પશુ સાથેની મિત્રતા અને અત્યાચારને દર્શાવે છે આ ચિત્રો
સમાજમાં પશુઓ સાથે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે, એ અરીસો પોતાના ચિત્ર થકી દર્શાવવા માંગે છે. તેથી "ધ મિરર" શીર્ષક હેઠળ આકાશ માલીએ પોતાના 32 ચિત્રોનું પ્રદર્શન શહેરના જેતલપુર વિસ્તાર સ્થિત પી. એન. ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી ખાતે આયોજિત કર્યું છે.
Nidhi Dave, Vadodara: વડોદરા શહેર કલાનગરી તરીકે ઓળખાય છે. જેમાં કલાકારો પોતાની કલાના માધ્યમ દ્વારા લોકો સુધી સામાજિક સંદેશો પહોંચાડતા હોય છે. જેનાથી શહેરીજનો જાગૃત થાય અને એ સમસ્યાનું નિવારણ આવે. એવી જ રીતે આર્ટિસ્ટ આકાશ માલીએ ચિત્રો દોરીને પશુ પર થતા અત્યાચારની એક સીરીઝ બનાવી છે તથા સાથે સાથે પશુ સાથેની મિત્રતાને પણ દર્શાવી છે.
આપણા સમાજમાં પશુઓ સાથે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે, એ અરીસો પોતાના ચિત્ર થકી દર્શાવવા માંગે છે. તેથી "ધ મિરર" શીર્ષક હેઠળ આકાશ માલીએ પોતાના 32 ચિત્રોનું પ્રદર્શન કર્યું છે.
શહેરના જેતલપુર વિસ્તાર સ્થિત પી. એન. ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી ખાતે આયોજિત કર્યું છે. જેને શહેરીજનો સવારના 11 કલાકથી સાંજના 6 કલાક દરમિયાન નિહાળી શકે છે.
આકાશ માલીએ વર્ષ 2021માં જ અમદાવાદની સેપ્ટ યુનિવર્સીટીથી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પૂર્ણ કર્યું છે. આકાશ માલીનું આ પ્રથમ સોલો પ્રદર્શન છે.
અને જે સિરીઝ પ્રદર્શનમાં દર્શાવવામાં આવી છે એનું નામ "ધ શિકાર" રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ગ્રીસના એપેન્સમાં 2 પ્રદર્શન, 1 ગોવામાં અને 1 અમદાવાદમાં ગ્રૂપ શો કરેલા છે.
આ સિવાય આકાશ માલીએ ઘણી બધી સિરીઝ પર કામ કર્યું છે જેમ કે, વન થાઉસન્ડ એન્ડ વન નાઈટ, બર્ડ્સ હોમ સિરીઝ, ટેલ ઓફ ટોયઝ, ફેન્ટસી લેન્ડસ્કેપ સિરીઝ.