વડોદરા : પાર્ટી પ્લોટોમાં પાણી ભરાતા સ્વિમિંગ પુલમાં ગરબાનું આયોજન!

News18 Gujarati
Updated: October 1, 2019, 12:56 PM IST
વડોદરા : પાર્ટી પ્લોટોમાં પાણી ભરાતા સ્વિમિંગ પુલમાં ગરબાનું આયોજન!
સ્વિમિંગ પુલમાં ગરબાનું આયોજન

વડોદરામાં અનોખી રીતે ગરબાની ઉજવણી, મુશ્કેલીઓને અવસરમાં ફેરવતા ગુજરાતીઓએ સ્વિમિંગ પુલમાં ગરબાનું આયોજન કર્યું.

  • Share this:
ફરિદખાન, વડોદરા : વડોદરા શહેરમાં નવરાત્રી દરમિયાન અનોખો માહોલ જામ્યો છે. એક બાજુ ગરબા મેદાનોમાં વરસાદી પાણી ભરાવાને કારણે બીજા નોરતે પણ ગરબા પ્રેમીઓ અને થનગનાટ કરતા યુવાઓના મનમાં કકડાટ હતો. પરંતુ ગુજરાતીઓની ખાસિયત છે કે તેઓ મુશ્કેલીને પણ અવસરમાં ફેરવી દે છે.

પાણીને કારણે બંધ રહેલા ગરબાની વડોદરાની ગૃહિણીઓએ પાણીમાં જ ઉત્સાહથી ઉજવણી કરી હતી. વડોદરાની ગૃહણીઓએ સ્વિમિંગ પૂલમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું હતું. આ અનોખા નવરાત્રીના ગરબામાં ઉત્સાહથી ગરબા પ્રેમીઓએ ભાગ લીધો હતો.એક્વા ગરબાનું અનોખું આયોજન કરનારા ગીરા ચોકસીએ જણાવ્યું કે, નવરાત્રી મહોત્સવની દર વર્ષે ગરબા ખેલૈયાઓ ઉત્સુકતાથી રાહ જોતા હોય છે. આ વર્ષે વરસાદી માહોલમાં ગરબા રદ થવાથી ગરબા પ્રેમીઓ નિરાશ થયા છે. આ સમયે અમે ક્લબમાં સ્વિમિંગ પૂલમાં નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છીએ. ગરબાના આયોજનમાં મહિલાઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.નવરાત્રી મહોત્સવમાં વરસાદી પાણી વિઘ્ન બની રહ્યું છે ત્યારે વડોદરાની અલ્કાપુરી ક્લબમાં નવરાત્રીની ઉજવણી કરવાનો અનોખો વિચાર અમલમાં મૂકવામાં આવ્યો છે. ગરબા મેદાનમાં પાણી ભરાઈ જવાથી બીજા નોરતે ગરબા રદ થયા પરંતુ અહીં સ્વિમિંગ પૂલમાં ઉત્સાહથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગરબા પ્રેમી ખૈલેયાએ ન્યૂઝ18 સાથે વાતચીત કરતા જણાવ્યું કે, નવરાત્રી અને વડોદરાની ગૃહણીઓ ગરબા ન રમે એ કેમ ચાલે? અમને સ્વિમિંગ પૂલમાં ગરબા કરવાનો રસ્તો મળી ગયો છે. અમે પરંપરાગત ગરબાની પાણીની રમઝટ બોલાવી હતી.
First published: October 1, 2019
વધુ વાંચો
अगली ख़बर