Home /News /madhya-gujarat /Vadodara: આવી રીતે તમે તમારી આસપાસ રાખી શકો છો સ્વચ્છતા; લોકોને જાગૃત કરાયા

Vadodara: આવી રીતે તમે તમારી આસપાસ રાખી શકો છો સ્વચ્છતા; લોકોને જાગૃત કરાયા

રમતના મેદાનમાં પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતાની જાળવણી...

લોકો પ્લાસ્ટિક બોટલોનો નિકાલ કરવા પ્રેરાયએ માટે બોટલ ક્રશર પ્લાન્ટ લગાવ્યો છે જેમાં દૈનિક 120 જેટલી બોટલો લોકોએ નાંખી રહ્યા છે. દૈનિક 3500 જેટલી વપરાયેલી પ્લાસ્ટિક બોટલ રિસાયક્લિંગ પ્લાન્ટમાં મોકલવામાં આવી રહી છે.

    Nidhi Dave, Vadodara:  વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં હાલમાં 36 મી નેશનલ ગેમ્સ ની જીમ્નાસ્ટીક સ્પર્ધાઓ ચાલી રહી છે. ગુજરાત સરકારના રમત ગમત વિભાગને સહયોગ આપીને વડોદરા મહાનગર પાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રે જરૂરી સહયોગ આપીને ટીમ વર્કથી આ પ્રતિષ્ઠિત આયોજનને સફળ બનાવવાનું બીડું ઝડપ્યું છે. આ ખૂબ મોટી ઇવેન્ટ છે અને વિવિધ રાજ્યોના 178 જેટલા ખેલાડીઓ, તેમના ટીમ વ્યવસ્થાપકો, વિવિધ ટીમોના અને મંડળોના સદસ્યો, રેફરીઝ, દર્શકો મળીને કુલ 500 થી વધુ લોકો આ સ્થળે દૈનિક ઉપસ્થિત રહેવાની ધારણા છે. અહીં ખેલાડીઓ માટે ભોજન રસોડા પણ છે.

    આ સંજોગોમાં આ સ્થળે સૂકા લીલા કચરા અને પ્લાસ્ટિક વેસ્ટનો યથોચિત નિકાલ કરીને સ્થળને સ્વચ્છ અને સુઘડ રાખવું અનિવાર્ય હતું. આ કામમાં વડોદરા મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે અગત્યનું યોગદાન આપ્યું છે. આ વિભાગના એનવિરોનમેન્ટ એન્જિનિયર કશ્યપ શાહે વિગતવાર જાણકારી આપતાં જણાવ્યું કે, ભીના કે લીલા કચરાના નિકાલ માટે અમે સ્થળ પર ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર લગાવ્યું છે જે દૈનિક 900 કિગ્રા કચરાનું ખાતરમાં રૂપાંતર કરે છે એટલે પહેલા ચાર દિવસમાં અંદાજે 3600 કિલો લીલો કચરો ખાતર બન્યો છે.

    આ ખાતર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ઓથોરિટી પોતાના ઉપયોગ માટે રાખી શકે છે અને વધારાનું ખાતર અમે મહાનગર પાલિકાની ઉદ્યાન શાખામાં આપીશું. આ ઉપરાંત લોકો જાતે પ્લાસ્ટિક બોટલોનો નિકાલ કરવા પ્રેરાય એ માટે બોટલ ક્રશર પ્લાન્ટ લગાવ્યો છે જેમાં દૈનિક 120 જેટલી બોટલો લોકોએ સ્વેચ્છાએ ક્રશિંગ માટે નાંખી રહ્યા છે.

    વધુમાં, આ સ્થળે થી દૈનિક 3500 જેટલી વપરાયેલી પ્લાસ્ટિક બોટલ એકત્ર કરીને અટલાદરા રિસાયક્લિંગ પ્લાન્ટમાં મોકલવામાં આવી રહી છે અને દૈનિક 35 કિગ્રા જેટલો અન્ય સુકો કચરો ભેગો કરીને એને યોગ્ય સ્થળે પહોંચાડવામાં આવી રહ્યો છે. આમ, વડોદરા મહાનગર પાલિકાનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ નેશનલ ગેમ્સના આયોજન ની સફળતામાં સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ને સ્વચ્છ અને સુઘડ રાખીને અગત્યનું યોગદાન આપી રહ્યો છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: India Sports, Swachh Bharat, Swachh Bharat Mission, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन