર જોષીએ જણાવ્યું કે, વડોદરા જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને રોગપ્રતિકારક શક્તિ સારી રહે તે હેતુસર COVID - 19 પ્રતિરોધક ઉકાળા પેકેટનું વિતરણ તથા આર્સેનિક આલ્બ (હોમિયોપેથી ઔષધ / Homeopathic Medicine) નું જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા વિતરણ કરવાનું શરુ કરવામાં આવ્યું છે. જેથી કરીને ગ્રામજનોનું સ્વાસ્થ્ય સારું રહે. તદુપરાંત કોરોનાની જેવી મહામારીનો ભોગ બનવાનો વારો ન આવે. કારણકે બીજી કોઇ દવા કે ઇન્જેક્શનનો ખાવા કરતાં તો આર્યુવેદિક ઉપચાર સારો અને ફાયદાકારક નિવળતો હોય છે.
ઉકાળા વિતરણ સંબંધિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા તેમના વિસ્તારમાં જરૂરી આયુર્વેદ ઉકાળાના પેકેટ તથા સંશમની વટીના ડ્રાય પેકેટ આપવામાં આવશે. ઉકાળા બનાવવાની પધ્ધતિ અંગેની જાણકારી આયુર્વેદ ડોક્ટર દ્વારા આપવામાં આવી રહી છે. ઉકાળા પેકેટ તથા સંશમની વટી વિતરણ માટેની દરેક વ્યવસ્થા જે - તે PHC ના મેડિકલ ઓફિસર દ્વારા કરાશે.
હોમિયોપેથી દવા આર્સેનિક આલ્બ સબંધિત PHC ને પૂરા પાડવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં જે - તે સબંધિત તાલુકા હેલ્થ ઓફિસરના સંકલનમાં રહી તેમને દવાઓ પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને રોગપ્રતિકારક શક્તિ સારી રહે તે હેતુંથી આયુર્વેદ શાખા દ્વારા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ઔષધી દવાઓનું જો યોગ્ય રીતે વિતરણ થયું અને લોકોએ તેનો પૂરેપૂરો લાભ લેશે, તો કોરોના જેવી મહામારીથી બચી શકાશે.