Home /News /madhya-gujarat /

ગુજરાતના પ્રખ્યાત ગરબાને યુનેસ્કોનું હેરિટેજ ટૅગ અપાવવાની કવાયત શરૂ કરાઇ

ગુજરાતના પ્રખ્યાત ગરબાને યુનેસ્કોનું હેરિટેજ ટૅગ અપાવવાની કવાયત શરૂ કરાઇ

આ

આ સમાચાર પર ગરબા આયોજક અને કલાકારના શુ છે અભિપ્રાય જાણો....

કેન્દ્રીય મંત્રાલયના અધિકારીઓ આ ડોઝિયર સંર્દભે વિગતો મેળવવા તેમજ ગુજરાતના ગરબાનો ઇતિહાસ જાણવા ગત સપ્તાહમાં ગરબાની રાજધાની વડોદરા આવ્યા હતા. જે દરમિયાન તેમને યુનિ.ની ટીમ પાસેથી ગરબા અને તેના ઇતિહાસને લગતી માહિતી મેળવી હતી.

  વડોદરા: ગુજરાતના (Gujarat) પ્રખ્યાત ગરબાને યુનેસ્કોનું હેરિટેજ (Unesco Heritage) ટેગ અપાવવાની કવાયત શરૂ કરાઇ છે. યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ , સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન ( યુનેસ્કો ) ની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા ( આઈસીએચ ) ની પ્રતિનિધિ યાદીમાં નવ દિવસના પરંપરાગત લોકગીતોનો સમાવેશ કરવાની તૈયારીઓ શરૂ કરાઇ છે. જેની માટે ડોઝિયર તૈયાર કરવાની જવાબદારી એમ. એસ. યુનિવર્સિટીને (M.S. University) સોંપાઇ છે. જે કામ MSU ની પરર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી દ્વારા કરાઇ રહ્યું છે. માર્ચના અંત સુધીમાં ડોઝિયર તૈયાર કરી કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયને સુપરત કરાયા બાદ તે યુનેસ્કોને સુપરત કરાશે.

  કેન્દ્રીય મંત્રાલયના અધિકારીઓ આ ડોઝિયર સંર્દભે વિગતો મેળવવા તેમજ ગુજરાતના ગરબાનો ઇતિહાસ જાણવા ગત સપ્તાહમાં ગરબાની રાજધાની વડોદરા આવ્યા હતા. જે દરમિયાન તેમને યુનિ.ની ટીમ પાસેથી ગરબા અને તેના ઇતિહાસને લગતી માહિતી મેળવી હતી. હાલમાં હેરિટેજ ટેગ મેળવવા માટે ગુજરાતના ગરબાના નામાંકન માટેની કવાયતના ભાગરૂપે રાજ્યભરમાંથી તમામ હોદ્દેદારો પાસેથી સંમતિ પત્રો એકત્રિત કરાઇ રહ્યા છે. જો ગરબાને હેરિટેજ ટેગ મળે તો નવરાત્રિ દરમિયાન રંગબેરંગી ચણીયા ચોલી, ઘાઘરા અને કેડિયામાં લાખો ભાવકો જેમાં ઢોલ, સંગીત અને લોકગીતોની ધૂન સાથે ઝૂમી ઉઠે છે, તે રંગીન ઉત્સવ ગુજરાતનો પ્રથમ અમૂર્ત સંસ્કૃતિ વારસો બની જશે.

  આ પણ વાંચો: ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાનું નિધન, ચેન્નાઇમાં ચાલતી હતી કોરોનાની સારવાર

  ઉલ્લેખનીય છે કે, 15 ડિસેમ્બર, 2021ના રોજ, યુનેસ્કોએ કોલકાતાના દુર્ગા પૂજા ઉત્સવોને મૃત સાંસ્કૃતિક વારસાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જે માન્યતા પ્રાપ્ત કરનાર એશિયાનો પ્રથમ તહેવાર છે. વડોદરાના ગરબા વિશ્વવિખ્યાત છે. કલાનગરીના સ્ટેટસ સિમ્બોલ ગણાતા ગરબા માણવા દેશ - વિદેશથી પણ ચાહકો ઉમટતા હોય છે. ગરબા મેદાનોમાં માનવ મહેરામણનો મેઘધનુષી સમુદ્ર ઘુઘવતો હોય. વડોદરાના ગરબા લોંગેસ્ટ એન્ડ બિગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ તરીકે વિશ્વભરમાં પ્રચલિત થયા છે.

  આ પણ વાંચો: સુરતઃ આમ આદમી પાર્ટી માટે ખુશીના સમાચાર, કોર્પોરેટરની ઘર વાપસી

  ગુજરાતના પ્રખ્યાત ગરબાને યુનેસ્કોનું હેરિટેજ ટૅગ અપાવવાની કવાયતના સમાચાર સાંભળીને વડોદરા શહેરના ગરબા આયોજકો અને ગરબાના કલાકારો ખૂબ જ આનંદિત થયા છે. જેમણે અહીં પોતાના વિચારો અને લાગણીઓ વ્યક્ત કરી છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Vadodara, વડોદરા શહેર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन