તાજેતરમાં લોસ એન્જલસ ખાતે યોજાયેલ "બેસ્ટ ઓફ ઇન્ડિયા" શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં "હાઈવે નાઈટ"ને ગ્રાન્ડ જ્યૂરી પ્રાઈઝ સાથે વિજેતા ઘોષિત કરવામાં આવી. સાથે 2023ના ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થયેલ છે.
લગભગ 2500 ફિલ્મોની એન્ટ્રી વચ્ચે પહેલા ટોપ 15 ફિલ્મની પસંદગી થઇ હતી. તેમાં પસંદગી થયા પછી ફરી ટોપ 5માં ફિલ્મની એન્ટ્રી મળી. ત્યાર પછી જ્યૂરી મેમ્બરને તેમના મત મુજબ હાઈવે નાઈટને વિજેતા ઘોષિત કરવામાં વધુ તકલીફ પડી ન હતી. ફિલ્મના વિષય અને માવજત ઉપરાંત કલાકારોના ઉત્કૃષ્ટ અભિનય ને જોતાં તેઓએ હાઇવે નાઈટ્સને અને વિજેતા ઘોષિત કરી.
સમાજની દૂષિત માનસિકતા તેમજ શિક્ષણના અભાવને કારણે ઉદભવતી પરિસ્થિતિઓથી મજબુર હાઇવે પર દેહવ્યાપાર કરતી બાળાની તેમજ એક ટ્રક ડ્રાઈવરથી સર્જાયેલા આ સ્ટોરી અત્યંત ભાવુક સંદેશ આપે છે, સમાજને શીખ આપે છે અને વરવી વાસ્તવિકતા વર્ણવે છે. દર્શકોના અંતઃ મનને ઝંઝોળતી આ ફિલ્મમાં ડ્રાઇવર તરીકે પ્રખ્યાત બોલિવૂડ ડાયરેક્ટર પ્રકાશ ઝા અને સેક્સ વર્કરના રોલમાં વડોદરાની તેજસ્વી યુવા અભિનેત્રી માઝેલ વ્યાસે ખૂબ જ કુદરતી અને ઉત્કૃષ્ટ અભિનયનું પ્રદર્શન કર્યું છે અને બંને કલાકારોએ તેમની શ્રેષ્ઠ ભૂમિકા ભજવી છે.
હવે આ ફિલ્મને લોસ એન્જલસ ખાતે આવેલા હોલિવૂડના થિયેટરોમાં પ્રદર્શિત કરવામાં આવશે અને 2023ના ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેશનનો કાર્યક્રમ યોજાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર