Home /News /madhya-gujarat /

Vadodra News: 54% વેક્સિનેશન પૂર્ણ, 15થી 18 વર્ષની ઊંમરનાં 37213 તરુણોને રસી રક્ષિત કરાયા

Vadodra News: 54% વેક્સિનેશન પૂર્ણ, 15થી 18 વર્ષની ઊંમરનાં 37213 તરુણોને રસી રક્ષિત કરાયા

15 થી 18 વર્ષની ઉંમરના 19355 તરુણોને રસી રક્ષિત કરાયા...

Covid 19 Vaccination: વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં તરુણોને કોરોના સામે રસીનુ સુરક્ષા ચક્ર પ્રદાન કરવાની કામગીરી જોશભેર ચાલી રહી છે. આરોગ્ય અને શિક્ષણ તંત્ર દ્વારા થઈ રહેલી આ કામગીરીને લોક સહયોગ મળતાં કામગીરીની અસરકારકતા વધી છે.

વધુ જુઓ ...
    વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં તરુણોને કોરોના સામે રસીનુ સુરક્ષા ચક્ર પ્રદાન કરવાની કામગીરી જોશભેર ચાલી રહી છે. આરોગ્ય અને શિક્ષણ તંત્ર દ્વારા થઈ રહેલી આ કામગીરીને લોક સહયોગ મળતાં કામગીરીની અસરકારકતા વધી છે.

    વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં રસી લેવાને પાત્ર 15 થી 18 વર્ષની ઉંમરના તરુણો ની સંખ્યા 68502 અંદાજવા માં આવી છે તેની સામે પહેલા બે દિવસમાં 37213 (17858 19355) તરુણોને રસી રક્ષિત કરવામાં આવ્યાં છે. તેવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુરેન્દ્ર જૈને જણાવ્યું કે, બે દિવસમાં લક્ષ્યાંકની સામે 54.3 ટકા રસીકરણ પૂરું થયું છે. જિલ્લાના તાલુકાઓ પૈકી શિનોરમાં 70.2, ડભોઇમાં 65.9 અને પાદરામાં 62.9 ટકા તરુણ રસીકરણ પૂરું થયું છે. સાવલી અને વાઘોડિયા તાલુકાઓમાં 50 ટકાથી વધુ તરુણ રસીકરણ પૂરું થયું છે.

    તાલુકાવાર જોઈએ તો ડભોઇ તાલુકામાં 2473, ડેસરમાં 784, કરજણમાં 2072, પાદરામાં 4187, સાવલીમાં 2056, શિનોરમાં 1028, વડોદરા તાલુકામાં 4937 અને વાઘોડિયા તાલુકામાં 1818 તરુણોને કોવેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.

    જિલ્લા કલેકટર આર. બી. બારડે રસીકરણ કેન્દ્રોની મુલાકાત લઈને રસી લેનારા તરુણોને પ્રોત્સાહિત કર્યા હતા. પોતાના સંતાનને પૂરતો નાસ્તો કરાવ્યા પછી જ રસી અપાવવા વાલીઓને તેમણે અનુરોધ કર્યો હતો. આ પ્રકારે જિલ્લાના ઘણાં તરુણો પ્રોત્સાહિત થયા હતા અને વેકસીન લીધી હતી. બે દિવસમાં ઘણી મોટી સંખ્યામાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાઈ ગયો છે.

    વડોદરા તાલુકાના અલ્હાદપૂરા ગામે પહેલા જ દિવસે રસીને પાત્ર તમામ 48 તરુણોને રસી અપાવીને પ્રેરક અને ધ્યાનાકર્ષક સિદ્ધિ મેળવી હતી. જે બીજા ગામો માટે પણ પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તથા બીજા ગામો એ પણ આજ રીતે પોતના ગામના બાળકોને વેકસીન અપાવીને કોરોના જેવી મહામારીથી સુરક્ષિત કરવા જોઈએ.
    First published:

    Tags: COVID-19, Local News, Vaccination, કોરોના વાયરસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन