Home /News /madhya-gujarat /

Vadodara: શહેરમાં મધરાતથી વરસાદનું આગમન, ઠંડીમાં વરસાદથી લોકો થયા પરેશાન

Vadodara: શહેરમાં મધરાતથી વરસાદનું આગમન, ઠંડીમાં વરસાદથી લોકો થયા પરેશાન

શહેરીજનો ફરી એક વખત અસમંજસમાં મુકાઈ ગયા છે કે, સ્વેટર પહેરવું કે રેનકોટ???

હવામાન ખાતા (Weather department) દ્વારા ગત અઠવાડિયે આગાહી કરવામાં આવેલ હતી કે ડિસેમ્બરની 28-29 તારીખે માવઠું થશે. વડોદરા (Vadodara) શહેરમાં મંગળવારની વહેલી સવારથી શહેરના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો. જેને લીધે શહેરના વાતાવરણ (Atmosphere) પલ્ટો આવ્યો છે.

વધુ જુઓ ...
    વડોદરા: હવામાન ખાતા (Weather department) દ્વારા ગત અઠવાડિયે આગાહી કરવામાં આવેલ હતી કે ડિસેમ્બરની 28-29 તારીખે માવઠું થશે. વડોદરા (Vadodara) શહેરમાં મંગળવારની વહેલી સવારથી શહેરના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો. જેને લીધે શહેરના વાતાવરણ (Atmosphere) પલ્ટો આવ્યો છે. જયા ગઈકાલ સુધી ગરમીનો અનુભવ થતો હતો, ત્યાં આજરોજ ફરી એક વખત ઠંડીનો ચમકારો શહેરીજનોને મળી ગયો છે.

    વડોદરા શહેરનું આજનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું છે તેવી સંભાવના રહેલી છે. શહેરીજનો ફરી એક વખત અસમંજસમાં મુકાઈ ગયા છે કે, સ્વેટર પહેરવું કે રેનકોટ??? શહેરીજનોને ખાસ સૂચન જો કામ હોય તો જ ઘરની બહાર નીકળવું. કારણ કે આ પ્રકારની બેવડી ઋતુ તથા બિન મૌસમી વરસાદને કારણે માંદા પડવાની શક્યતાઓ વધી જતી હોય છે. તદુપરાંત શહેરમાં ઓમીક્રોન અને તાવના કેસ નોંધાઈ રહ્યા છે. આવામાં ઘરની બહાર ના નીકળવું જ હિતાવહ છે.

    વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. જેમાં બે ઋતુઓનો અનુભવ એક સાથે કરવા મળતો હોય છે. હવામાન ખાતાની આગાહી છે કે, હજી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થશે. જો ગઇકાલની વાત કરીએ તો સોમવારના રોજ વડોદરા શહેરનું તાપમાન એક ડિગ્રી જેટલું ગગળ્યું હતું. જેમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું.

    આ પણ વાંચો: અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો, આરોપીએ કોલેજીયન યુવતીને આવી રીતે ફસાવી

    શહેરમાં રવિવારની રાતથી ઠંડીની આંશિક તીવ્રતા વર્તાઈ રહી હતી. ગઈકાલે ભેજનું પ્રમાણ સવારે 84 ટકા અને સાંજે 43 ટકા નોંધાયું હતું. નોર્થ - વેસ્ટની દિશામાંથી 4 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. ઉલ્લેખનીય છે કે આજરોજ મંગળવારે પણ વડોદરા શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેને લઇને આખો દિવસ ઠંડીની સાથે વરસાદનો પણ લાભ શહેરીજનોને મળશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City, વડોદરા

    આગામી સમાચાર