Home /News /madhya-gujarat /Vadodara: 60 વર્ષની ઉંમરે પેઇન્ટિંગ બનાવતા શીખ્યા, પેઇન્ટિંગ જોઈને બોલી ઉઠશો વ્હા, જુઓ Video

Vadodara: 60 વર્ષની ઉંમરે પેઇન્ટિંગ બનાવતા શીખ્યા, પેઇન્ટિંગ જોઈને બોલી ઉઠશો વ્હા, જુઓ Video

X
શંકર

શંકર ભગવાન અને મા કાલીના સ્વરૂપને કૅન્વાસ ઉપર કંડાર્યા 

શીખવા માટે કોઈ ઉંમર હોતી નથી, આ વાક્યને રમેશભાઇએ સાર્થક કર્યું છે.  નિવૃત થયા પછી રમેશભાઈએ ફાઈન આર્ટસ ખાતે કોર્સ કરીને પોતાની કલાને જાગૃત કરી છે. ધ સ્ટ્રોક શીર્ષક હેઠળ રમેશ જોષીનાં આર્ટવર્કનું એક્ઝિબિશનનું આયોજન કરાયું છે.

Nidhi Dave, Vadodara: વડોદરા શહેર કલા નગરી તરીકે જાણીતી છે. વડોદરા શહેરમાં કલાકારો વસેલા છે. દરેક લોકો પાસે કંઈક ને કંઈક અદભુત કલા જોવા મળતી હોય છે.ત્યારે વડોદરા શહેરના 66 વર્ષીય આર્ટિસ્ટ રમેશ જોષી દ્વારા બનાવવામાં આવેલા ચિત્રોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

પાંચ માર્ચ સુધી એક્ઝિબિશન નિહાળી શકાશે

શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી પી. એન. ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી ખાતે ધ સ્ટ્રોક શીર્ષક હેઠળ આર્ટિસ્ટ રમેશ જોષી દ્વારા બનાવવામાં આવેલા 28 આર્ટવર્કના એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. એક્ઝિબિશનને 5 માર્ચ સુધી કલાપ્રેમીઓ નિહાળી શકશે.



60 વર્ષની ઉંમરે પેઇન્ટિંગ બનાવવાની તાલીમ લીધી: રમેશ જોષી

આર્ટિસ્ટ રમેશ જોષીએ જણાવ્યું હતું કે, યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં 31 વર્ષ સુધી ચિફ મેનેજર ( HR ) તરીકે ફરજ બજાવ્યા બાદ 60 વર્ષે પેઇન્ટિંગ બનાવવાની તાલીમ લીધી હતી.



હાલમાં હું 66 વર્ષનો છું અને છેલ્લા 6 વર્ષમાં મારા 8 સોલો અને 1 ગ્રૂપ એક્ઝિબિશન થયા છે.



ધ સ્ટ્રોક એક્ઝિબિશનમાં આદિ કૈલાસ, ઓમ પર્વત, શિખર કૈલાસ અને માઉન્ટ એવરેસ્ટ સાથે શંકર ભગવાન અને મા કાલીના સ્વરૂપને કેન્વાસ ઓન વોટર કલર અને કેન્વાસ ઓન એક્રેલીકના માધ્યમથી મારી કલાને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.



બાળપણથી ચિત્રો દોરવાનો શોખ હતો

શીખવા માટે કોઈ ઉંમર હોતી નથી, આ વાક્યને રમેશભાઇએ સાર્થક કર્યું છે. નિવૃત થયા પછી રમેશભાઈએ ફાઈન આર્ટસ ખાતે કોર્સ કરીને પોતાની કલાને જાગૃત કરી છે.



બાળપણથી જ રમેશભાઈને ચિત્ર દોરવાનો ખૂબ જ શોખ હતો. પરંતુ પરિવારની જવાબદારીઓ અને સામાજિક કાર્યોના કારણે તેઓ પોતાના શોખને પૂરો કરી શક્યા ન હતા. પરંતુ નિવૃત થયા બાદ હવે તેમની પાસે પોતાના શોખને પૂરો કરવાનો પૂરેપૂરો સમય છે. તેની જીવી રહ્યા છે.
First published:

Tags: Art exhibitions, Local 18, Painting, Vadodara