વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખપદની ચૂંટણી, કોંગ્રેસની અગ્નિ પરીક્ષા

News18 Gujarati
Updated: October 3, 2019, 4:15 PM IST
વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખપદની ચૂંટણી, કોંગ્રેસની અગ્નિ પરીક્ષા
વડોદરા જિલ્લા પંચાયત ભવનની તસવીર

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લઈને જિલ્લા પંચાયતના પ્રમુખની સીટ માટેની ચૂંટણી આવતીકાલ તારીખ 4/10/2019ના રોજ યોજાનાર છે.

  • Share this:
ફરિદ ખાન, વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની (vadodara jilla panchayat)પ્રમુખ માટેની ચૂંટણી (election) માટેનો તકતો ગોઠવાઈ ગયો છે. કોંગ્રેસના (congress) સત્તાવાર (candidate)ઉમેદવાર સામે કોંગ્રેસના જ મહિલા સભ્યે બળવો કરતા આવતી કાલે જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણી યોજાશે. આજે કોંગ્રેસ અને બળવાખોર સભ્યે દ્વારા ઉમેદવારના ફોર્મ ભરવામાં આવ્યા હતા.

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લઈને જિલ્લા પંચાયતના પ્રમુખની સીટ માટેની ચૂંટણી આવતીકાલ તારીખ 4/10/2019ના રોજ યોજાનાર છે. અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ પન્નાબેન ભટ્ટ સામે અવિશ્વાસની દરખાસ્ત સાથે શાસક કોંગ્રેસ ૧૧ સભ્યોએ બળવો કરતા કોંગ્રેસ મોવડી મંડળે પન્નાબેન ભટ્ટને રાજીનામુ આપવાની ફરજ પડી હતી.

કોંગ્રેસ દ્વારા સમગ્ર નાટકીય ઘટનાક્રમ બાદ કોંગ્રેસના નીલાબેન ઉપાધ્યાયને મેન્ડેટ આપતા ફરી કોંગ્રેસમાં ભડકો થયો છે. કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોર ઇલાબેન ચૌહાણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. અને કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપે(BJP) કોંગ્રેસના બળવાખોર ઈલાબેન ચૌહાણને બહારથી ટેકો આપ્યો છે.

કોંગ્રેસના ઉમેદવાર ઈલાબેને ન્યૂઝ18 ગુજરાતી(News18 gujarati) સાથે વાતચીત કરતા જણાવ્યું કે મારી સાથે કોંગ્રેસના બીજા સભ્યો પણ છે. મારો બળવો સાચો ઠરશે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખની મહિલા સીટ કોંગ્રેસની જ બે મહિલા આજે ઉમેદવારી ફોર્મ ભરતા કોંગ્રેસની હાલત એક સાંધે અને તેર તૂટે જેવી હાલત થઇ છે.

આ પણ વાંચોઃ-વડોદરામાં ભારે વરસાદના કારણે ગરબા મેદાનો પર પાણી ભરાયા, બીજા નોરતે ગરબા રદ

કોંગ્રેસ તરફથી મહિલા ઉમેદવારોનાં નામ નક્કી કરીને આજે ફોર્મ ભરવામાં આવ્યા હતા. ત્યારે આવતીકાલે જિલ્લા પંચાયતના પ્રમુખ માટેની ચૂંટણી સામાન્ય સભા બોલાવી યોજાશે. જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ જણાવ્યું કે આવતીકાલે શાંતિ પૂર્ણ ચૂંટણી યોજાઈ તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બપોરે ૧૨ કલાકે જિલ્લા પંચાયતની ખાસ સભા બોલાવવામાં આવી છે.ભાજપ સમગ્ર ઘટના ક્રમનો રાજકીય લાભ લઇ હાલ તો કોંગ્રેસના બાળવાખોર ઉમેદવારને ટેકો આપ્યો છે. જિલ્લા પંચાયતમાં કૂલ ૩૬ સભ્યો છે. ભાજપના ૧૪ સભ્યો છે. કોંગ્રેસના ૨૨ સભ્યો છે. હવેએ જોવાનું રહ્યું કે કોંગ્રેસ તેના ૨૨ સભ્યોને અકબંધ રાખી વડોદરા જિલ્લા પંચાયતમાં સત્તા જાળવી રાખે છે કે ગુમાવે છે તેના પર સૌની મીટ છે.
First published: October 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading