લગ્ન સિઝને કારણે સિલ્કના ઝભ્ભા, કોટી અને સાડીઓ વધુ માત્રામાં વહેંચાઈ રહી છે..
વડોદરા શહેરમાં અત્યારે સિલ્કની કોટીની માંગ વધી છે. એક તરફ ચૂંટણી તો બીજી તરફ લગ્ન પ્રસંગો, બંનેમાં સિલ્કની કોટીની બોલબાલા હોય છે. અને એમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદી બાદ હવે સિલ્કની કોટી પરિધાન કરતા દેશભરમાં સિલ્કની કોટીની બોલબાલા વધી છે.
Nidhi Dave, Vadodara: વડોદરા શહેરમાં અત્યારે સિલ્કની કોટીની માંગ વધી છે. એક તરફ ચૂંટણી તો બીજી તરફ લગ્ન પ્રસંગો, બંનેમાં સિલ્કની કોટીની બોલબાલા હોય છે. અને એમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદી બાદ હવે સિલ્કની કોટી પરિધાન કરતા દેશભરમાં સિલ્કની કોટીની બોલબાલા વધી છે.
દિલ્હીમાં યોજાયેલ ઇન્ટરનેશનલ ટ્રેડફેર પ્રમોશન નિહાળીને પરત આવેલા ગ્રામ વિકાસ સંઘ ( ખાદી -એમ્પોરિયમ ) ના ઓમકારનાથ તિવારી અને મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, હવે ખાદીની કોટી બાદ સિલ્કની કોટીની ફેશને ધૂમ મચાવી છે. કેટલાક સિનિયર સિટીજને તો મોદી સ્ટાઇલ દાઢી પણ વધારી છે.
દિલ્હી ખાતેના ટ્રેડફેરમાં મોદીએ સિલ્કની કોટી પરિધાન કરી હતી. જે સાથે રૂા. 1500 થી 3000 ની કિંમતની સિલ્કની કોટીનો સ્ટોક ખાદી કેન્દ્રોમાં ખુટી ગયો છે. તિરંગાની 6 ડિઝાઇન ધરાવતા તેમજ સફેદ મણીપુરી ગમછા- ( ખૈસ ) મગાવ્યા હતા, તે પણ ચપોચપ વેચાઇ જતા સ્ટોક ખૂટી ગયા.
તથા લગ્ન સિઝન હોવાને કારણે સિલ્કના ઝભ્ભા, કોટી અને સાડીઓ વધુ માત્રા માં વહેંચાઈ રહી છે. આ સિલ્કનું ઉત્પાદન સુરેન્દ્રનગર, લીમડી તથા કચ્છના વિસ્તારોમાં થાય છે. તથા કોટનની કોટીનું ઉત્પાદન વડોદરાના ગ્રામ વિકાસ કરવામાં આવે છે.
જેને પગલે પ્રદેશના લોકોને રોજગારી પણ મળી રહે અને બહારથી એટલી ઓછી વસ્તુઓ મંગાવી પડે. જેથી સસ્તું, સુંદર અને સારી વસ્તુઓ આપણા જ વિસ્તારમાં મળી રહે.