VADODARA : રમવાની ઉંમરમાં શહેરની બે બાળકીઓએ હિમાલય પર્વતની 15 હજારની સપાટી શર કરી
VADODARA : રમવાની ઉંમરમાં શહેરની બે બાળકીઓએ હિમાલય પર્વતની 15 હજારની સપાટી શર કરી
બંને કદાચ શિખર પર પહોંચનારી તેમની વય જૂથમાં પ્રથમ હોઈ શકે.
શહેરની માત્ર આઠ વર્ષની બે બાળકીઓ રાયના પટેલ અને સનાયા ગાંધી, બંનેએ હિમાચલમાં (Himachal) 15 હજાર ફૂટની ઉંચાઈએ આવેલા બુરાન ઘાટી પાસ પર ટ્રેકિંગ કરીને કઠીન સિદ્ધિ હાંસલ કરી છે.
નિધિ દવે, વડોદરા (Vadodara) : શહેરની માત્ર આઠ વર્ષની બે બાળકીઓ રાયના પટેલ અને સનાયા ગાંધી, બંનેએ હિમાચલમાં (Himachal) 15 હજાર ફૂટની ઉંચાઈએ આવેલા બુરાન ઘાટી પાસ પર ટ્રેકિંગ (Trekking) કરીને કઠીન સિદ્ધિ હાંસલ કરી છે. બંને કદાચ શિખર પર પહોંચનારી તેમની વય જૂથમાં પ્રથમ હોઈ શકે. બંને બાળાઓ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.નવરચના ઈન્ટરનેશનલ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી બંને છોકરીઓ ખુબ ઉત્સાહી પર્વતારોહકો છે અને અત્યાર સુધી ત્રણ વખત કઠીન પર્વતમાળાઓ પર પર્વતારોહણ કરી ચુકી છે. કોઈપણ ટ્રેનીંગ લીધા વિના તેઓએ 2020માં ઉત્તરાખંડના કેદારકાંઠા અને 2021માં કાશ્મીરના તરસર મારસર અને અત્યારે બુરાન ઘાટી પાસ સફળતાપૂર્વક આરોહણ કર્યું છે.તેઓ બંને ઉત્તરાખંડના કેદારકાંઠા પર ચડ્યા ત્યારે, સાકરી ગામથી ટ્રેકની શરૂઆત કરી અને બે દિવસમાં જ આશરે 24 કિલોમીટરનું અંતર પૂર્ણ કર્યું. ત્યારબાદ બીજી વખત તરસર મારસર પહોંચવા માટે 6 દિવસમાં 55 કિલોમીટર પૂર્ણ કરી પેહેલગામની અરુ ખીણમાંથી ટ્રેકિંગની શરૂઆત કરી હતી.
શહેરની ભાગદોડ, પ્રદુષણ અને વસ્તીથી દુર પ્રાકૃતિક પ્રદેશોમાં તેઓ જીવનને સમજે તેવા હેતુંં - રાયના પટેલના માતા મૌસમ પટેલજણાવે છે કે \"તેઓ પાંચ વર્ષના હતા ત્યારથી અમે તેમને કુદરતી સ્થળ પર લઈ જઈએ છીયે. અમે ઈચ્છીએ છીએ કે,તેઓમાં નાનપણથી જ કુદરત પ્રત્યેનો પ્રેમ તેમનામાં વિકસે. આવા શારીરિક શ્રમથી તેમણે ખ્યાલ આવશે કે પ્રકૃતિ શું છે અને બેઝીક લાઈફ જીવવાની તેમને આદત પડશે. તેમજ અમે પરિવાર ભાવના વિકસાવી શકીશું,શહેરની ભાગદોડ, પ્રદુષણ અને વસ્તીથી દુર પ્રાકૃતિક પ્રદેશોમાં તેઓ જીવનને સમજે તેવા હેતુંં થી લઈ જઈએ છીએ.આ વખતે શિમલાથી આગળ જંગલીક ગામથી ટ્રેકિંગની શરૂઆત કરી. આ સ્થળ 9 હજાર મીટરની ઊચાઈએ આવેલું છે. ત્યાંથી 6 દિવસ સુધી ટ્રેકિંગ કરીને 18 જૂન સુધી લગભગ 26 કિલોમીટરનું અંતર કાપીને તેઓ બુરાન ઘાટી પાસ પર પહોંચ્યા.
બાળકીઓ માત્ર આઠ વર્ષની જ છે તેઓને સપોર્ટ કરવા અમે કુલ 13 સભ્યો તેમની સાથે હતા તેમ છતાં અમારે ઘણા પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો - કપરા ચઢાણ અને તે દરમિયાન પડેલી મુશ્કેલીઓ એંગે બન્ને બાળકોની માતાઓ મૌસમ પટેલ અને નિયતિ ગાંધીએ જણાવ્યું હતું કે બન્ને જણાએહિમાચલની લોકલ ટ્રેકિંગ કંપનીની સલાહ અને પરવાનગી લઈને પર્વતારોહણમાં સફળતા મેળવી છે. કારણ કે બાળકીઓ માત્ર આઠ વર્ષની જ છે અને તેના સપોર્ટ માટે અમે કુલ 13 સભ્યો તેમની સાથે હતા તેમ છતાં અમારે ઘણા પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો. કપરા ચઢાળ વચ્ચે“સનાયાને માથાનો દુ:ખાવો શરૂ થયો જે એક્યુટ માઉન્ટેન સિકનેસ કહેવાય. તેને લીધે તે ભાંગી પડી. પણ અમે તેને પ્રોત્સાહિત કરી અને તેને હિંમત આપી. અમે બેઝ કેમ્પ પર ખુબ ઓછા સ્થાનિક સંસાધનો સાથે બાળકોને જીવતા શીખવ્યુ. ઠંડી હોવાથી રોજ નહાવાનું પણ શક્ય ન હતું અને ભોજન પણ સગવડતા પ્રમાણે જે મળે તે ખાઈ લેતા. પડકારો સામે લડ્યા પછી અમે આખરે શિખર પર પહોંચ્યા અને તે એક જબરજસ્ત સફળતાનો અનુભવ થયો.
વૉકિંગ, રેપલિંગ અને સ્નો સ્લાઇડિંગ દ્વારા અમે મુખ્ય બેઝ કેમ્પ પર પહોંચ્યા - “અમે 12 જુને ટ્રેકીંગ શરુ કર્યું હતું. 6 કલાક ચઢાણ પછી અમે દયારથચમાં રોકાયા હતા. 13મીએ અમે લગભગ 4 કલાક સુધી ટ્રેકિંગ કરીને લેથમ રોકાયા. 14મીએ અમે 2 મીટર મીટર મંઝીલ કાપ્યા પછી લેથમ કેમ્પમાં રોકાવા માટે પાછા ફર્યા. 15મીએ ઉપરદાંડા સુધી ગયા. 16મીએ અમે સવારે 8 વાગ્યે અમારા મુકામ સુધી પહોચ્યા. જે શિખર બુરાન ઘાટી તરીકે ઓળખાય છે. વૉકિંગ, રેપલિંગ અને સ્નો સ્લાઇડિંગ દ્વારા અમે મુખ્ય બેઝ કેમ્પ પર પહોંચ્યા”, બંનેએ આગળ ઉમેર્યું.
આટલી નાની ઉંમરમાં બાળકોએ રમવાની ઉમરમાંકપરી સિદ્ધિ હાંસિલ કરી શકી - આ પ્રકારના ટ્રેકિંગમાં જવા માટે ખાસ ગરમ કપડાંની જરૂર પડતી હોય છે. જે આપણા નજીકના સ્પોર્ટ્સની દુકાનેથી પણ લઈ શકીએ છે. જેમ કે, ટ્રેકિંગ બુટ, ઓવર કોટ, ગ્લવ્ઝ, વગેરે. તદુપરાંત ટ્રેકિંગ કરાવતી ઘણી કંપની ચાલતી હોય છે. જેમાં આ લોકો ટ્રેક હિમાલયા ના માધ્યમથી ગયા હતા. જેમાં આ કંપની જ આપણને ટેન્ટ, સ્લીપિંગ બેગ, વગેરે પૂરું પાડતી હોય છે. જો વાત કરીએ હેલ્થ ચેકઅપની તો એમાં ફક્ત ડોક્ટરનું સર્ટિફિકેટ લેવાનું હોય છે કે તમને કોઈ ખાસ બીમારી તો નથી ને. આ પ્રવાસ માટે રજીસ્ટ્રેશનમાં કોવિડ19નું સર્ટિફિકેટ, હેલ્થ સર્ટિફિકેટ, બોડી ફિટમાં વજન અને ઉંચાઈના માપદંડ લેતા હોય છે. તથા પ્રવાસ દરમિયાન કઈ પણ થાય તો એની જવાબદારી આપણી રહેશે એનું સર્ટિફિકેટ લેતા હોય છે.
આ પ્રકારના ટ્રેકિંગમાં સ્થળ મુજબ ખર્ચો થતો હોય છે. આ બાળકીઓ જે જગ્યા પર ગયા એના માટે આમને એક જણ નો આશરે રૂપિયા 26,000 જેટલો ખર્ચ થયેલ છે. તથા આ પ્રવાસ દરમિયાન ખાસ ટ્રેકિંગ બેગ, ટ્રેકિંગ પોલ, સનસ્ક્રીન, પાણીની બોટલ, નાસ્તો, ટોપી, રેનકોટ, થર્મલ, વગેરે જેવી વસ્તુઓ રાખવી પડતી હોય છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર