Home /News /madhya-gujarat /

આયુર્વેદ 1: ગુણકારી ગુલાબ અને જાસુદ,જાણો ગુલાબ અને જાસૂદ કઈ રીતે ઉપયોગી છે ?

આયુર્વેદ 1: ગુણકારી ગુલાબ અને જાસુદ,જાણો ગુલાબ અને જાસૂદ કઈ રીતે ઉપયોગી છે ?

આપણી

આપણી આસપાસ ઉગતા વનસ્પતિ ઔષધિય ગુણ તરીકે ઉપયોગી છે.

વનસ્પતિ, જે દરેકની આસપાસ, દરેક જગ્યા એ, દરેકના ઘરમાં હોય છે. એમાં લોકો મનગમતી વનસ્પતિ પોતાના ઘરમાં કે ઘરની આજુબાજુ ઉગાડતા હોય છે. તો એ મનગમતી વનસ્પતિઓ કેટલી ઉપયોગી હોય છે એ કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે.

    નિધિ દવે, વડોદરા: વનસ્પતિ, જે દરેકની આસપાસ, દરેક જગ્યા એ, દરેકના ઘરમાં હોય છે. એમાં લોકો મનગમતી વનસ્પતિ (Favorite Plants) પોતાના ઘરમાં કે ઘરની આજુબાજુ ઉગાડતા હોય છે. તો એ મનગમતી વનસ્પતિઓ કેટલી ઉપયોગી (Useful in daily life) હોય છે એ કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. જેની જાણકારી નક્ષત્ર આયુર્વેદમના ડો. શેફાલી પંડ્યા એ આપી છે. તેણી ખાસ મહિલાઓને થતા રોગનું નિરાકરણ કરે છે.

    ગુલાબના ફૂલના ઔષધિય ગુણ એ છે કે, પિત્તના રોગ મટાડે, ગરમીમાં પેટમાં થતા બળતરાને ગુલાબનો રસ રાહત આપે છે.

    એમ તો ફૂલોનો ઉપયોગ શુભેચ્છા પાઠવવા, સુશોભન કરવા, પૂજા પાઠ કરવા માટે વપરાતું હોય છે. પરંતુ આ જ ફૂલો ઔષધિ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. જેમકે, ગુલાબના ફૂલના ઔષધિય ગુણ એ છે કે, પિત્તના રોગ મટાડે, ગરમીમાં પેટમાં થતા બળતરાને ગુલાબનો રસ રાહત આપે, શરીરમાંથી આવતી દુર્ગંધને પણ દૂર કરવામાં ઉપયોગી, ગરમીના લીધે થતા પીમ્પલ્સ અથવા તો લાલ ચાઠા પડ્યા હોય તો એ દૂર કરવા માટે ગુલાબના પાવડરનો લેપ ઉપયોગી, ગુલાબને મુખવાસ તરીકે વાપરવો, વગેરે રીતે ગુલાબના ફૂલ ઔષધિય રીતે ઉપયોગી સાબિત થયેલ છે.

    આ પણ વાંચો :મીઠી સુગંધ વાળા મહુડાના ફૂલની મોસમ પૂરી થતા, હવે ફળની મોસમ બેઠી

    બ્લડ પ્રેસર અને કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવા માટે જાસૂદનો રસ ખાસ ઉપયોગી શાબિત થઈ શકે છે.ડોક્ટરની સલાહા પ્રમાણે લઈ શકાય.

    જો જાસૂદના ફૂલની વાત કરીએ તો ઔષધિય ગુણમાં જાસૂદ મહિલાઓ માટે સૌથી વધુ ઉપયોગી અને ફાયદાકારક છે. જાસૂદના ફૂલનો ઉપયોગ વાળ ખરતા અટકાવે છે, વાળની લંબાઈ વધારવામાં ઉપયોગી, વાળમાં થયેલ ખોળો દૂર કરવામાં ઉપયોગી, શરીર પર લાગેલા ઘા પર રૂઝ લાવવા માટે જાસૂદના ફૂલની પેસ્ટ ઉપયોગી, બ્લડ પ્રેસર અને કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવા માટે જાસૂદનો રસ ખાસ ઉપયોગી, જો યાદશક્તિ ઓછી હોય તો જાસૂદના ફૂલ અને પાંદડા બંનેને ભેળવીને ઘી સાથે ખાવાથી ફાયદેમંદ સાબિત થશે. તો આ રીતે આપણી આસપાસ ઉગતા વનસ્પતિ ઔષધિય ગુણ તરીકે ઉપયોગી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર