Home /News /madhya-gujarat /પેપર લીક: વડોદરામાંથી 15 લોકોને રાતે બે વાગે જ ઉઠાવી ગઇ હતી એટીએસ, જુઓ સીસીટીવી ફૂટેજ

પેપર લીક: વડોદરામાંથી 15 લોકોને રાતે બે વાગે જ ઉઠાવી ગઇ હતી એટીએસ, જુઓ સીસીટીવી ફૂટેજ

15 લોકોની અટકાયત કરવામાં આવી છે.

Gujarat Paper leak updates: જેમાં દેખાઇ રહ્યુ છે કે, એટીએસની ટીમે રાત્રે 2.14 કલાકે આ લોકોની અટકાયત કરી છે.

વડોદરા: પેપરલીકને કારણે રાજ્યભરમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. જોકે, સરકારે થોડા જ કલાકોમાં 15 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીના ડાયરેકટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની ATSએ ધરપકડ કરવામાં આવી છે. આ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં દેખાઇ રહ્યુ છે કે, એટીએસની ટીમે રાત્રે 2.14 કલાકે આ લોકોની અટકાયત કરી છે. આપને જણાવીએ કે, આ બંને ડિરેક્ટર મૂળ બિહારનાં વતની છે.

હૈદરાબાદની પ્રિન્ટિગ પ્રેસથી લીક


મળતી માહિતી પ્રમાણે, આ પેપર હૈદરાબાદની પ્રિન્ટિગ પ્રેસથી લીક થયા હતા અને સૌ પ્રથમ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવ્યાં હતા. આ પેપર વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીની ઇન્સ્ટૂટ્યૂટમાંથી લીક થયું હોવાનું સામે આવતાં આ સંસ્થાના ડાયેરેક્ટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌઘરીની એટીએસએ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.


10 ગુજરાત બહારનાં આરોપીઓ


પરીક્ષા પહેલા પેપર ફોડવાના કામ કરવા માટે ગુજરાત બહારની ગેંગ સક્રિય થઈ હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં યુપી, ઓડિશા, બિહારની ગેંગ ગુજરાતમાં આવીને નેટવર્ક ચલાવી રહ્યા હોવાનું ખુલી રહ્યું છે. પેપર ફૂટવાના કેસમાં જે 15 આરોપીઓ પકડાયા છે તેમાંથી 10 ગુજરાત બહારના છે. જેમાં ઓડિશા, યુપી અને બિહારના લોકોનો સમાવેશ થાય છે. જ્યારે આ સિવાય જે 5 લોકો પકડાયા છે તેઓ ગુજરાતના છે.
First published:

Tags: Gujarat Education, Paper leak, ગુજરાત, વડોદરા સમાચાર

विज्ञापन