Home /News /madhya-gujarat /

Vadodara: અકોટા સોલાર બ્રિજે વડોદરા મનપાને નવ માસમાં 50 લાખની વીજળી આપી

Vadodara: અકોટા સોલાર બ્રિજે વડોદરા મનપાને નવ માસમાં 50 લાખની વીજળી આપી

ગુજરાતના

ગુજરાતના સર્વ પ્રથમ રૂફટોપ સોલાર બ્રિજમાં બેસાડાયેલી..

સમગ્ર ગુજરાતમાં સર્વ પ્રથમ વડોદરા શહેરમાં ઓવર બ્રિજ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અકોટા-દાંડિયા બજાર પૂલ ઉપર કાર્યરત થવાના નવ માસમાં જ રૂ. 50 લાખની સ્વચ્છ વીજળીનું ઉત્પાદન થયું છે. 

  વડોદરા: સમગ્ર ગુજરાતમાં (Gujarat) સર્વ પ્રથમ વડોદરા શહેરમાં (Vadodara city) ઓવર બ્રિજ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ (Solar Power Plant) અકોટા-દાંડિયા બજાર પૂલ ઉપર કાર્યરત થવાના નવ માસમાં જ રૂ. 50 લાખની સ્વચ્છ વીજળીનું ઉત્પાદન થયું છે. સ્ટ્રક્ચર ડિઝાઇન અને લાઇટિંગના કારણે આકર્ષક લાગતા અકોટા બ્રિજ ઉપર બેસાડવામાં આવેલી સોલાર પેનલમાંથી આ નવ માસ દરમિયાન કૂલ 7,92,000 યુનિટ ઊર્જા સૂરજ દાદા આપી રહ્યા છે.

  ગત્ત મે માસથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કરવામાં આવેલા આ યુનિક પ્રોજેક્ટ માટે 252 મિટરની લંબાઇ અને 40 મિટરની પહોળાઇ અને 15.33 મિટરની ઉંચાઇ સાથે 11200 ચોરસ ફૂટ વિસ્તારનું સિવિલ કામ કૂલ રૂ. 23.25 કરોડના ખર્ચથી કરવામાં આવ્યું છે. રાત્રીના સમયે આ બ્રિજ ઝળહળે એ માટે રૂફટોપ સોલાર નીચે ડેકોરેટિવ કલર લાઇટિંગ કરવામાં આવ્યું છે.

  અકોટા બ્રિજની ઉપર 325 વોટ પાવરની કૂલ 3024 સોલાર પેનલ મૂકવામાં આવી છે. તેની સાથે 70 કિલો વોટના 14 સોલાર ઇન્વર્ટર્સ અને હજાર કિલો વોટ એમ્પેરની ક્ષમતાનું એક પાવર ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે. સોલાર પેનલ બ્લ્યુ વેફર નામના મટિરિયલ્સની છે. જે એલ્યુમિનિયમ અને કોપરની બનેલી હોય છે. સૂર્યપ્રકાશના રેડિએશનથી બ્લ્યુ વેફર ન્યુટ્રોન પ્રવાહમાં લાવે છે અને વીજળી ઉત્પાદિત કરે છે.તમામ પેનલોને વાયવ્ય દિશામાં 12 થી 18 ડિગ્રી કાટખૂણે બેસાડવામાં આવી છે. જેથી સૂર્યપ્રકાશ દિનભર મળતો રહે. આ બાબતોને જોતા આ રૂફટોપ સોલાર પ્રોજેક્ટથી પ્રતિદિન 3940 યુનિટ અને વાર્ષિક 14 લાખ વીજ યુનિટ ઉત્પાદન થઇ શકે છે.

  આ પણ વાંચો: Surat Crime News: વરલી મટકાના જુગાર ધામ પર દરોડા, 19 શકુની ઝડપાયા

  મજાની વાત એ છે કે ગુજરાતની ભૌગોલિક સ્થિતને જોતા સામાન્ય સંજોગોમાં સવારના 7.30 વાગ્યાથી સાંજના 5.45 વાગ્યા સુધી સોલાર પેનલ થકી સૌરઊર્જાનું ઉત્પાદન થઇ શકે છે. તેમાંય બપોરના 11.30 વાગ્યાથી 3.30 વાગ્યા સુધીના ચાર કલાક દરમિયાન મહત્તમ સૌરઊર્જા મળે છે. મતબલ કે આ ચાર કલાક તેના પીકઅવર્સ છે. આ પેનલો ઉપર ધૂળ જામી જતી હોય છે. એટલે એક પખવાડિયા દરમિયાન વારાફરતી તમામ પેનલો સાફ થઇ જાય એ રીતે સફાઇ કરવામાં આવે છે. સૂર્યપ્રકાશ ના હોય ત્યારે પ્રતિદિન 50 થી 60 પેનલની સફાઇ કરવામાં આવે છે. તેને ડસ્ટરથી જ સાફ કરવામાં આવે છે.

  મે-2021 થી જાન્યુઆર-2022 સુધીમાં માસવાર ઉત્પાદિત સૌરઊર્જાના યુનિટ અનુક્રમે જોઇએ તો ગત મે માસમાં 29910, જુનમાં 124920, જુલાઇમાં 109680, ઓગસ્ટમાં 82020, સપ્ટેમ્બરમાં 22620, ઓક્ટોબરમાં 122175, નવેમ્બરમાં 105315, ડિસેમ્બરમાં 88950 અને જાન્યુઆરીમાં 106410 યુનિટ સૌરઊર્જાનું ઉત્પાદન થયું છે. આ નવ માસમાં કૂલ 792000 યુનિટ સ્વચ્છ વીજ ઉત્પાદન થયું.

  આ પણ વાંચો: સવજી ધોળકિયાને તેમના પરિવારે આપ્યું હેલિકોપ્ટર: લોકો ઇમરજન્સીમાં કરી શકશે ઉપયોગ

  ટ્રાન્સફોર્મરને શરૂ રાખવા માટે રાત્રે પણ વીજળીની જરૂર પડે છે. જે પ્રતિમાસ 700 થી 900 યુનિટ વાપરે છે. એટલે તે બાદ કરતા નવ માસમાં કૂલ 785100 યુનિટ સૌરઊર્જા મળી છે. આ યુનિટને મધ્ય ગુજરાત વીજ કંપનીના ભાવ રૂ. 6.7 લેખે ગણવામાં આવે તો રૂ.46,33,550 નો સીધો ફાયદો નવ માસમાં થયો છે. ટ્રાન્સફોર્મર ચાલુ રાખવા માટે રાત્રીના વપરાયેલા યુનિટ સાથે ગણવામાં આવે તો કૂલ રૂ.50 લાખથી પણ વધુની વીજળીનું ઉત્પાદન થયું છે.

  મધ્ય ગુજરાત વીજ કંપની આ સૌરઊર્જા લઇ વડોદરા મહાનગરપાલિકાને ત્રણ સ્થળે એચટી વીજળી મજરે આપે છે. તેમાં કૂલ ઉત્પાદિત સૌરઊર્જાના 12.18 ટકા ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગને, 54.95 ટકા રાજીવનગર સુએજ પ્લાન્ટ અને 32.87 ટકા અટલાદરા સુએઝ પ્લાન્ટ વીજળી આપવામાં આવે છે. આ ત્રણેય સ્થળને આ નવ માસ દરમિયાન સુધીમાં આપવામાં આવેલી સૌરઊર્જાના કૂલ યુનિટ અનુક્રમે જોઇએ તો 86063, 388271 અને 232256 છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઝીરો કાર્બન ઉત્સર્જન અને સ્વચ્છ વીજળીની સંકલ્પનાને સાકાર કરતા અકોટા-દાંડિયા બજાર બ્રિજ રૂફટોપ સોલાર પાવર પ્રોજેક્ટમાં ‘આમ કે આમ ઔર ગુટલી ઓ કે ભી દામ’ કહેવત જેવો આ ફાયદો છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Vadodara, વડોદરા શહેર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन