Home /News /madhya-gujarat /

ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ પે તથા અન્ય સુવિધાઓનો લાભ આપવા બાબતનું આવેદન

ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ પે તથા અન્ય સુવિધાઓનો લાભ આપવા બાબતનું આવેદન

વિરોધના

વિરોધના સૂર

ગુજરાત રાજ્યનાં પોલીસ કર્મચારીઓનાં જાહેર હિતમાં આ આવેદન પત્ર દ્વારા કલેક્ટરને રજૂઆત કરવાની ફરજ પડી. જેમાં ગુજરાત પોલીસના કર્મચારીઓને નીચે મુજબની સેવાઓ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે.

     વડોદરાઃ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજ રોજ કલેકટર કચેરી ખાતે ગુજરાતનાં વિવિધ કર્મચારી યુનિયનની રજુઆતને ધ્યાને લઈને જે તે કર્મચારીઓના ગ્રેડ પે અને ભથ્થામાં સુધારો કરવાની બાબતમાં કલેકટરને આવેદન આપ્યું હતું. ગુજરાત રાજ્યનાં પોલીસ કર્મચારીઓનાં જાહેર હિતમાં આ આવેદન પત્ર દ્વારા કલેક્ટરને રજૂઆત કરવાની ફરજ પડી. જેમાં ગુજરાત પોલીસના કર્મચારીઓને નીચે મુજબની સેવાઓ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે.

    1. ગુજરાત રાજ્યનાં એસ.એસ.આઈ. હેડ કોસ્ટેબલ, કોસ્ટેબલ ગ્રેડ પે ખુબ જ ઓછા છે જેનાં બદલે 4200, 3600, 2800 ગ્રેડ - પે કરવામાં આવે ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓને મળતા વર્ષો જુનાં ભથ્થામાં તાત્કાલિક વધારો કરવામાં આવે.

    2. અલગ અલગ રાજ્યોમાં આપવામાં આવતો ગ્રેડ - પે મહારાષ્ટ્ર 4200, હરિયાણા 4200, પંજાબ 4600, છત્તીશગઢ 4200 ગુજરાતનાં પોલીસ જવાનોને અન્યાય કેમ...

    3. ગુજરાત પોલીસનાં તમામ કર્મચારીઓનાં ફરજની સમય મર્યાદા નકક્કી કરવામાં આવે અને 8 કલાકથી વધારે નોકરીમાં માનવ અધિકાર મુજબ યોગ્ય વળતર આપવામાં આવે.

    4. હાલ ગુજરાતનાં તમામ વિભાગોમાં થતા શોષણ સામે લડવા વિવિધ યુનિયનો બનાવવામાં આવેલ છે જેમાં ગુજરાત પોલીસને પણ યુનિયન બનાવવાનો મૂળભૂત અધિકાર સત્વરે આપવામાં આવે.

    2. APMC બરોડામાં ચાલતા કયીત ભ્રષ્ટાચાર અંગે ધ્યાન દોરવા આવેદન આપી રજૂઆત કરી હતી...

    APMC બરોડામાં ચાલતા કયીત ભ્રષ્ટાચાર સંદર્ભે આક્ષેપો સાથે ચાપડ વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી લિમિટેડના હોદ્દેદારો તથા સભાસદો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આક્ષેપોમાં જણાવ્યું હતું કે, APMC વડોદરામાં હોદ્દેદારો દ્વારા સન 2003 થી 2015 સુધીમાં વિવિધ પ્રકારની નાણાંકીય ઉચાપટ તથા ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ. તે અંગે સરકારનું ધ્યાન જે તે સમયે દોરવામાં આવેલ. તે સમયે કાર્યવાહી કરવામાં આવેલ. પરંતુ હોદ્દેદારો વિરુદ્ધ કોઈ રકમની વસુલાત આજ દિન સુધી કરવામાં આવેલ નથી.

    2014 થી 2021 સુધીના ભ્રષ્ટાચારના પણ આક્ષેપો કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. માંગણીઓ નહીં સ્વીકારાય અને યોગ્ય કાર્યવાહી નહિ થાય તો આમરણાંત ઉપવાસની અરજદારો દ્વારા ચીમકી આપવામાં આવી.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati News News, Vadodara news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन