સામાન્ય રીતે હવે સર્કસ જોવા ખાસ લોકો જતા નથી.એક સમયે સર્કસનો ક્રેઝ હતો. સર્કસમાં મોત કા કુવા હોય છે. તેમાં બાઈક ચલાવે છે. આ જોખમી સ્ટંટ કરી કલાકારો મનોરંજન પૂરું પડે છે. જીવનના જોખમની કહાની કલાકારના મુખેથી જાણવા જેવી છે.
Nidhi Dave, Vadodara: વડોદરા શહેરમાં સર્કસ આવ્યું છે. સર્કસ નામ સાંભળતા જ એક આનંદ અને ખુશીનો માહોલ છવાઈ જતો હોય છે. પરંતુ આ સર્કસ કે જે આપણા મુખ પર હાસ્ય લાવે છે એ જ સર્કસના લોકો વિશે શું તમને ખબર છે ? એમનું રોજિંદુ જીવન કેવું છે એ કોઈને ખ્યાલ નહિ હોય.
વડોદરા શહેરના કીર્તિ સ્તંભ પાસે એશિયાર્ડ સર્કસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરીજનો બપોરના 1:00 વાગે, 4:00 વાગે અને સાંજના 7:30 કલાકના શોમાં જઈ શકે છે. સરકારના નિયમ અનુસાર સર્કસમાં હવે પ્રાણીઓને જોઈ નહિ શકાય પરંતુ કલાકારોની કલા જોઈને ખુશ થઈ જશો. આ સર્કસમાં રૂપિયા 150 થી લઈને રૂપિયા 400 સુધીની ટીકીટ રાખવામાં આવી છે.
2 વર્ષ સુધી ફકત જોયું,શીખતાં 3 મહિના લાગ્યા
આજે વાત કરીશું સંજીવભાઈની કે જેઓ મૂળ પંજાબ લુધિયાણાના છે. પરંતુ છેલ્લા 20 વર્ષથી સર્કસમાં જોડાયેલા છે. તેઓ સર્કસમાં ગોલ્બમાં બાઇક રાઈડ કરે છે. જેને હિન્દીમાં "મૌત કા કુવા" પણ કહેવાય. સંજીવભાઈએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 20 વર્ષથી સર્કસમાં કામ કરું છું. શરૂઆતમાં સર્કસના માલિકની કાર ચલાવતો હતો.
સર્કસમાં આ બધું જોઈને શીખવાની ઈચ્છા થઇ. 2 વર્ષ સુધી ફકત મે જોયું જ કે કેવી રીતે બાઈક ચલાવાય, કેવો સમય લાગે, કેવી રીતે પકડ બનાવવી, વગેરે. ત્યારબાદ મેં માલિકને જઈને કહ્યું કે, મારે પણ શીખવું છે. માલિકે સર્કસના ગુરુ શંકર કાલીયાને જણાવ્યું અને મને શીખતાં લગભગ બે થી ત્રણ મહિના લાગ્યા હતા.
સર્કસનું પ્રમાણ ઘટવા લાગ્યું
વધુમાં જણાવ્યું હતું કે, હવે સર્કસનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. કારણ કે, પહેલા પ્રાણીઓ પણ અમારી જોડે હતા અને લોકો કરતબ કરતા હતા. લોકોને એ જોવામાં વધારે રસ રહેતો. પરંતુ હવે ફક્ત અમે આર્ટીસ્ટો જ રહ્યા છે. આજકાલના બાળકોને સર્કસ શું છે એ નથી ખબર. ઘણા લોકો આવે છે અને કહે,અમે પહેલી વાર સર્કસ જોયું.
150-200 જેટલા રાઉન્ડ જોડે પકડીને દોડવું પડે
આ સ્ટંટમાં યામાહા, સુઝુકી, રાજદૂત જેવી બાઈકો વધારે વપરાય છે. હવે તો નવા લોકોને તાલીમ આપીએ છે. એમાં ખાસ શીખવાવાળા કરતા શીખવાડવા વાળા માણસે વધારે ધ્યાન રાખવું પડે છે. 150-200 જેટલા રાઉન્ડ જોડે પકડીને દોડવું પડે, કેવું પડે બ્રેક માર, સ્પીડ વધારે, વગેરે. સર્કસમાં હવે પહેલા જેવો માહોલ નથી રહ્યો. હવે લોકો ઘરે બેઠા મોબાઇલમાં જોઈ લે છે, થિયેટરોમાં પણ નથી જતા. એના લીધે અમારી રોજગારી પર અસર થાય છે.