Home /News /madhya-gujarat /

વડોદરા: સ્વયમ ભૂ જમીનમાંથી પ્રગટ થયા છે નવનાથ મહાદેવ, શહેરનું કરે છે રક્ષણ

વડોદરા: સ્વયમ ભૂ જમીનમાંથી પ્રગટ થયા છે નવનાથ મહાદેવ, શહેરનું કરે છે રક્ષણ

શહેરના

શહેરના આ નવ મહાદેવ સ્વયંભૂ જમીનમાંથી પ્રગટ થયેલ છે 

વડોદરા શહેરમાં વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલ અંતર્ગત નવનાથ મહાદેવની યાત્રાનું સંજય સોની દ્વારા આયોજન કરવામાં આવેલ. 

    વડોદરા:  શહેરમાં વડોદરા (Vadodara) પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલ (Peoples Heritage Festival) અંતર્ગત નવનાથ મહાદેવની યાત્રાનું સંજય સોની દ્વારા આયોજન કરવામાં આવેલ. જેમાં શહેરના નવ મોટા મહાદેવના મંદિરને આવરી લેવામાં આવ્યા હતા. આ પ્રકારની યાત્રાનું એક જ મુખ્ય ઉદ્દેશ્ય હતો કે, શહેરના લોકો નવનાથ મહાદેવ મંદિર તથા શહેરના વારસા વિશે જાણી અને સમજી શકે તથા આવનારા સમયમાં તેનું જતન પણ કરે.

    આ પણ વાંચો: અમદાવાદની ASTRAL કંપની પર આવકવેરાના દરોડા, બેનામી મિલકતોની આશંકા

    તદુપરાંત આ જે શહેરના નવનાથ મહાદેવ છે તેમની ખાસિયત એ છે કે, આ નવે-નવ મહાદેવ સ્વયંભૂ જમીનમાંથી પ્રગટ થયેલ છે અને તે જ સ્થળે તેમની સ્થાપના વિધિ કરીને મંદિર બનાવવામાં આવેલ. આ નવનાથ મહાદેવ શહેરની ચારે દિશાઓમાં ફરતે આવેલ છે. જે વડોદરા શહેરનું રક્ષણ કરે છે. આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવનાથ મહાદેવ પાસેથી શહેરની વિશ્વામિત્રી નદી પસાર થાય છે. તો પર્યાવરણને જાળવવું, નદીના તટને સ્વચ્છ રાખવો, વડોદરા શહેરની ઓળખ એવા મગરનું રક્ષણ કરવું, આ તમામ બાબતોની જાગૃતિ પણ આપવામાં આવી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City, Vadodara City News, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन