Home /News /madhya-gujarat /

Vadodara: સયાજી હોસ્પિટલમાં 12 સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબો દર્દીઓની સેવામાં જોડાયા

Vadodara: સયાજી હોસ્પિટલમાં 12 સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબો દર્દીઓની સેવામાં જોડાયા

સયાજી હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબોની સેવા વિનામૂલ્યે મળે છે....

વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતના દર્દીઓને બહેતર આરોગ્યસેવા મળી રહે એ માટે અહીંની સયાજી હોસ્પિટલમાં હવે 12 સુપર સ્પેશ્યાલિટી ધરાવતા તબીબીઓએ પોતાની સેવા આપવાનો પ્રારંભ કર્યો છે.

  વડોદરા: સહિત સમગ્ર મધ્ય ગુજરાતના દર્દીઓને બહેતર આરોગ્યસેવા મળી રહે એ માટે અહીંની સયાજી હોસ્પિટલમાં હવે 12 સુપર સ્પેશ્યાલિટી ધરાવતા તબીબીઓએ પોતાની સેવા આપવાનો પ્રારંભ કર્યો છે. આ તબીબો પૈકી સયાજી હોસ્પિટલના એલ્યુમનાય હોવા ઉપરાંત દર્દીઓની સેવા કરવાના ઉદ્દાતભાવ સાથે સી.એમ. સેતુ યોજના અંતર્ગત જોડાયા છે.

  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ યોજના પ્રેરણાસ્ત્રોત છે અને તેમણે વિશેષ તજ્ઞતા ધરાવતા તબીબીઓને છેવાડાના દર્દીઓની પણ સેવા કરવા આહ્વાન કર્યું હતું. આ યોજનાને સયાજી હોસ્પિટલમાં સારી રીતે પ્રતિસાદ મળી રહ્યો છે. સયાજી હોસ્પિટલમાં સેવા આપતા તબીબોને આમંત્રી તેમની સેવાભાવને જોઇને આ યોજનામાં જોડવામાં આવ્યા છે. જે સરકારી દવાખાનાઓમાં આરોગ્ય સેવાની ખૂટતી કડીઓ પૂરી રહી છે.

  વિશેષ બાબત તો એ છે કે, વડોદરાની ખાસ જરૂરિયાતને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સયાજી હોસ્પિટલમાં આઠને બદલે 13 સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર્સની સેવા લેવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકાર દ્વારા તબીબોને કામ માટેનું યોગ્ય વાતાવરણ ઉપરાંત કલાકના રૂ. 900 લેખે માનદેય આપવામાં આવે છે. આ તબીબો પોતાના શિડ્યુઅલમાં ત્રીસેક દર્દીઓનું નિદાન અને જરૂર પડે ત્યાં ઓપરેશન પણ કરે છે. સામાન્ય રીતે ખાનગી દવાખાનામાં એક દર્દીએ કન્સલ્ટન્સી ફિ પેટે રૂ. બેએક હજાર ચૂકવવા પડે તેની સામે સયાજીમાં સાવ નિઃશુલ્ક નિદાન અને સારવાર પણ થાય છે.

  બાળ હૃદય રોગ અને સર્જરી કેન્સર હૃદયરોગ પેટના અને મૂત્રાશય મગજના રોગો આંખની કીકીના રોગોના નિદાનની આ સેવાઓ માટે મોંઘીદાટ ખાનગી હોસ્પિટલોમાં જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો. જે હવે સી.એમ.સેતુ યોજના હેઠળ સયાજી હોસ્પિટલમાં મળી રહી છે.

  આ પણ વાંચો: સુરતમાં મહિલા પર અંધાધૂંધ ફાયરિંગ, જૂની અદાવતમાં પૂર્વ પતિએ કર્યું ફાયરિંગ

  રાજ્ય સરકાર સયાજી જેવી મોટી હોસ્પિટલોથી લઈને છેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સુધી ઉચ્ચ લાયકાત ધરાવતા તબીબોની નિમણુંક કરે જ છે, તેવી જાણકારી આપતાં સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે, તેમ છતાં, અત્યાર સુધી સુપર સ્પેશ્યાલિટી તબીબોની સેવાઓ એક ખૂટતી કડી જેવી હતી. જેના માટે દર્દીઓ એ મોટેભાગે મોંઘીદાટ ખાનગી હોસ્પિટલોમાં જઉં પડતું અને ખૂબ ઊંચી ફી ચુકવવી પડતી જે હવે સી. એમ. સેતુ હેઠળ સયાજી હોસ્પિટલ જેવા મોટા સરકારી દવાખાનાઓમાં સુલભ બની છે.

  તેમણે જણાવ્યું કે બાળ હૃદયરોગ અને સર્જરી, લોહીનું કેન્સર, પેટ અને પાચનતંત્રના રોગો, મૂત્રાશયના રોગો, મગજ અને ચેતા તંત્રના રોગો, આંખની રેટિનાના રોગો, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સંબંધી રોગો અને પ્લાસ્ટિક સર્જરી જેવા ક્ષેત્રોમાં 12 સુપર સ્પેશ્યાલીટી તબીબોની પરામર્શ સેવાઓ હવે સયાજીમાં ઉપલબ્ધ છે.

  સ્પેશિયાલીટી અનુસાર હવે નેફ્રોલોજીમાં ડો. ધવલ ખેતિયા, કાર્ડિયોલોજીમાં ડો. પવન રોય, ગેસ્ટ્રોએન્ટરોલોજીમાં ડો. ધવલ દવે, ન્યૂરોલોજીમાં ડો. સુવોરિત ભૌમિક, એન્ડોક્રાઈનોલોજીમાં ડો. વાહિદ ભારમલ, પીડિયાટ્રીક સર્જરીમાં ડો. કશ્યપ પંડ્યા, પીડિયાટ્રિક કાર્ડિયોલોજીમાં ડો. ચિંતન ભટ્ટ, હિમેટોઓનકોલોજીમાં ડો. મિત કુમાર, ઓક્યુલોપ્લાસ્ટીક સર્જરીમાં ડો. સમીર સેરસિયા અને વિટ્રીઓરેટીનલ સર્જરીમાં ડો. માધવી શેઠ અને ડો. આનલ શાહની સુપર સ્પેશ્યાલિટી પરામર્શ સેવાઓ હવે ઉપલબ્ધ થતાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત થઈ છે.

  આ પણ વાંચો: શેર બજારમાં કડાકા વચ્ચે ઝોમાટો, નાયકા અને પેટીએમના શેર ખરીદવા કે નહીં?

  આ તબીબોની સેવાઓ સપ્તાહમાં એક, બે અથવા ત્રણવાર નિર્ધારિત કલાકો માટે તેમની બેઠક વ્યવસ્થા અનુસાર ઓપીડી અથવા વોર્ડમાં ઉપલબ્ધ છે. તેમના દ્વારા તપાસ અને પરામર્શ માટે ડોક્ટરના નામની સામે દર્શાવેલા ઓપીડી વિભાગનો કેસ કઢાવવો જરૂરી છે. છેલ્લા એક તબક્કામાં આ 12 તબીબોનો લાભ 2221 દર્દીઓએ લાભ લીધો છે. જ્યારે, આ તજજ્ઞ તબીબો દ્વારા સયાજી હોસ્પિટલમાં ૬૭ ઓપરેશન કરવામાં આવ્યા છે.

  તબીબી અધીક્ષક ડો. રંજનકૃષ્ણ અય્યરે કહ્યું કે, આ 12 સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર્સને કારણે મધ્ય ગુજરાતના ગરીબ અને ખાસ કરીને આદિવાસી બેલ્ટના દર્દીઓને ખાસ ફાયદો થયો છે. ખાનગી દવાખાનામાં ઉંચી ફીથી લેવી પડતી સારવાર હવે અહીં સાવ નિઃશુલ્ક મળી રહી છે. વિશેષતઃ સયાજી હોસ્પિટલમાંથી ખાસ સારવાર માટે દર્દીઓને અમદાવાદ રિફર કરવા પડતા હતા, તેમાં રાહત મળી છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Madhya Gujarat, Sayaji Hospital, SSG hospital

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन