અતુલભાઇના મોબાઇલ નં. 7874677131 ઉપર કોલ કરીને રાત્રિ દરમિયાન સેવાનો લાભ લઇ શકો
શહેરમાં ઇમર્જન્સી સેવા તો ઘણી ઉપલબ્ધ છે, પરંતુ ઘણી વખત એ ઇમરજન્સી સેવાનો (Emergency Service) લાભ શહેરીજનો લઈ શકતા નથી. જેને પગલે વડોદરા શહેરના રીક્ષાચાલક (Auto Riksha Driver) અતુલભાઈ ઠક્કરે પોતાની રિક્ષાને જ ઇમર્જન્સી સેવા માટે ઉપલબ્ધ કરી છે.
Nidhi dave, Vadodara: શહેરનું નામસંસ્કારી નગરી (Sankari Nagari Vadodara)એમ જ નથી પડ્યું. કારણકે શહેરીજનોના સંસ્કારથી વડોદરા ઓળખાય છે. શહેરમાં ઇમર્જન્સી સેવા તો ઘણી ઉપલબ્ધ છે, પરંતુ ઘણી વખત એ ઇમરજન્સી સેવાનો (Emergency Service) લાભ શહેરીજનો લઈ શકતા નથી. જેને પગલે વડોદરા શહેરના રીક્ષાચાલક (Auto Riksha Driver) અતુલભાઈ ઠક્કરે (Atul Bhai Thakkar) પોતાની રિક્ષાને જ ઇમર્જન્સી સેવા માટે ઉપલબ્ધ કરી છે.
અતુલભાઇ ઠક્કર હાલ વડોદરા શહેરના અક્ષરચોક વિસ્તારની અક્ષર રેસિડેન્સીમાં રહે છે.
રિક્ષાચાલક અતુલભાઇ ઠક્કર હાલ વડોદરા શહેરના અક્ષરચોક વિસ્તારની અક્ષર રેસિડેન્સીમાં રહે છે. આજથી 11 વર્ષ પહેલાં તેઓ વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા હતા. 18 જાન્યુઆરી, 2011ના રોજ તેમનાં પત્ની પ્રીતિબેન ઠક્કરની તબિયત અચાનક જ લથડી ગઈ હતી. જોકે બદનસીબે એ દિવસે અતુલભાઇની રિક્ષામાં પંચર પડ્યું હતું અને 108 એમ્બ્યુલન્સ પણ સમસયર પહોંચી શકે તેમ નહોતી. જેથી અતુલભાઇ રિક્ષાની શોધમાં એક કિ.મી. સુધી દોડ્યા હતા. તેઓ રંગમહાલ પહોંચ્યા, ત્યારે તેમને એક રિક્ષા મળી હતી.
અતુલભાઇ તેમની પત્નીને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે રિક્ષાચાલક સમક્ષ કરગર્યા હતા. જોકે છેવટે રિક્ષાચાલક 100 રૂપિયામાં હોસ્પિટલ આવવા માટે તૈયાર થયો હતો. જેથી રિક્ષામાં બેસાડીને પત્નીને હોસ્પિટલ સુધી પહોંચી હતી. આ સમયે તેમનાં પત્નીને 3 દિવસ ICUમાં રાખવા પડ્યાં હતાં. જોકે સમયસર હોસ્પિટલ ન પહોંચી શકતાં તેમની પત્નીને યોગ્ય સારવાર મળી શકી નહોતી, જેથી તેમનાં પત્ની પ્રીતીબેનનું હૃદય માત્ર 35 ટકા જ ચાલે છે.
પત્નીની હાલત જોઈને મે 'ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ' શરૂ કરી અને હવે 'ફ્રી કાર એમ્બ્યુલન્સ' શરૂ કરી છે: અતુલભાઈ
જો એ દિવસે મારી પત્નીને સમયસર સારવાર મળી ગઈ હોત તો આજે તેનું સ્વાસ્થ્ય સારું હોત. ત્યાર બાદ મારી પત્નીની હાલત જોઈને મે 'ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ' શરૂ કરી અને હવે 'ફ્રી કાર એમ્બ્યુલન્સ' શરૂ કરી છે. જેથી હું વધારે ઝડપી દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડી શકુ. આ શબ્દો છે, વડોદરાના રિક્ષાચાલક અતુલભાઈ ઠક્કરના.
રિક્ષાચાલક અતુલભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, 11 વર્ષ પહેલાં મારી પત્નીને સમયસર સારવાર મળી નહોતી, ભગવાને તેને બચાવી લીધી, પણ આજે તે ઘણી બીમારીઓથી પીડાઈ રહી છે. જેથી મને મનમાં વિચાર આવ્યો કે મારી પાસે રિક્ષા અને રૂપિયા બંને હોવા છતાં મને આટલી મુશ્કેલી પડી છે, તો જેની પાસે રૂપિયા અને વાહન નથી તેમને કેટલી બધી મુશ્કેલીઓ પડતી હશે. જેથી મેં જરૂરિયાતમંદ લોકો માટે 'ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ' શરૂ કરવાનું નક્કી કર્યું હતું. મારાં માતાએ પણ આ સેવા શરૂ કરવાની હા પાડી હતી. 15 ફેબ્રુઆરી, 2011ના રોજ મારા જન્મદિવસે જ મે 'ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ' સેવા શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં પ્રેગનન્ટ મહિલાઓ સહિત 1 હજાર જેટલા દર્દીઓ લાભ લઇ ચૂક્યા છે.
ઈમર્જન્સી સમયે 7874677131 ઉપર કોલ કરીને રાત્રિ દરમિયાન સેવા મેળવી શકો છો.
રીક્ષા ચાલક અતુલભાઇ રાત્રિ દરમિયાન 'ફ્રી કાર એમ્બ્યુલન્સ' ચલાવે છે. રાત્રે 11 વાગ્યાથી લઇને સવારે 5 વાગ્યા સુધી દર્દીઓને હોસ્પિટલ લઇ જવા માટે ફ્રી સેવા આપે છે અને અત્યાર સુધીમાં 500થી વધુ દર્દીઓ 'ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ' સેવાનો લાભ લઈ ચૂક્યા છે. અને અનેક લોકોને સમયસર હોસ્પિટલ પહોંચાડીને અતુલભાઇએ તેમના જીવ બચાવ્યા છે. તમે પણ અતુલભાઇના મોબાઇલ નંબર 7874677131 ઉપર કોલ કરીને રાત્રિ દરમિયાન તમારા સગા સંબંધીઓને હોસ્પિટલ પહોંચાડી શકો છો.