વડોદરા: વડોદરાના યુથ કોંગ્રેસ દ્વારા રાક્ષસનું રૂપ ધારણ કરી પેપર લીક કૌભાંડ મામલે અસિત વોરા સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક કૌભાંડથી કેટલાય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલાયું છે.
પરીક્ષા ફી, ટ્યુશન ફી, હોસ્ટેલના ખર્ચા, વગેરે તથા ઉજાગરા કરી પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તંત્રના પાપે ભોગ બન્યા છે. તથા વડોદરાના યુથ કોંગ્રેસના ઉમંગ સોલંકીએ રાક્ષસનું રૂપ ધારણ કરી સાથે યુથ કોંગ્રેસના યુવાનો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા સત્તા દરમિયાન અગાઉ લોક રક્ષકની પરીક્ષા તથા હેડ ક્લાર્કની પરીક્ષાના પેપરલીક મામલે પોલીસ તપાસ તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ કરવા વડોદરા જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર