Home /News /madhya-gujarat /વડોદરાઃ બે રિક્ષાના અકસ્માત બાદ એક પલટી ખાઈ ગઈ અને એવો ભાંડો ફૂટ્યો કે લોકો વિચારમાં પડી ગયા
વડોદરાઃ બે રિક્ષાના અકસ્માત બાદ એક પલટી ખાઈ ગઈ અને એવો ભાંડો ફૂટ્યો કે લોકો વિચારમાં પડી ગયા
વડોદરાઃ બે રિક્ષાના અકસ્માત બાદ એવો ભાંડો ફૂટ્યો કે લોકો વિચારમાં પડી ગયા
Vadodara Accident: વડોદરાના રેસકોર્સમાં બે રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતે લોકોને વિચારતા કરી મૂક્યા છે. અકસ્માતમાં એક રિક્ષા પલટી ખાઈ ગયા પછી તેમાંથી દારૂનો જથ્થો રસ્તા પર આવી ગયો હતો. લોકોએ રિક્ષાચાલકને ઝડપીને પોલીસના હવાલે કર્યો છે.
વડોદરાઃ વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં મુખ્યમાર્ગ પર એક અકસ્માત એવો થયો કે તે ચર્ચાનો વિષય બની ગયો છે. અકસ્માત બાદ જે ઘટના બની તે સૌથી વધારે ચર્ચાઈ રહી છે. મુખ્યમાર્ગ પર બે રિક્ષાઓ વચ્ચે અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં મોટો ભાંડો ફૂટ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે.
રેસકોર્સ વિસ્તારમાં બે રિક્ષાઓ વચ્ચે અકસ્માત થયા બાદ રસ્તા પર દારૂની રેલમછેલ થઈ ગઈ હતી. અકસ્માતમાં કોને ઈજા થઈ છે અને વાહનને કેટલું નુકસાન થયું છે તેવી ચર્ચા થવાના બદલે તેમાંથી બહાર પડેલી દારૂની બાટલો મુદ્દે ચર્ચા શરુ થઈ ગઈ હતી. અકસ્માત બાદ વાત વાયુવેગે આસપાસના વિસ્તારમાં ફેલાઈ જતા અકસ્માતના સ્થળ પર લોકો એકત્રિત થઈ ગયા હતા.
બે રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં એક રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને તેમાં ભરેલો દારૂનો જથ્થો બહાર આવી ગયો હતો. આમ અકસ્માત બાદ મોટો ભાંડો ફૂટ્યો હતો. આ અકસ્માતની ઘટના બાદ ત્યાં હાજર લોકોએ દારૂની ખેપ મારનારા રિક્ષાચાલકને ઝડપી પાડ્યો હતો. CCTV ફૂટેજના આધારે આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી શકે છે.
દારૂનો જથ્થો ક્યાં લઈ જવાઈ રહ્યો હતો?
સ્થાનિકોએ પકડી પાડેલા રિક્ષાચાલકને ગોરવા પોલીસને સોંપ્યો છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. હવે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો અને કોને આપવાનો હતો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. જે રિક્ષા પલટી ગઈ હતી તેનો નંબર GJ 06 BU 7626 છે, આ રિક્ષા કોના નામે છે અને તેમાં કેટલા સમયથી આ રીતે દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી તે અંગે તપાસ કરવામમાં આવશે.
" isDesktop="true" id="1318729" >
મહત્વનું છે કે 31 ડિસેમ્બર બાદ હવે ઉત્તરાયણનો તહેવાર આવી ગયો છે, આ તહેવારમાં પણ બૂટલેગરો ડિમાન્ડમાં રહેતા હોય છે અને છેલ્લી ઘડીએ પોલીસ કડક બને તે પહેલા જ તેઓ દારૂની હેરાફેરી શરુ કરી દેતા હોય છે.