Home /News /madhya-gujarat /

વડોદરા: બહુચરાજી મંદિરે આઠમ નિમિત્તે રાજવી પરિવાર દ્વારા પૂજા, ફાફડામાં રૂપિયા 40નો વધારો તથા આઠમ નિમિતે શહેરમાં હવન યોજાયા

વડોદરા: બહુચરાજી મંદિરે આઠમ નિમિત્તે રાજવી પરિવાર દ્વારા પૂજા, ફાફડામાં રૂપિયા 40નો વધારો તથા આઠમ નિમિતે શહેરમાં હવન યોજાયા

ગુજરાતમાં

ગુજરાતમાં દશેરાએ ફાફડા-જલેબી ખાવાની પરંપરા

દશેરાના દિવસે ગુજરાતમાં ફાફડા જલેબી ખાવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. વડોદરા શહેરમાં દશેરાએ દર વર્ષે એકથી દોઢ કરોડ રૂપિયાના ફાફડા ખવાય છે

    1. શહેરના કારેલીબાગ સ્થિત ઐતિહાસિક બહુચરાજી મંદિર ખાતે આઠમ નિમિત્તે રાજવી પરિવાર દ્વારા પૂજા, અર્ચના કરવામાં આવી...

    આજે વિક્રમ સંવત 2077 ને આસો સુદ આઠમ એટલે દુર્ગાષ્ટમી છે, ત્યારે શહેરના કારેલીબાગ સ્થિત પૌરાણિક બહુચરાજી માતાના મંદિર ખાતે વડોદરાના રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આજથી એટલે કે નવરાત્રિના આઠમ થી દશેરા સુધી બહુચરાજી મંદિરમાં ભક્તોના જાહેર દર્શન બંધ રાખવામાં આવ્યા છે. પરંતુ ગાયકવાડી સરકારના સમયના મંદિરથી અહીં રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે માં બહુચરની પૂજા અર્ચના કરવામાં આવે છે. તે રીતે આજે મહાઅષ્ટમી એટલે કે આસો સુદ નવરાત્રિની દુર્ગાષ્ટમી નિમિત્તે રાજવી પરિવારનામહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, શ્રીમતી રાધિકારાજે ગાયકવાડ તથા રાજમાતા શુભાંગીદેવી ગાયકવાડ દ્વારા પૂજા કરવામાં આવી હતી.


    2. ફાફડામાં રૂપિયા 40નો વધારો નોંધાયો

    બે દિવસ બાદ દશેરા છે. દશેરાના દિવસે ગુજરાતમાં ફાફડા જલેબી ખાવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. તેને લઈને વડોદરા શહેરમાં દર વર્ષે એક થી દોઢ કરોડ રૂપિયાના ફાફડા જલેબીનું વેચાણ થતું હોય છે. વડોદરાના વ્યાપારીઓ પણ ફાફડા અને જલેબી બનાવવાની તૈયારીઓમાં લાગી ગયા છે. જેમાં આ વર્ષે તેલ અને બાકીની ખાદ્ય વસ્તુઓ અને પેટ્રોલના ભાવમાં વધારો થવાથી આ વર્ષે ફાફડામાં રૂપિયા 40નો વધારો થયેલ છે. તો હવે જોવાનું એ છે કે, વડોદરાવાસીઓ આ વર્ષે કેટલા ફાફડા જલેબી ખાશે....

    3. નવરાત્રીમાં આઠમ નિમિતે શહેરમાં નવચંડી યજ્ઞ તથા હવન કરવામાં આવ્યા.

    હાલ નવરાત્રિનો પર્વ સમગ્ર ભારતમાં ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવી રહ્યું છે. તેવામાં આજે નવરાત્રીનું આઠમું નોરતું છે, જેને આઠમ કહેવામાં આવે છે. નવરાત્રીમાં આઠમનું ઘણું મહત્વ હોય છે, તેવામાં માઈ ભક્તો આ દિવસે હવન અથવા તો પૂજન કરાવતા હોય છે. જેનાથી તમામ ખરાબ શક્તિઓનો નાશ થાય અને સારી શક્તિ મળે.

    આજે શહેરના ઘણા મંદિરોમાં, શેરીઓમાં તથા ઘરોમાં માતાજીનું હવન કરવમાં આવતું હોય છે. જેમાં મદનઝાપા રોડ પર આવેલ શ્રી નાની ખારવાવાડ યુવક મંડળ દ્વારા આઠમ નિમિતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિધિવત રીતે પૂજાપાઠ કરી માતાજીની આરાધના કરવામાં આવી.
    First published:

    Tags: Navratri, Navratri 2021, Vadodara news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन