Home /News /madhya-gujarat /Vadodara: આ પ્રદર્શનમાં ઐતિહાસિક રેંટિયા અને સિક્કા જોઈ શકાશે; આ સમયે લઈ શકો છો મુલાકાત

Vadodara: આ પ્રદર્શનમાં ઐતિહાસિક રેંટિયા અને સિક્કા જોઈ શકાશે; આ સમયે લઈ શકો છો મુલાકાત

છેલ્લા

છેલ્લા 14 વર્ષથી સંગ્રહકાર અતુલ શાહ દર વર્ષે ગાંધીજયંતી નિમિત્તે પ્રદર્શન કરે છે

શહેરના શાહ દંપતિએ સોલ્ટ આર્ટ દ્વારા ગાંધીજીના પેઇન્ટીંગ્સ, 20 કલરફુલ પેઇન્ટિંગ, 8 રેંટિયા, સિક્કાઓ પ્રદર્શનાર્થે મુક્યા છે. શહેરીજનો 2જી ઓક્ટોબરથી 4 ઓક્ટોબર સુધી સવારના 10થી સાંજના 7:30 કલાક દરમિયાન નિહાળી શકે છે.

    Nidhi Dave, Vadodara: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો તા. 2જી ઓક્ટોબરે 154મો જન્મદિવસ છે. એ નિમિતે શહેરના શાહ દંપતિએ સોલ્ટ આર્ટ દ્વારા ગાંધીજીના પેઇન્ટીંગ્સ, 20 કલરફુલ પેઇન્ટિંગ, 8 રેંટિયા, સિક્કાઓ પ્રદર્શનાર્થે મુક્યા છે. વડોદરા શહેરના કોઠી કચેરી ચાર રસ્તા પાસે રહેતા અતુલભાઈ શાહ અને તેમના જીવન સંગિની મુદિકા શાહની આઠ મહિનાની સખત જહેમત બાદ "ધી ફ્રિડમ માર્ચ" ના નેજા હેઠળ પ્રદર્શન કરવામાં આવ્યું છે. શહેરીજનો 2જી ઓક્ટોબરથી 4 ઓક્ટોબર સુધી સવારના 10થી સાંજના 7:30 કલાક દરમિયાન નિહાળી શકે છે.

    ગાંધીજીના સંગ્રહકાર અતુલ શાહે ગાંધી જયંતિ નિમિતે રેંટિયો અને સિક્કા પ્રદર્શનાર્થે મુક્યા.

    છેલ્લા 14 વર્ષથી સંગ્રહકાર અતુલ શાહ દર વર્ષે ગાંધી જયંતી નિમિત્તે ગાંધીજી ઉપર પ્રદર્શન કરતા આવ્યા છે. દર વર્ષે કંઈક નવી જ વસ્તુઓ એમના પ્રદર્શનમાં જોવા મળતી હોય છે. અને મોટાભાગે તમામ વસ્તુઓ એન્ટિક હોય છે. જે આપણને બીજે કશે જ જોવા મળી ન હોય.

    સંગ્રહકાર અતુલ શાહ, કે જેમની પાસે ગાંધીજીને લગતી તમામ વસ્તુઓનો સંગ્રહ છે. એમણે જણાવ્યું કે, આ વર્ષે ખાસ ગાંધીજીના સિદ્ધાંતો આધારિત મીઠાના પેઇન્ટિગ્સ, અને દાંડી યાત્રાના 20 વોટર કલર પેઇટિંગ્સ બનાવ્યા છે. જ્યારે આ વર્ષે આપણે આઝાદીના 75 વર્ષેને ઉજવી રહ્યા છે તો, આઝાદીનો મુખ્ય વળાંક જ દાંડી યાત્રા પછી આવ્યો. જેને લઈને ખાસ આ આયોજન કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો:  વડોદરામાં સદીઓથી ચાલી આવતી પૌરાણિક પરંપરા, અહીં માત્ર પૂરૂષો જ રમે છે ગરબા

    આ પ્રદર્શમાં શહેરીજનો બારડોલી ચરખો, જે સંપૂર્ણપણે હાથથી બનાવેલો છે જેને નિહાળી શક્શે. તદુપરાંત આણંદ કૃષિ વિદ્યાલયનો ચરખો, પંજાબ ખાદી સરંજામ સમારકામ કાર્યાલયનો ચરખો, હરિજન આશ્રમનો પેટી રેંટિયો, કિસાન ચક્ર, પ્રવાસન ચક્ર, કિતાબ રેંટિયો, જેવા 8 પ્રકારના અલગ અલગ રેટિયાઓ પ્રદર્શનમાં મુક્યા છે.

    રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ ગાંધીજીની યાદમાં ચાંદીના સિક્કા બહાર પાડ્યા એ, સાઉથ આફ્રિકાથી ગાંધીજી પરત ફર્યા એના 100 વર્ષ પૂર્ણનો સિક્કો, ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા અને પોસ્ટ ડિપાર્ટમેન્ટે ચાંદીનો સિક્કો અને મિનીએચર 6 સ્ટેમ્પ બહાર પડ્યા હતા એ પણ અહીં નિહાળવા મળશે.

    સરનામું: પેન પોઇન્ટ, કોઠી ચાર રસ્તા, સેલ્સ કોર્નરની બાજુમાં, મન મોહન સમોસાની સામે, વડોદરા.
    First published:

    Tags: 150 Gandhi Jayanti, Art and Culture, Art Gallery Exhibition, Vadodara

    विज्ञापन
    विज्ञापन