Home /News /madhya-gujarat /

વડોદરા બુલેટિન: બંગલામાંથી 14 કાચબા મળ્યા, રસ્તા પર પાણીની રેલમછેલ, મહિલાઓ માટે ખુશી પ્રોજેક્ટ શું છે?

વડોદરા બુલેટિન: બંગલામાંથી 14 કાચબા મળ્યા, રસ્તા પર પાણીની રેલમછેલ, મહિલાઓ માટે ખુશી પ્રોજેક્ટ શું છે?

વડોદરામાં

વડોદરામાં એક બંગલામાં રેડ કરતા 14 કાચબા મળ્યા

બાતમીના આધારે વનવિભાગ તથા સરિસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાત દ્વારા તપાસ કરતા બંગલામાંથી ૫ નંગ નાના જન્મેલા બચ્ચા, ૩ નંગ નાના બચ્ચા અને ૬ પુખ્ત થી મોટા કાચબા મળ્યા

  1. વડોદરાના ન્યૂ ગોત્રી વિસ્તારમાં આવેલ શાંતિ નિવાસ બંગલોઝ ખાતે રેડ કરતા 14 જમીનના કાચબા દરમિયાન મળી આવ્યા

  વડોદરાની શ્રી સાંઈ દ્વારકામાઈ ચેરિટીબલ ટ્રસ્ટના જયેશ પટેલને ઝાયડેકસ બંગલોની સામે લિલેરિયા ૧૦૩૮  કોમ્પલેક્ષની ગલીમાં શાંતિ નિવાસ બંગલોઝ ખાતે જમીનના કાચબા (સ્ટાર ટોરટોઇસ) રાખવામાં આવેલા છે ની બાતમી મળેલ હતી. બાતમીના આધારે વનવિભાગ તથા સરિસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાત દ્વારા તપાસ કરતા બંગલામાંથી ૫ નંગ નાના જન્મેલા બચ્ચા, ૩ નંગ નાના બચ્ચા અને ૬ પુખ્ત થી મોટા કાચબા (કુલ ૧૪ નંગ) અનુસૂચિ ૧માં આવતા 14 જમીનના કાચબા રેડ દરમિયાન મળી આવ્યા હતા, જે જપ્ત કરવામાં આવેલ હતા. જમીનના કાચબા અનુસૂચિ ૧માં આવતા હોવાથી વન્યજીવ અધિનિયમ ૧૯૭૨ ના કાયદા મુજબ સજાપાત્ર ગુનો બને છે. શાંતિ નિવાસ બંગલોઝ ખાતે ઉંમરલાયક મહિલા હોવાના કારણે વનવિભાગએ જરૂરી પત્ર વ્યવહાર કરી ઘરના માલિકને વનવિભાગની કચેરીએ હાજરી આપવા જણાવ્યું છે. જમીનના કાચબાની આ વડોદરા ખાતે ઘણા વખત પછીની મોટી રેડ હતી, જ્યાં એક સાથે બચ્ચાથી લઇ ને પુખ્ત વયના તમામ પ્રક્રારના જમીનના કાચબા મળી આવેલ છે.

  2. શહેરના સંગમ ચાર રસ્તા પાસે પીવાના પાણીની લાઈન તૂટી !!

  એક બાજુ વડોદરા શહેરનો તંત્ર સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં ઘણા વિસ્તારોની અંદર પાણીની લાઈનમાં ભંગાણ પડતાં હોય છે અને લાખો ગેલન પાણી વેડફાઈ જતો હોય છે. ત્યારે આજરોજ સંગમ ચાર રસ્તા પર પાણી લાઈનમાં ભંગાણ પડતાં લાખો ગેલન પાણી વેડફાઈ ગયું હતું. તંત્ર દ્વારા વેરા વસૂલાતની વાત હોય, ત્યારે મોટી મોટી નોટિસો ફટકારવામાં આવતી હોય છે. હાલ જે આ પાણી વેડફાઇ રહ્યું છે, તેની જવાબદારી કોની તે એક સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે.રાહદારીઓને પણ આવા સમયે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ઉપરાંત શહેરમાં ઘણા વિસ્તારોમા પીવાનું ચોખ્ખું પાણી પણ પર્યાપ્ત મળી નથી રહેતું ત્યાં આવી રીતે પાણી વ્યય થઈ રહ્યો છે.

  3. વડોદરા ખાતેની એન.ડી.આર.એફ.ની બટાલિયન ૬ના જવાનો રાજસ્થાનના પૂરગ્રસ્ત વિસ્તારોમાં કરી રહ્યાં છે બચાવ કામગીરી

  રાજસ્થાન અને મધ્યપ્રદેશ ને જોડતા સુંદા ગામે ૧૪૫ લોકોને ઉગાર્યા. ચોમાસાંને અનુલક્ષીને વડોદરા નજીક જરોદ સ્થિત રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળ - એન.ડી.આર.એફ.ની બટાલિયન ૬ ની બે ટુકડીઓ હાલમાં રાજસ્થાનના ઉદયપુરમાં તૈનાત કરવામાં આવી છે.રાજસ્થાનના કોટા અને બરન જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિને અનુલક્ષીને આ ટુકડીઓને કોટા અને બરન જિલ્લાના ગામોમાં બચાવ અભિયાન હાથ ધરવાની જવાબદારી સોંપવામાં આવી છે.આ ટુકડીઓ પાર્વતી નદીના પૂરથી આફતમાં મુકાયેલા અને રાજસ્થાન તથા મધ્યપ્રદેશની સરહદના મિલન સ્થાને આવેલા સુંદા ગામમાં હોડીઓ અને સાધન સુવિધાની મદદથી બચાવ કામગીરી હાથ ધરીને ૧૪૫ જેટલા ગ્રામવાસીઓને સલામત સ્થળે ખસેડયા હતા.બટાલિયનના નાયબ સેનાપતિ અનુપમના જણાવ્યા મુજબ, આ ઉપરાંત કોટા જિલ્લાના સંગોડ તાલુકાના મારવારસખ ગામે ટીમ ૧૧ એ હાથ ધરેલા બચાવ અભિયાન હેઠળ ૫ પુરુષ,૯ મહિલા અને ૧૨ બાળકો તેમજ એક પશુને ટીમે ઉગારીને સલામત સ્થળે પહોંચાડ્યું છે.

  4. વડોદરા શહેર પોલિસ દ્વારા મહિલાઓ માટે ચલાવવામાં આવતું - ખુશી પ્રોજેક્ટ

  વડોદરા શહેર પોલિસ દ્વારા મહિલાઓ માટે એક ખાસ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટનું નામ \"ખુશી પ્રોજેક્ટ\" છે. આ ફક્ત મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ સેનેટરી પેડ મશીન પર આધારિત છે. જે કાર્યરત મહિલાઓ છે, અથવા તો કોઈ બહાર નીકળેલી મહિલાને માસિક આવી જાય તો તેને આ મશીન દ્વારા પેડ મળી શકે છે. આ પેડ મફતમાં આપવામાં આવશે. પરંતુ આ મશીન વાપરવા માટે ડમી સિક્કાની જરૂર પડે છે, જે ત્યાં રહેલ મહિલા પોલીસ પાસેથી મેળવી શકાશે. વડોદરા શહેરનાં વિવિધ વિસ્તારોમાં આ પ્રકારના સેનેટરી પેડ મશીનો મુકવામાં આવેલ છે.

  હવે મહિલાઓએ શરમ દૂર કરી જાગૃત થવાની જરૂર છે. પોતાની જીવન જરૂરિયાત વસ્તુને મેળવવા માટે કોઈ પણ જાતની શરમ રાખવાણી જરૂર નથી. આ માટે વડોદરાની મહિલા પોલીસ શહેરની તમામ મહિલાઓની સાથે અને મહિલાઓ માટે હાજર છે.
  First published:

  Tags: Forest Department, Vadodara City, Vadodara news

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन