Home /News /madhya-gujarat /

VADODARA: શું તમારા વિસ્તારમાં વરસાદ પડતાની સાથે પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે, તો આ નંબર પર કરો ફોન

VADODARA: શું તમારા વિસ્તારમાં વરસાદ પડતાની સાથે પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે, તો આ નંબર પર કરો ફોન

ગઈકાલ રવિવારથી વડોદરા શહેર જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે. 

શહેરમાં થઈ રહેલા બાંધકામોના કારણે ખુલ્લી જગ્યા ઘટી રહી છે અને પાણીના નિકાલ માટેના સ્ત્રોત પણ ઘટી રહ્યા છે. જેના માટે અણઘડ આયોજન અને માનવ સર્જિત બીજા પરિબળો પણ એટલા જ જવાબદાર છે.

  વડોદરા: ગઈકાલ રવિવારથી વડોદરા જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે. ચોમાસાની ઋતુ (Monsoon) શરૂ lથતા જ મોટો પ્રશ્ન એ જ થાય કે જો વધુ વરસાદ પડ્યો તો પૂર આવશે??? પૂરની (Flood) સમસ્યા ત્યારે જ ઉદભવતી હોય છે જયારે વરસાદી પાણીનો (Rainy water) યોગ્ય રીતે નિકાલ થઈ ન શકતો હોય. જો એમાં વડોદરા શહેરના બાંધકામોની વાત કરીએ તો વિવિધ પ્રકારના બાંધકામોમાં છેલ્લા 45 વર્ષમાં લગભગ સાત ગણો વધારો થયો છે અને જેમ જેમ બાંધકામ વધી રહ્યુ છે તેમ તેમ વડોદરા પર પૂરનો ખતરો પણ વધી રહ્યો છે. કારણકે શહેરમાં વરસાદના પાણીના નિકાલ માટેના વિકલ્પ પણ ઓછા થઈ રહ્યા છે તેમ એમ.એસ.યુનિવર્સિટીના ક્લાઈમેટ ચેન્જ વિભાગના (Climate change department) સંશોધકોનું કહેવુ છે.

  અણઘડ આયોજન અને માનવ સર્જિત બીજા પરિબળોના કારણેપાણીના નિકાલ માટેના સ્ત્રોત ઘટ્યા

  સંશોધકનું કહેવુ છે કે, શહેરમાં થઈ રહેલા બાંધકામોના કારણે ખુલ્લી જગ્યા ઘટી રહી છે અને પાણીના નિકાલ માટેના સ્ત્રોત પણ ઘટી રહ્યા છે. જેના માટે અણઘડ આયોજન અને માનવ સર્જિત બીજા પરિબળો પણ એટલા જ જવાબદાર છે. સેટેલાઈટ તસવીરોના અભ્યાસના આધારે અધ્યાપક ડો. સંસ્કૃતિ મઝુમદાર અને ચિરાયુ પંડિતે તારણ કાઢયુ છે કે, 2020 પહેલા વડોદરાની લિમિટ 158.18 ચોરસ કિલોમીટરની હતી.

  આ લિમિટને ગણતરીમાં લેવામાં આવે તો વડોદરામાં વર્ષ 1973માં 14.08% વિસ્તારોમાં બાંધકામ હતા. જોકે વર્ષ 1993 બાદ શહેરમાં થઈ રહેલા બાંધકામમાં ભારે વેગ જોવા મળ્યો હતો અને વર્ષ 2018ની વાત કરવામાં આવે તો શહેરનો 97.20 ચોરસ કિલોમીટર વિસ્તાર બાંધકામથી ઢંકાઈ ગયો છે. છેલ્લા ચાર વર્ષમાં બાંધકામનો વેગ વધ્યો પણ હશે.

  શહેરની લિમિટ વધીને 220 ચોરસ કિલોમીટર થઈ છતા શહેરના વિવિધ વિસ્તારોમાં પુરનું જોખમ ઓછું થયું નથી.

  જોકે 2020 બાદ શહેરમાં આસપાસના ગામો સમાવાયા હોવાથી શહેરની લિમિટ વધીને 220 ચોરસ કિલોમીટર થઈ છે પણ તેનાથી શહેરના વિવિધ વિસ્તારો પરનુજોખમ ઓછુ થયુ નથી.પૂરના ખતરા માટેના ઘણા કારણો છે. જેમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગના સંશોધકો કહે છે કે, બાંધકામનો વ્યાપ તો વધ્યો જ છે અને જે બાંધકામ થયુ છે તેમાં પણ વરસાદના પાણીના નિકાલ માટે ઝાઝુ ધ્યાન અપાયુ નથી. જેમ કે,

  1. વરસાદી કાંસ પૂરાઈ રહ્યા છે અને વિશ્વામિત્રીનો પટ પણ સાંકડો થઈ રહ્યો છે

  2. વોલ ટુ વોલ કાર્પેટિંગવાળા રોડના કારણે પાણીને જમીનમાં ઉતરવા માટે જગ્યા નથી

  3. લોકો પણ ઘરોના કમ્પાઉન્ડમાં ધૂળ ઉડવાના કારણે ટાઈલ્સ કે માર્બલ જ મોટાભાગે નંખાવતા હોવાથી વરસાદનુ આ પાણી પણ જમીનમાં ઉતરતુ નથી

  4. મોટી મોટી રહેણાંક સ્કીમોમાં વરસાદી પાણીને જમીન પર ઉતારવાની યોજનાઓ માત્ર કાગળ પર જ છે.

  5. કોર્પોરેશને સોસાયટીઓમાં આરસીસી રોડ બનાવી આપ્યા છે.એક અંદાજ પ્રમાણે ૪૦૦૦ સોસાયટીઓમાં આ પ્રકારના રોડ બન્યા હોવાથી વરસાદના પાણી જમીનમાં ઉતરતુ બંધ થઈ ગયુ છે અને સોસાયટીઓમાં પાણી ભરાય છે

  6. ઘણી વરસાદી ગટરોમાં પાણીના નિકાલની સમસ્યા છે

  શહેરમાં જળાશયોનો વિસ્તાર ઘટી ગયો,કેટલાક જળાશયો પૂરાઈ જવાની સ્થિતિ પર છતા પુરનું સંકટ

  શહેરમાં જળાશયોનો વિસ્તાર ઘટી ગયો છે. કેટલાક જળાશયો પૂરાઈ જવાની સ્થિતિ પર છે. તેમાં વરસાદી પાણીનો નિકાલ થાય તે પ્રકારની જે વ્યવસ્થા હતી તે પણ પડી ભાંગી છે. જેમાં વડોદરા શહેરમાં ભીષણ પૂરની પરિસ્થિતિ સર્જાઈહતી. જેમાં વર્ષ 1933માં 34.27 ફૂટે વડોદરા શહેર પાણીમાં હતું. એ સપાટી ઘટીને વર્ષ 2017માં 28 ફૂટે શહેરમાં પૂરની પરિસ્થિત સર્જાય ગઈ હતી.

  આ પણ વાંચો: જિલ્લામાં આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ, બાળકો ઉત્સાભેર બોલ્યા...‘ સ્કૂલ ચલે હમ’

  આ આંકડાઓ પરથી જ જોઈ શકાય છે કે વિશ્વામિત્રી નદીની સપાટીનું લેવલ કેટલું ઘટી ગયું છે. તથા શહેરના બાંધકામોમાં પાણી જવાની પૂરતી જગ્યા પણ રહેલીનથી.ત્યારે જો આ ચોમાસા દરમિયાન પુરની સ્થિતિ સર્જાય તો જવાબદાર કોણ તેની જવાબદારી કોણ લેશે કે પછી માત્ર વાયદાઓ કરી ચોમાસાની ઋતુપૂરી થઈ જશે.

  ચોમાસા દરમિયાનશહેરમાં મુશ્કેલી સમયNDRF ટીમ બનીને આવે છે દેવદૂત

  ચોમાસા દરમિયાન જો પુરની સ્થિતિ સર્જાય તો તમે તમારા વિસ્તારમાં મદદ માટે NDRF ટીમને બોલાવી શકો છો,

  મુશ્કેલી આવી પહોંચે તો એ સમયે આ નંબર પર સંપર્ક કરી શકો છો - 9870006730

  સંપર્ક કર્યાના 30 મિનિટમાં એન.ડી.આર.એફ.ની ટિમ ઘટના સ્થળે પહોંચી જતી હોય છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Vadodara, વડોદરા શહેર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन