Home /News /madhya-gujarat /Vadodara: ડો.વિરાજના મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ તપાસ અંગે લેવાશે નિર્ણય; હાલ 4 દિવસના રિમાન્ડ પર

Vadodara: ડો.વિરાજના મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ તપાસ અંગે લેવાશે નિર્ણય; હાલ 4 દિવસના રિમાન્ડ પર

આરોપી

આરોપી પાસે બે નામના પાસપોર્ટ પણ મળી આવ્યા છે.

ડો. વિરાજને તારીખ 18 થી લઈ તારીખ 21 સપ્ટેમ્બરના બપોરના 3 કલાકના રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે. જેમાં ફરિયાદી મહિલાનું મેડિકલ ચેકઅપ થઈ ગયું છે અને હાલ આરોપીનું મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે.

    Vadodara: શહેરમાં ચાલી રહેલા ગોત્રી પોલીસ સ્ટેશનના કેસ અંગે જાણકારી મળી છે કે, ડો. વિરાજને તારીખ 18 થી લઈ તારીખ 21 સપ્ટેમ્બરના બપોરના 3 કલાકના રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે. જેમાં ફરિયાદી મહિલાનું મેડિકલ ચેકઅપ થઈ ગયું છે અને હાલ આરોપીનું મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે. જેને માટે ખાસ મેડીકલમાં પુરુષ અને સ્ત્રી એમ બંને ડોકટર ઉપસ્થિત રહેશે અને કોર્ટમાં પણ પુરુષ અને સ્ત્રી એમ બંને પોલીસ કોન્સ્ટેબલ ઉપસ્થિત રહેશે. હાલમાં ગોત્રી હોસ્પિટલ ખાતે ચેકઅપ ચાલી રહ્યું છે.

    એમાં ફરિયાદીના વકીલ સિદ્ધાર્થ પવાર એ વધુમાં જણાવ્યું કે, આરોપી પાસે બે નામના પાસપોર્ટ પણ મળી આવ્યા છે. જેમાં એક મહિલા નામનું પણ પાસપોર્ટ છે. જેથી પાસપોર્ટ ઓથોરિટીને પણ જાણ કરવામાં આવી છે. જેથી જો આગામી દિવસોમાં આ બાબત ખોટી પુરવાર થશે તો સરકાર સાથે છેતરપિંડી કરવાનો કેસ પણ લાગુ કરવામાં આવશે. ફરિયાદીના વકીલે જણાવ્યું કે, મહિલાનો કેસ મજબૂત છે, કારણકે મહિલા પાસે આરોપી વિરુદ્ધના તમામ પુરાવાઓ ઉપલબ્ધ છે.અગાઉ પણ આ આરોપી એ પરણિત તથા બાળક હોય એવી મહિલાઓ સાથે લગ્ન કરેલા છે અને સબંધ બાંધેલા છે.જેમાં હમણાંની ફરિયાદી મહિલા સાથે લગ્ન કર્યા હતા ત્યારે આ આરોપી બીજી મહિલા સાથે સંબંધે બંધાયેલો હતો.

    કેસ શું છે ?

    શહેરમાં રહેતી એક મહિલા મેટ્રોમોનીયલ સાઈટના માધ્યમથી પોતાના બીજા લગ્ન જીવન માટે સાથી શોધી રહી હતી અને ત્યારે જ ડોક્ટર વિજેતા નામના દિલ્હીમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા એક યુવકની માહિતી તેમના ધ્યાને આવે છે અને સમગ્ર મામલામાં તેઓ પોતાના નવા લગ્ન જીવન માટે આ વ્યક્તિ અને તેના પરિજનોનો સંપર્ક કર્યો. સામાન્ય રીતે સમાજના રીતી રિવાજ મુજબ જેમ બે પરિવારો પોતાના દીકરા દીકરીના લગ્ન માટેના આયોજનો કરતા હોય છે તે જ પ્રમાણે વડોદરાની ફરિયાદી મહિલાએ પણ દિલ્હીમાં રહેતા ડોક્ટર વિજેતાના પરિવારજનો સાથે પોતાના પરિવારની મુલાકાતના માધ્યમથી આગળ વધવાનું નક્કી કર્યું હતું.

    આ પણ વાંચો: સયાજી હોસ્પિટલમાં અતિ કુપોષિત બાળકોની થાય છે મફતમાં સારવાર

    લગ્નના કેટલાક સમય બાદ મહિલાના ધ્યાને આવ્યું કે તેમનો પતિ એ પુરુષ નહીં પરંતુ સ્ત્રીમાંથી પુરુષ બનવા માટે પ્રયત્નશીલ છે. મહિલા ફરિયાદીને આ સમગ્ર મામલો ત્યારે ધ્યાનમાં આવ્યું જ્યારે તેની સાથે રહેતો અને પોતાની ઓળખ પુરૂષ તરીકે આપનાર ડોક્ટર વિજેતા તેના પતિએ તેની સાથે સંબંધો બાંધતા દરમિયાન પોતે સ્ત્રી હોવાની વાત સ્વીકારી અને સ્ત્રી તરીકે જ પોતાની પત્ની સાથે સંબંધો રાખવાના પ્રયત્નો કર્યા. એક મહિલા એ બીજી મહિલા સાથે પોતે પુરુષ હોવાની કહી અને લગ્ન કર્યા ની છેતરપિંડી અને અનૈતિક સંબંધો રાખવા માટેના દબાણ કરવા બાબતે શહેરના ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
    First published:

    Tags: CYBER CRIME, Fraud, Fraud case, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन