Home /News /madhya-gujarat /

Vadodara: ભૂચર મોરીના શહિદોને આ રીતે રાજપૂત યુવાનો આપશે શ્રદ્ધાંજલિ; અનોખો છે વીડિયો

Vadodara: ભૂચર મોરીના શહિદોને આ રીતે રાજપૂત યુવાનો આપશે શ્રદ્ધાંજલિ; અનોખો છે વીડિયો

અખિલ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ શહીદોને શ્રદ્ધાંજલિ આપશે

શહીદ સ્મારક ધ્રોલખાતે આયોજીત તલવારબાજી માં વિશ્વ રેકોર્ડ સ્થાપવા 5000 યુવાનોને ક્ષાત્રધર્મ નિભાવવા માટે જોડવાનો અનોખો પ્રયાસ છે જેઓ આ વર્ષે ભૂચર મોરી શહીદ સ્મારક ધ્રોલ ખોતે શહિદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

    Nidhi dave, Vadodara :  અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ (Akhil Gujarat Rajput Yuva Sangh) દ્વારા આ વર્ષે ભૂચર મોરી શહીદ સ્મારક ધ્રોલ (Bhuchar mori Shahid Smarak Dhrol) ખાતે આયોજીત તલવારબાજી માં વિશ્વ રેકોર્ડ (World Record) સ્થાપવા 5000 યુવાનોને ક્ષાત્રધર્મ નિભાવવા જોડવાના છે. જે અંતર્ગત હાલ વડોદરા જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા 390 યુવાનોને જોડવામાં આવ્યા છે.

    5000 રાજપૂત યુવાનો તલવારબાજી કરીને ભૂચર મોરીના શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

    જે વિશેની માહિતી આપતા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ઉપપ્રમુખ જીતેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, મહિનાના પ્રત્યેક શનિ અને રવિવારના રોજ રાજપૂત સમાજના દિકરા અને દિકરીઓને હું અને મારીપત્ની નિર્મળ કુવરબા વિના મૂલ્યે તલવારબાજીની તાલીમ આપીએ છીએ. આ વર્ષે 18 ઓગસ્ટે ભારતના 5000 રાજપૂત યુવાનો તલવારબાજી કરીને ભૂચર મોરીનાશહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

    આ પણ વાંચો : ભવ્ય ભૂતકાળની સાક્ષ્ય પૂરે છે સાંઢિયાપૂરા મહાદેવ મંંદિર; અનેરો છે મહાદેવનો મહિમા



    છેલ્લા 11 વર્ષથી રાજપુત યુવાનોને તલવારબાજી શીખવાડી રહ્યા છે જીતેન્દ્રસિંહ વાઘેલા

    તદુપરાંત તલવાર બાજુમાં અલગ અલગ ટેકનીક પણ તેઓને અહીં શીખવાડવામાં આવતી હોય છે જેમકે, શરીરનું રક્ષણ કઈ રીતે કરવું, તો એમાં ચારેય બાજુ કેવી રીતે તલવાર ફેરવવી તથા ઉપરની બાજુ કેવી રીતે તલવાર ફેરવવી, તથા પગનું રક્ષણ કેવી રીતે કરવું, આ તમામ પદ્ધતિઓ અહીં શીખવાડવામાં આવે છે. જીતેન્દ્રસિંહ વાઘેલા અને તેમના પત્ની છેલ્લા 11 વર્ષથી રાજપુત યુવાનોને તલવારબાજી શીખવાડી રહ્યા છે. રાજપુત સમાજ તલવારને પોતાની આન, બાન અને શાન માને છે. તદુપરાંત તલવારબાજી તેમના માટે એક ગૌરવની વાત છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Martyrs, Tribute, Vadodara

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन