Home /News /madhya-gujarat /Agniveer Army: આ તારીખે પ્રથમ તબક્કાની અગ્નીવીર ભરતીની ઓનલાઈન લેખીત પરિક્ષા યોજાશે, જાણી લો સંપૂર્ણ વિગત

Agniveer Army: આ તારીખે પ્રથમ તબક્કાની અગ્નીવીર ભરતીની ઓનલાઈન લેખીત પરિક્ષા યોજાશે, જાણી લો સંપૂર્ણ વિગત

લશ્કરી (અગ્નીવીર) ભરતીના પ્રથમ તબક્કાની ઓનલાઇન લેખિત પરિક્ષા..

વડોદરા જિલ્લાના ઉમેદવારો માટે લશ્કરી (અગ્નીવીર) ભરતીની પ્રથમ તબક્કાની ઓનલાઇન લેખિત પરિક્ષા 17 એપ્રિલ 2023થી યોજાશે. તા.16 ફેબ્રુઆરી 2023 થી તા.15 માર્ચ 2023 સુધી www. joinindianarmy.nic.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Nidhi Dave, Vadodara: અમદાવાદ સ્થિત આર્મી રિક્રુટીંગ ઓફીસ દ્વારા વડોદરા જિલ્લાના ઉમેદવારો માટે લશ્કરી (અગ્નીવીર) ભરતી માટેની ઓનલાઇન લેખિત પરિક્ષા તા. 17 એપ્રિલ 2023 થી યોજવામાં આવનાર છે. જેમાં 17.5 થી 21 વર્ષના (તા. 01 ઓક્ટોબર 2002 થી તા. 01 એપ્રિલ, 2006 વચ્ચે જન્મેલા) તેમજ 8 પાસ, 10 પાસ, 12 પાસ, આઈ.ટી.આઈ, ડીપ્લોમા થયેલા અને 168 સેમી ઉંચાઇ ધરાવતા અને 77 સેમી છાતી અને યોગ્ય વજન ધરાવતા અપરિણિત પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે. ભરતીમાં એક્સ સર્વિસમેનના બાળકો, સ્પોર્ટ્સ, એન.સી.સી, કોમ્પ્યુટર, આઈ.ટી.આઈ, ડીપ્લોમા પ્રમાણપત્રો મેળવેલા ઉમેદવારોને બોનસ માર્ક આપવામાં આવશે.

ઓનલાઇન અરજી કરવાની રહેશે

લશ્કરી (અગ્નીવીર) ભરતીના પ્રથમ તબક્કાની ઓનલાઇન લેખિત પરિક્ષામા ભાગ લેવા માટે ઉમેદવારોએ તા.16 ફેબ્રુઆરી 2023 થી તા. 15 માર્ચ 2023 સુધી www.joinindianarmy.nic.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઈન લેખિત પરિક્ષામાં મેરીટમાં આવનાર ઉમેદવારોની બીજા તબક્કાની શારીરિક (ફીઝીકલ) પરિક્ષા લેવામાં આવશે.

ઓનલાઇન અરજી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, ફીઝીકલ સ્ટાન્ડર, જોબ સ્પેસીફીકેશન જોવા અને પ્રોફાઈલ ક્રિએટ કરવા www.joinindianarmy.nic.in પર લોગ-ઈન કરવાનું રહેશે. ઓનલાઇન પરિક્ષા માટે ઉમેદવારોએ રૂપિયા 250 ફી ભરવાની રહેશે. ઉમેદવારોના ઈમેલ આઈ.ડી અને મોબાઈલ નંબર પર પરિક્ષાને લગતી સૂચનાઓ આપવામાં આવશે.

આ પણ વાંચો: આ શહેરમાં યોજાશે અગ્નિવીર આર્મી ભરતી મેળો, જાણી લો સંપૂર્ણ વિગત

પરિક્ષાની તારીખ અને કેન્દ્રનાં વિકલ્પ બદલી શકાશે નહી

ઉમેદવારોને પરિક્ષા માટેની તારીખ અને કેન્દ્ર પસંદગી માટે પાંચ પરીક્ષા કેન્દ્રોના વિકલ્પ આપવામાં આવશે. પરિક્ષાની તારીખ અને કેન્દ્ર વિકલ્પ આપ્યા બાદ તેને બદલી શકાશે નહી. ઉમેદવારોએ ઓનલાઈન અરજીમાં આધાર કાર્ડ ફરજીયાત દર્શાવવાનો રહેશે. તેમજ તાજેતરનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને ભરતીના દિવસે આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે. ઓનલાઈન એકઝામના દિવસે ઉમેદવારે રંગીન એડમિટ કાર્ડની કોપી લઈ જવાની રહેશે. ઉમેદવારો માટે જે તે કેટેગરીની ઓનલાઈન કોમન એન્ટ્રસ એક્ઝામ (CEE)ની પ્રેક્ટીસ માટેની લીંક www.joinindianarmy.nic.in મુકવામાં આવશે. જેના પર જઈને ઉમેદવારોએ પ્રેક્ટીસ કરવાની રહેશે.



વધુ અહીંથી માહિતી મળી શકશે, ફ્રી તાલીમ મળશે

ઓનલાઈન રજીસ્ટ્રેશ અને ઓનલાઈન અરજી કરવા અંગે વધુ માહિતી આર્મી રિક્રુટીંગ ઓફીસ, અમદાવાદની વેબસાઈટ પર તેમજ રૂબરૂ કામકાજના દિવસોમાં સવારે 10:00 થી 2:00 મેળવી શકશે. તેમજ ભરતીમાં જવા માંગતા અને ભરતી પૂર્વેની ફ્રી ગાઇડન્સ અને તાલીમ મેળવવા ઈચ્છતા ઉમેદવારોને મદદનીશ નિયામક રોજગારની કચેરી, પહેલો માળ, આઈ ટી સી બિલ્ડીંગ, આઈ.ટી.આઈ.કેમ્પસ, તરસાલી, વડોદરાનો સંપર્ક કરવા તેમજ રોજગાર કચેરીના હેલ્પ લાઈન નંબર 6357390390 પર સંપર્ક કરવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
First published:

Tags: Agniveer scheme, Army Jobs, Exam, Local 18, Vadodara