Home /News /madhya-gujarat /Vadodara: પદ્મભૂષણ, પદ્મવિભૂષણ સહિતનાં 35 પ્રખ્યાત કલાકારોના આર્ટવર્ક, તમે પણ નિહાળી શકશો

Vadodara: પદ્મભૂષણ, પદ્મવિભૂષણ સહિતનાં 35 પ્રખ્યાત કલાકારોના આર્ટવર્ક, તમે પણ નિહાળી શકશો

X
કલાકારોના

કલાકારોના સ્કલ્પચર્સ, પેઈન્ટિંગ્સ તેમજ ઈન્સ્ટોલેશન વર્ક પ્રદર્શનાર્થે મૂકાયા...

પદ્મશ્રી, પદ્મ વિભૂષણ તેમજ અન્ય કલા જગતના પ્રખ્યાત 35 કલાકારોના સ્કલ્પચર્સ, પેઈન્ટિંગ્સ તેમજ ઈન્સ્ટોલેશન વર્ક પ્રદર્શનાર્થે મૂકવામાં આવ્યાં છે.

Nidhi Dave, Vadodara: વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં આર્કિટેક્ચર વિભાગ ખાતે નેશનલ લેવલની એન્યુઅલ ઇવેન્ટ રિફ્લેક્શન-10નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિભાગ ખાતે પદ્મશ્રી, પદ્મ વિભૂષણ તેમજ અન્ય કલા જગતના પ્રખ્યાત 35 કલાકારોના સ્કલ્પચર્સ, પેઈન્ટિંગ્સ તેમજ ઈન્સ્ટોલેશન વર્ક પ્રદર્શનાર્થે મૂકવામાં આવ્યાં છે. સિવાય આર્ક્ટિક્ચર ક્ષેત્રના નામાંકિત મહાનુભાવોને લેક્ચર સિરિઝ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન આર્કિટેક્ચર વિભાગના ડી.એન. હોલ ખાતે આયોજિત છે. જેને શહેરીજનો સવારના 9 થી સાંજના 8 વાગયા સુધી નિહાળી શકે છે.



ચિત્ર - આકારમાં વિધાર્થીઓની ક્રિએટીવિટી જોવા મળશે



આર્કિટેક્ચર મૂળે આર્ટનો જ એક ભાગ છે. વિધાર્થીઓને આ ક્ષેત્રનું ટેકનિકલ નોલેજ મળવાની સાથે તેમનામાં રહેલી સર્જનાત્મકતા બહાર આવે તે હેતુસર રિફલેક્શનમાં સેલ્ટર હોમ ડિઝાઈન કોમ્પિટિશન, ચિત્ર - આકાર, સ્ક્રોલ ઓન ધ વૉલ સહિતની રસપ્રદ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. ઉપરાંત વિદ્યાર્થીઓને 4 ફેબ્રુઆરીના આજરોજ કોર્ટબી સ્ટેડિયમની મુલાકાતે લઈ ગયા. જેમાં સ્ટેડિયમ ડિઝાઈન કરનાર આર્કિટેક્ટ આશિષ અમીન વિધાર્થીઓને વિવિધ બાબતો વિશે માહિતગાર કરશે. આ ઉપરાંત આર્કિટેક્ટ ઈન્ડસ્ટ્રીના વિવિધ પાસાં આવરી લેતાં પેનલ ડિસ્કશનનું આયોજન કરાયું છે.
First published:

Tags: Local 18, Vadodra