Home /News /madhya-gujarat /વડોદરા: 22 વર્ષની યુવતીની તેના જન્મદિના 24 કલાકમાં જ થઇ હત્યા, પતિ શંકાના ઘેરામાં

વડોદરા: 22 વર્ષની યુવતીની તેના જન્મદિના 24 કલાકમાં જ થઇ હત્યા, પતિ શંકાના ઘેરામાં

યુવતીની હત્યા થઇ. (પ્રતિકાત્મક તસવીર)

Vadodara News: આ મહિલાની ઓળખ અનિશા ડામોર તરીકે થઈ છે. આ મહિલાના લગ્ન દોઢ વર્ષ પહેલા કડાણા તાલુકાના રાણકપુર ગામના નિતેશ ડામોર સાથે થયા હતા.

    વડોદરા: મહિલાએ તેનો 22મો જન્મદિવસ ઉજવ્યાના એક દિવસ પછી શુક્રવારે મહિસાગર જિલ્લામાં પોલીસ ભરતીની તૈયારી કરતી યુવતીની તેના પતિ દ્વારા કથિત રીતે હત્યા કરવામાં આવી છે.  દંપતી વચ્ચે તણાવપૂર્ણ સંબંધો હતા અને મહિલા છેલ્લા એક વર્ષથી તેના માતાપિતાના ઘરે રહેતી હતી. જિલ્લાના ખાનપુર તાલુકાના દેગામડા ગામ નજીક એક અલગ જગ્યાએથી એક લાશ મળી આવતા આ હત્યાનો ખુલાસો થયો હતો. આ મહિલાની ઓળખ અનિશા ડામોર તરીકે થઈ છે. આ મહિલાના લગ્ન દોઢ વર્ષ પહેલા કડાણા તાલુકાના રાણકપુર ગામના નિતેશ ડામોર સાથે થયા હતા.

    યુવતીના ગળા અને ચેહરા પર ઇજાના નિશાન


    અનિશાના શરીર પર તેના ગળા તેમજ ચહેરા પર ઈજાના નિશાન હતા. અનિશા લુણાવાડાની કોલેજમાં અભ્યાસ કરતી હતી અને ખાનપુર તાલુકાના કનેસર ગામમાં માતા-પિતા સાથે રહેતી હતી. તેના પિતા નવીન પગી, જેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેના મૃતદેહની ઓળખ કરી હતી. યુવતીના પિતાએ નિતેશનું નામ લઈને બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

    વ્યારાની બહેનો બની 'આત્મનિર્ભર,' બનાવી રહી છે નારિયેળના રેસામાંથી ગણેશ મૂર્તિ

    પતિએ આપી ધમકી


    અનિશાના પિતાએ કહ્યું હતુ કે, તેના લગ્ન પછી તરત જ અનિશા પોલીસમાં ભરતીની તૈયારી કરવા તેમની સાથે રહેવા આવી હતી. જે દિવસે તે રનિંગ ટેસ્ટ માટે હાજર થઇ હતી તે દિવસે નિતેશ તેને ઘરે લેવા આવ્યો હતો. અનિષા થાકી ગઈ હતી અને એક દિવસ રોકાવા માંગતી હતી. પરંતુ નિતેશે કહીને ચાલ્યો ગયો કે, તે કાં તો તરત જ તેની સાથે આવી જાય અથવા તેના માતાપિતાના ઘરે કાયમ માટે રહે.

    'વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે'

    પિતરાઇ સાથે જન્મદિન ઉજવ્યો હતો


    અનિશા તેના પિતાના પરિચિત વ્યક્તિની ગુડ્સ ગાડીમાં લુણાવાડા જતી હતી.
    જોકે, શુક્રવારે તેણીએ જાણ કરી હતી કે, તે મોટરસાયકલ પર જઈ રહી છે. બાદમાં સવારે યુવતીની લાશ દેગામડા નજીકથી મળી આવી હતી. પિતાના જણાવ્યા પ્રમાણે, અનિશાએ ગુરુવારે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેના બે પિતરાઈ ભાઈઓ પણ ઘરે આવ્યા હતા. તે તેમાંથી એક સાથે તેની મોટરસાઇકલ પર જઇ રહી હતી. પગીએ દાવો કર્યો હતો કે, નિતેશ જે મોટરસાઇકલ પર જઇ રહી તેને ઓવરટેક કરીને આગળ નીકળી ગયો હતો. થોડે દૂર ગયા પછી સામેથી નિતેશ પાછો ફર્યો અને અનિશા સાથે બોલ્યા વિના તેની પાસેથી જતો રહ્યો હતો. જે ઘણું જ અસામાન્ય હતું.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ક્રાઇમ સમાચાર, ગુજરાત, વડોદરા સમાચાર, હત્યા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन