Home /News /madhya-gujarat /Independence Day 2021: હરેન્દ્રસિંહ દાયમાએ ૪૬ વર્ષમાં સવા ત્રણ લાખ લોકોને રાષ્ટ્રવંદનાની તાલીમ આપી

Independence Day 2021: હરેન્દ્રસિંહ દાયમાએ ૪૬ વર્ષમાં સવા ત્રણ લાખ લોકોને રાષ્ટ્રવંદનાની તાલીમ આપી

X
આઝાદી

આઝાદી કા અમૃત પર્વ: હરેન્દ્રસિંહ દાયમાએ ૪૬ વર્ષમાં સવા ત્રણ લાખથી વધુ લોકોને, સંસ્થાઓને રાષ્ટ્રવંદનાની તાલીમ આપી

સરદાર ભવન ટ્રસ્ટના નિયામક હરેન્દ્રસિંહ દાયમા છેલ્લા સાડા ચાર દશક કરતાં વધુ સમયથી રાષ્ટ્રધ્વજની વંદના અને ક્ષતિવગર સચોટ રાષ્ટ્રગીત ગાવાની તાલીમ આપીને અનોખી દેશ સેવા કરી રહ્યાં

    વડોદરા : એન.જી.ઓ ના ઉપક્રમે આજે ૨૨ બાળકોએ આ રાષ્ટ્રવંદના તાલીમ લીધી. દેશ આઝાદી કા અમૃત પર્વ મનાવી રહ્યો છે. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત એ ભારત હોય કે અન્ય કોઈપણ દેશ હોય, તમામ માટે રાષ્ટ્રમાતાના ખુબ આદરણીય અને વિદ્યમાન પ્રતીકો છે.તેમનું સન્માન જાળવવું એ દેશનું સન્માન જાળવવાનું જ કામ છે.

    વડોદરામાં જયુબિલી બાગ પાછળ આવેલા અને દાયકાઓથી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહેલા સરદાર ભવન ટ્રસ્ટના નિયામક હરેન્દ્રસિંહ દાયમા છેલ્લા સાડા ચાર દશક કરતાં વધુ સમયથી રાષ્ટ્રધ્વજની વંદના અને ક્ષતિવગર સચોટ રાષ્ટ્રગીત ગાવાની તાલીમ આપીને અનોખી દેશ સેવા કરી રહ્યાં છે.

    તેઓ ખાસ કરીને ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વો પહેલા આ તાલીમનું આયોજન કરે છે.અને આનંદ ની વાત એ છે કે, તેમણે આજે યોજેલા તાલીમ સત્રમાં ગોત્રીની એક સેવા સંસ્થાના ઉપક્રમે ૨૨ દીકરીઓ સહિત વિવિધ ક્ષેત્રોના લોકોએ રાષ્ટ્રનું આદર જાળવવાના ધ્યેય સાથે આ તાલીમ લીધી હતી.

    હરેન્દ્રસિંહ દાયમાએ ૪૬ વર્ષમાં તેમણે સવા ત્રણ લાખથી વધુ લોકોને, સંસ્થાઓને આ તાલીમ આપીને ખૂબ ઉમદા દેશ સેવાનું કામ કર્યું છે. આમ જુવો તો રાષ્ટ્રવાદી પેઢીના ઘડતરમાં આ પાયાનું કામ ગણાય કારણકે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત એ દેશનું સન્માન અને સ્વમાન છે. એને સર્વોચ્ચ આદર આપવાની આદત દેશભક્તિના સિંચનનુ પહેલું પગથિયું બની શકે.

    વડોદરાએ પ્રજામંડળ દ્વારા રાજાશાહીમાં લોકશાહીનો અદભુત પ્રયોગ કર્યો હતો. ૧૯૪૪ માં પ્રજામંડળ દ્વારા રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓને વેગ આપવા સરદાર ભવનની સ્થાપના કરવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજ માન્ય ખાદી ભંડારમાંથી જ ખરીદી શકાય એવી જાણકારી આપતાં દાયમાએ જણાવ્યું કે ભારતની ધ્વજ સંહિતા ફ્લેગ કોડમાં રાષ્ટ્રધ્વજના માપ સહિત વિવિધ જોગવાઈઓ આપવામાં આવી છે, જેનું ચુસ્ત પાલન દેશનું સન્માન જાળવવા કરવું અનિવાર્ય છે.

    સૂર્યોદય પછી જ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાય અને સૂર્યાસ્ત પહેલાં વિધિવત અને સન્માન સહિત રાષ્ટ્રધ્વજ ઉતારી લેવા સહિત ખૂબ વિસ્તૃત નિયમો છે, જે તેઓ આ તાલીમ હેઠળ શીખવાડે છે. આ ફ્લેગ કોડમાં અવાર-નવાર સુધારા કરવામાં આવ્યા છે અને અત્યારે સન ૨૦૦૨ ની સુધારેલી ધ્વજ સંહિતા અમલમાં છે.

    તે જ રીતે જન ગણ મન અધિનાયક...રાષ્ટ્રગીત ગાતી વખતે બહુધા લોકો ૬ જેટલી ભૂલો કરે છે, એવું તેમણે નોંધ્યું છે.એટલે તેઓ સચોટ શબ્દ રચનાનો ઉપયોગ કરી રાષ્ટ્રગીત ગાનનો મહાવરો કરાવે છે. દાયમા કહે છે કે સમયની સાથે રાષ્ટ્રધ્વજમાં પણ ફેરફારો થયાં, તે પછી વર્તમાન ધ્વજ સ્વીકારવામાં આવ્યો છે. તેમની પાસે ક્રમિક વિકાસ દર્શાવતા ૭ જેટલા ધ્વજો છે, જેના આધારે તેઓ રાષ્ટ્રધ્વજના ઇતિહાસની સમજણ આપે છે.

    બાળકને જેમ બચપણથી વડીલોને માન આપવાના સંસ્કારો આપવામાં આવે છે, તે જ રીતે રાષ્ટ્રને માન આપવાના સંસ્કાર આપવાની, આદર આપવાની આદત પાડવાની જરૂર છે. હરેન્દ્રસિંહ ધ્વજવંદન અને રાષ્ટ્રગાન તાલીમ દ્વારા આ અનેરા સંસ્કાર સિંચનનું કામ કરી રહ્યાં છે. એમની ભાવના અને કામ સલામને પાત્ર છે.
    First published:

    Tags: Independence Day 2021, Vadodara City, Vadodara news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन