Home /News /madhya-gujarat /

Coronavirus:શું તમને કોરોના થયા બાદ આ પ્રકારની મુશ્કેલી પડી રહી છે?

Coronavirus:શું તમને કોરોના થયા બાદ આ પ્રકારની મુશ્કેલી પડી રહી છે?

કોરોના

કોરોના બાદ હવે દર 100 દર્દી માંથી 7 થી 8 જેટલા દર્દીઓને આ રોગ થયેલો હોય છે. 

કોરોના બાદ ઘણા લોકોને હાડકા નબળા પડી જવા, હાડકાનો દુખાવો થવો, સાંધાનો દુખાવો જેવી મુશ્કેલીઓનો સામનો લોકો કરી રહ્યા છે. કોરોના બાદ ઘણા નવા નવા રોગો પણ ઉત્પ્ન્ન થયા છે. એમાં ખાસ કરીને જે યુવા વર્ગ છે એમને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. 

    વડોદરા: કોરોના બાદ ઘણા લોકોને હાડકા નબળા પડી જવા (Weaking of bones), હાડકાનો દુખાવો થવો (Bone pain), સાંધાનો દુખાવો (Joint pain) જેવી મુશ્કેલીઓનો સામનો લોકો કરી રહ્યા છે. કોરોના બાદ ઘણા (After corona) નવા નવા રોગો પણ ઉત્પ્ન્ન થયા છે. એમાં ખાસ કરીને જે યુવા વર્ગ છે એમને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. એમાં ખાસ કરીને થાપામાં દુખાવો થવો, જે બીમારીનું નામ એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ફિમોરલ હેડ છે. આ બીમારી હાલમાં વધી ગઈ છે.

    કોરોનાના દર્દીઓમાં એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ફિમોરલ હેડ બીમારીનુંપ્રમાણ વધ્યું
    કોરોના દરમિયાન જીવ બચાવવા માટે ઘણી બધી દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને સ્ટીરોઈડ ઘણા પ્રમાણમાં વાપરવામાં આવી છે. આ સ્ટીરોઈડના કારણે આ બીમારીનું પ્રમાણ વધ્યું છે. જો એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ફિમોરલ હેડ બીમારી થઈ હોય તો એમાં ખાસ કરીને થાપાનો દુઃખાવો થાય, ચાલવામાં મુશ્કેલી થાય, પલાઠી વાળવામાં મુશ્કેલી પડે, દૈનિક ક્રિયામાં અઘરું પડે, આ બધી વસ્તુઓ થતી હોય છે. પરંતુ આ બીમારીથી ડરવાની જરૂર નથી.

    એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ફિમોરલ હેડનું ડોકટરોએ ઘણું સંશોધન કર્યું છે. આ જે રોગ છે એને વધતો અટકાવી શકાય એવી દવાઓ પણ શોધી છે. અમુક ઓપરેશનથી પણ આ રોગને મટાડી શકાય છે. અને જો ખુબ મોટા પ્રમાણમાં રોગ વધી ગયો હોય તો સાંધો બદલીને બાકીનું જીવન આરામથી જીવી શકાય છે. 100 જેટલા સાંધાના દુખાવાના દર્દી હોય તો એમાંથી પહેલા 1 કે 2 જેટલા જ દર્દીઓને આ રોગ થતો હતો.

    પરંતુ કોરોના બાદ હવે દર 100 દર્દી માંથી 7 થી 8 જેટલા દર્દીઓને આ રોગ થયેલો હોય છે.આ તમામ માહિતી શહેરના ઓર્થોપેડિક સર્જન ડો. કલ્પિત બક્ષીએ આપેલ છે. તથા આ વિશેની જો વધુ વિગતવાર માહિતી જોઈતી હોય તો આ ડોકટરનો સંપર્ક કરી શકો છો અથવા તો એમના ક્લિનિક પર પણ મુલાકાત કરી શકો છો.

    એમનું સરનામું નીચે જણાવેલ છે: ઓર્થોપેડિક હોસ્પિટલ, સાઈનાથ ટાવર, ખરીવાવ, જી.પી.ઓ. રોડ, દાંડિયાબજાર. મોબાઈલ નંબર પરસંપર્ક: 9824011190 કરી અથવા તો આપેલ લિંક https://g.co/kgs/uWnGFM પરથી તમે માહિતી મેળવી શકો છો.
    Published by:ankit patel
    First published:

    Tags: Ccoronavirus, Gujarati news, Vadodara

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन