Home /News /madhya-gujarat /

વડોદરા : પોલિસ દ્વારા 75માં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત માર્ચનું આયોજન

વડોદરા : પોલિસ દ્વારા 75માં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત માર્ચનું આયોજન

વડોદરા

વડોદરા જિલ્લામાં 400 રસીકરણ કેન્દ્રોનું આયોજન 

વડોદરા શહેરમાં નવલખી મેદાનમાં વિસર્જનનો દોર મોડીરાત સુધી જારી રહ્યો હતો. શ્રીજીની મૂર્તિઓનું ધાર્મિક - શાસ્ત્રોક્ત પરંપરા મુજબ સ્થાપન કરવામાં આવ્યું હતું.

     1. વડોદરા પોલિસ દ્વારા 75માં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી

    વડોદરા શહેરમાં આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ. ત્યારે વડોદરા પોલિસ દ્વારા 75માં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત  માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવનિયુક્ત વન પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતાં. શહેર પોલિસ કમિશ્નર ડો. શમશેર સિંઘ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર ,મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા કલેકટર,  સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મંત્રી સહિતના મહાનુભાવોએ માર્ચને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

    શ્રેષ્ઠ ભારત એક ભારતનું દર્શન કરાવતી માર્ચ પાસ્ટમાં પોલિસ દળના જવાનો એનજીઓ, શહીદોની અને  દેશના બધા પ્રદેશોની વેશભૂષાની ઝાંખી કરાવતી વેશભૂષા ધારણ કરીને વિધાર્થીઓ માર્ચ પાસ્ટમાં જોડાયા હતા. ભગતસિંહ ચોક ખાતેથી નીકળેલી રેલી શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફરીને ગાંધીનગર ગૃહ ખાતે સંપન્ન થઈ હતી. પોલીસની શી ટીમ સાથે ટ્રાફિક પોલીસના જવાનો ટ્રાફિક બ્રિગેડ તેમજ હોમગાર્ડના સિવિલ ડિફેન્સના જવાનો જોડાયા હતા.

    2. આજે વડોદરા જિલ્લામાં મહા રસીકરણ અભિયાન: લોકો સરળતાથી રસી મુકાવી શકે તે માટે 400 કેન્દ્રો ની વ્યવસ્થા

    વડોદરા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની ઉજવણી મહા રસીકરણ દિવસ તરીકે કરીને કોરોના સામે લોકોની આરોગ્ય રક્ષાના અભિયાનને વેગવાન બનાવવાનું જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વ્યાપક આયોજન કરવામાં આવ્યું.

    વડોદરા જિલ્લામાં આજે 1.20 લાખ નાગરિકોને કોરોના રસી મુકવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુરેન્દ્ર જૈને જણાવ્યું કે, વડોદરા જિલ્લાના 8 તાલુકાઓ અને નગર પાલિકા વિસ્તારોમાં 400 કેન્દ્રો રાખવામાં આવ્યાં છે. પાત્રતા ધરાવતા લોકો પહેલો કે બીજો ડોઝ સહેલાઇથી લઇ શકશે. લોકો આધારકાર્ડ, મતદાર ફોટો ઓળખ કાર્ડ કે પાસપોર્ટ જેવું કોઈપણ ઓળખ કાર્ડ લઈ રસી મુકાવવા જાય એવો તેમણે અનુરોધ કર્યો છે.

    છેલ્લા 3 મહિનામાં કોરોનાથી સત્તાવાર એક પણ મોત નહીં, PM મોદીના જન્મદિવસે આજે વડોદરા શહેરમાં 125 કેન્દ્રો પર સવારે 7થી રાતે 12 સુધી મેગા વેક્સિનેશન યોજાયો. રસીકરણના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ પ્રથમ ડોઝમાં રાજ્યમાં ગાંધીનગર, જૂનાગઢ અને વડોદરાનો ત્રીજો નંબર આવે છે. જ્યારે બીજા ડોઝમાં સુરત, ગાંધીનગર અને ત્રીજો નંબર વડોદરાનો આવે છે.

    3. શહેરમાં સાતમા દિવસે શ્રીજીની મૂર્તિઓનું ઇકો-ફ્રેન્ડલી વિસર્જન

    વડોદરા શહેરમાં નવલખી મેદાનમાં વિસર્જનનો દોર મોડીરાત સુધી જારી રહ્યો હતો. શ્રીજીની મૂર્તિઓનું ધાર્મિક - શાસ્ત્રોક્ત પરંપરા મુજબ સ્થાપન કરવામાં આવ્યું હતું. વિનહર્તા શ્રીજીએ સાતમા દિવસ સુધી વ્હાલા ભક્તોનું મોઘેરુ આતિથ્ય માણ્યું હતું. સાતમા દિવસે સેકડો ભક્તોએ ફટાકડા ફોડી ઢોલ - નગારા , સંગીતના તાલે શ્રીજીની મૂર્તિઓનું કૃત્રિમ તળાવોમાં શ્રધ્ધાભેર વિસર્જન કરી ભારે હૈયે ભાવભિની વિદાય આપી હતી.

    કેટલાક ભક્તોએ શ્રીજીને વિદાય આપતા પૂર્વે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન પણ કર્યું હતું. ભાદરવા સુદ ચોથ પછી દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ બાદ દસમા દિવસે પણ શ્રીજીની મૂર્તિઓનું ઇકોફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વડોદરા મહાનગર સેવાસદન દ્વારા શ્રીજીની મૂર્તિઓનું ઇકોફ્રેન્ડલી વિસર્જન કરવા ૪ કૃત્રિમ તળાવો બનાવવમાં આવેલ છે.
    First published:

    Tags: Birthday Celebration, Pm narendra modis

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन