Home /News /madhya-gujarat /

VADODARA: આજવા ડેમામાંથી પાણી છોડાતા વાઘોડિયા, ડભોઈ અને કાંઠા વિસ્તારના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા

VADODARA: આજવા ડેમામાંથી પાણી છોડાતા વાઘોડિયા, ડભોઈ અને કાંઠા વિસ્તારના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા

આજવા સરોવર ખાતે સપાટી વધીને 211.30 થઈ...

ઉપરવાસમાં સતત વરસાદ થતા આજવા ડેમાં સતત પાણીની આવક. આગામી  તારીખ 15 મી આગષ્ટ સુધી 211 ફૂટની સપાટી જાળવવાના હેતુંથી ડેમના  62 દરવાજ ખોલાયા

    નિધિ દવે, વડોદરા: રાજ્યમાં ઠેર ઠેર વરસાદ(rain)વરસી રહ્યો છે.રાજ્યમાં સતત વરસાદ પડવાના કારણે અનેક જિલ્લાઓમાં પુરની સ્થિતિ(Flood situation )સર્જાઈ છે.ત્યારે વડોદરા જિલ્લામાં પણ ગઈ કાલ રાતથી સતત વરસાદ પડવાના કારણે જિલ્લામાં આવેલ આજવા ડેમાં( aajva dam) પાણીની સતત આવક થઈ રહી છે.છેલ્લા 12 કલાકથી જિલ્લામાં વરસાદ થતા ડેમાં 7592 ક્યુસેક પાણીની આવક થતા આજવા ડેમની સપાટી( surface of the dam) માં વધારો થયો છે. તંત્ર દ્વારાઆજવા ડેમની 211 ફૂટ સપાટી જાળવવાની છે.

    આજવા ડેમાં પાણીની સતત આવક થતા ડેમના 62 દરવાજા ખાલાયા.



    જિલ્લામાં ઉપરવાસમાં વરસાદને લઈને મધ્ય રાત્રી (Mid Night) પછી દેવ ડેમની(Dev Dam) સપાટી 87.85 મીટર થી વધીને 87.91 મીટર થતાં રૂલ લેવલ જાળવવા ગેટ નં. 3/4/5/6 ને 0.45 મીટર જેટલા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને અનુલક્ષીને વાઘોડિયા (Waghodiya), ડભોઇ (Dabhoi) અને વડોદરા (Vadodara) ના આસપાસના ગામોને અસર થતા તાલુકાઓનેતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચો- અમેરિકામાં ઢોંસાનું બદલાયું નામ, ભારત કરતા ત્રણ ગણી કિંમતે વેચાય છે ઢોંસા

    આજવા જળાશયમાં તા.15 મી ઓગષ્ટ સુધી 211 ફૂટની સપાટી જાળવવાની છે.



    ડેમમાંથી પાણી છોડાતા આસપાસના કાંઠા વિસ્તારોના ગામમા રહેતા લોકોને તંત્ર દ્વારા સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે.પુરના કારણે પ્રભાવિત થતા લોકોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે.સાથે સાથેકાંઠા વિસ્તારથી અંતર જાળવવા અને જરૂર જણાયે તો સલામત સ્થળે ખસી જવા પણ જણાવવામાં આવ્યું છે.ડેમમાં 7592 ક્યુસેક પાણીની આવક થતાઆજવાની સપાટી વધીને 211.30 ફૂટ થઈ હતી.જેને આગામી તારીખ 15 મી આગષ્ટ સુધી 211 ફૂટની સપાટી જાળવવાના હેતુંથી ડેમના 62 દરવાજ તંત્ર દ્વારા ખોલવામાં આવ્યા છે.

    આ પણ વાંચો- માત્ર 3.5 ઈંચ વરસાદ પડતા વડોદરાના રોડ રસ્તા બેટમાં ફેરવાયા

    જિલ્લામાં સારો વરસદા થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.



    જિલ્લામાં મોડી રાતથીજ વરસાદ થતા શહેરમાં ઠંડક પ્રસરી છે.સતત વરસાદ પડવાના કારણે તાપમાનમાં પણ ધટાડો નોંધાયો છે.શહેરનું લઘુતમ તાપમાન 27 ડિગ્રી તથા મહતમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું છે.ભેજનું પ્રમાણ 89% તથા હવાની ગતિ 14 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ હતી.આવતીકાલ બુધવારે શહેરમાં લઘુતમ તાપમાન 26 ડિગ્રી તથા મહતમ તાપમાન 32 ડિગ્રી નોંધાઈ શકે છે. જેમાં ભેજનું પ્રમાણ 85% તથા હવાની ગતિ 16 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના રહેલી છે.આજે અને આવતી કાલે શહેરમાંં વરસાદ પડવાની સંભાવના 60 ટકા રહેલી છે.સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યોછે.
    First published:

    Tags: Gujarat monsoon 2022, Vadodara, વડોદરા સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन